home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) આંખલડી શરદસરોજ રસીલા લાલની

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

ધૂંવાબરાઈના કાશીરામ મહારાજનું પૂજન કરે છે

સંવત ૧૮૭૭. પંચાળાના ફૂલદોલોત્સવ પ્રસંગની આમંત્રણ પત્રિકાઓ હરિભક્તોને મળી. તેથી સમગ્ર સત્સંગ પંચાળામાં ઉમટ્યો હતો. મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી પણ હરિભક્તો આવી ગયા હતા. સૌને મહારાજનું પૂજન કરવાની ઇચ્છા હતી. એમાં મહારાજ પાસે જલદી પહોંચવા સૌ ઉતાવળા થયા હતા. તેથી થોડી અવ્યવસ્થા પણ થઈ ગઈ. પરંતુ મંચ ઉપરથી જ સમશ્યા કરતાં મહારાજે કહ્યું, “સૌને લાભ મળશે, પરંતુ પહેલા પરદેશી હરિભક્તોને આવવા દ્યો.” એમ કહી એક હરિભક્ત તરફ મહારાજે આંગળી ચીંધી તેને પોતાની પાસે આવવા કહ્યું.

સૌ પાછળ જોવા લાગ્યા. ત્યાં તો પરદેશી દેખાતા ધૂંવાબરાઈના હરિભક્ત કાશીરામ જમાદાર મહારાજ પાસે ધીરે ધીરે આવવા લાગ્યા. તેના હાથમાં એક પેટી હતી. મહારાજ પાસે તે પહોંચ્યા એટલે મહારાજે તેને પૂછ્યું, “કાશીરામ! પૂજા કરવી છે ને?”

કાશીરામ આ વાત સાંભળી એકદમ થંભી ગયા! ભગવાન અંતર્યામી તો હોય જ, એ તો તે જાણતા હતા; પરંતુ આટલા બધા સમૂહમાં, આવા મોટેરા દરબારો-હરિભક્તો સૌ હજુ મહારાજનું પૂજન કરવા તત્પર બનીને બેસી રહ્યા હતા તેમાં મહારાજે મને ઓળખી લીધો? તેણે હાથ જોડી કહ્યું, “હા, મહારાજ! ઇચ્છા તો છે, પરંતુ આ મોટેરા હરિભક્તોના સમૂહમાં આપની પાસે એકદમ કેમ અવાય? અને કદાચ આજે રહી જાઉં તો કાલે પણ એ જ દશા થાય. મારે વળી ઘેર જવાની પણ ઉતાવળ છે. તેથી મનમાં મૂંઝવણ થતી હતી.”

મહારાજે હસતાં હસતાં કહ્યું, “કાશીરામ! અમે કોઈને મૂંઝાવા દેતા નથી. આવો, તમે પહેલાં પૂજન કરી લ્યો.”

કાશીરામે તરત જ કેસર મિશ્રિત ચંદનથી મહારાજના વિશાળ ભાલમાં અર્ચા કરી. તે મધ્યે કુમકુમનો ચાંદલો કર્યો, અક્ષત ચોડ્યા. પછી પોતાની પેટી ખોલી. સૌ જોઈ રહ્યા હતા. મહારાજ હસતા હતા. મહારાજે કહ્યું, “કાશીરામ! આ પેટીમાં શું ભર્યું છે?”

તેણે હાથ જોડી કહ્યું, “પ્રભુ! આપના માટે અમારા દેશના શણગાર લાવ્યો છું.” મહારાજ આ સાંભળી એકદમ ઊભા થઈ ગયા.

સૌ સંતો-હરિભક્તો આ દિવ્ય લીલા અતૃપ્ત નયને નિહાળી રહ્યા. મહારાજનાં દર્શન તો સૌ કરતાં હતાં, પરંતુ આજે દૂરથી આવેલ આ પરદેશી હરિભક્તોના ભાવનાં પણ સૌ દર્શન કરી રહ્યા હતા. મહારાજના આવા વાત્સલ્ય ભાવથી કાશીરામની આંખોમાંથી મહારાજનું પૂજન કરતાં હર્ષનાં અશ્રુની ધારા ચાલવા લાગી. મહારાજના સ્વરૂપને સર્વાંગ શણગારવા તે અમૂલ્ય પોષાક તૈયાર કરાવીને લાવ્યા હતા. મહારાજે તત્કાલ તે પહેરી લીધો. કાશીરામે મહારાજની ભેટમાં સોનેરી મૂઠવાળી કટાર બાંધી, હાથમાં ધનુષ્ય આપ્યું, વાંસામાં તીરનો ભાથો બાંધ્યો. આ નવીન પરદેશી પોષાકમાં મહારાજના સ્વરૂપનાં દર્શન સૌ નિર્નિમિષ નેત્રથી કરી રહ્યા હતા.

કાશીરામ પેટીમાંથી વસ્તુઓ કાઢ્યે જતા હતા. મહારાજના મસ્તક ઉપર લાલ સોરંગી પાઘ પહેરાવી, પાઘ ઉપર સાચા નંગજડિત કલગી ગોઠવી, બંને હાથમાં ફૂલના ગજરા આપ્યા. મહારાજ શાંતિપૂર્વક સસ્મિત વદને કાશીરામની પૂજા અંગીકાર કરી રહ્યા હતા. વિધિ પૂરી થઈ એટલે કાશીરામને મહારાજે પૂછ્યું, “કાશીરામ! હવે કાંઈ બાકી છે?”

કાશીરામે હાથ જોડ્યા. તેના મુખ ઉપરના ભાવમાં કાંઈક અતૃપ્તિ હતી. તેથી મહારાજે પૂછ્યું, “હજુ કાંઈ ઇચ્છા છે?”

કાશીરામે તરત જ કહ્યું, “આપના આશીર્વાદની અને બીજી ઇચ્છા, મહારાજ! આ કમાન ઉપર આપ તીર ચડાવો. આપની એવી દિવ્ય મૂર્તિનાં મારે દર્શન કરવાં છે. પોષાક બનાવરાવ્યો, તીર કમાન સાથે લીધાં ત્યારથી મનમાં આ સંકલ્પ હતો. આપે બધા જ સંકલ્પ પૂરા કર્યા છે તો આ સંકલ્પ પણ પૂરો કરો, મહારાજ!”

 

‘લીધી લટકાળે નંદલાલ કે હાથ કબાણને’

મહારાજે તરત જ ધનુષ્ય હાથમાં લીધું. પાછળ બાંધેલ ભાથામાંથી જમણા હાથે એક તીર ખેંચ્યું અને નીચે બેસી વીરાસનવાળી, કમાન ખેંચીને તીર ચડાવ્યું. મહારાજની આ અલૌકિક મૂર્તિ જોઈ સૌ સભાજનો દિવ્યાનંદમાં આવી ગયા. આવાં દર્શન કોઈએ કદી કર્યાં ન હતાં. સૌને લાગ્યું કે આ પરદેશી ભક્ત પણ ખરો ભાવ લઈને આવ્યા છે. રામપ્રતાપભાઈ મહારાજની સામે જ બેઠા હતા. તે એકાએક બોલી ઊઠ્યા, “દેખો દેખો, ભૈયા ઘનશ્યામ કી મૂર્તિ કૈસી અચ્છી લગતી હૈ!” તે જ સમયે તેમને મહારાજના સ્વરૂપમાં ધનુર્ધારી રઘુનંદનનાં દર્શન થયાં! તેઓ મહારાજને સાષ્ટાંગ દંડવત્ કરવા લાગ્યા.

એટલામાં એક પહાડી સૂર સંભળાયો:

લીધી લટકાળે નંદલાલ કે હાથ કબાણને,

એની ચટક રંગીલી ચાલ, હરે મન પ્રાણને;

કાજુ મોતીડે જડિત કટાર, કમર કસી લીધલો,

નિરખી બ્રહ્માનંદ કે’ જનમ સુફલ મારો કીધલો.

આ પહાડી સૂર આકાશમાં પથરાયો અને જાણે સાગર ઘૂઘવતો હોય તેમ ગડગડાટ કરતો ફરી સભામાં સંભળાયો. સભામાં એકે એક હરિભક્ત બોલી રહ્યા હતા, “લીધી લટકાળે નંદલાલ કે હાથ કબાણને.” સર્વત્ર હર્ષોન્માદ ફેલાયો હતો. કોઈની આંખની પાંપણ પણ હાલતી ન હતી. સ્થિર નેત્રે સૌ મહારાજની મનોહર મૂર્તિનાં દર્શન કરી રહ્યા હતા.

 

કાળ થંભી જશે

બ્રહ્માને લાગ્યું કે “મેં પાંપણ બનાવી તે ભલે પાપ કર્યું, પરંતુ આજે પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સૌ ભક્તોની પાંપણ સ્થિર કરી દીધી છે અને પોતાના દિવ્ય સ્વરૂપનાં દર્શન અવિક્ષિપ્ત કરાવી મારું એ પાપ ધોઈ નાંખ્યું છે.”

હજુ બ્રહ્માનંદ સ્વામીના શબ્દો ગાજતા હતા. પંચાળા નગર અને તેના ઉપનગરોની શાખામાં આ શબ્દોના પડઘા પડતા હતા. સૌને સંકલ્પ થયો કે કાળ અત્યારે સ્થિર થઈ જાય. તેમનો સંકલ્પ જાણી મહારાજે હસતાં હસતાં કહ્યું, “કાળ સ્થંભી જશે. શ્રીકૃષ્ણે છ માસની રાત્રી કરી હતી, પરંતુ અમે એક જ રાતમાં છ માસની રાત્રીનું દિવ્ય સુખ તમને આપીશું. ચિંતા કરશો નહીં. આત્યંતિક કલ્યાણનો ધૂધૂબાજ માર્ગ આજે ચલાવ્યો છે. અક્ષરધામની વાટ વહેતી મૂકી દીધી છે, તેથી જે કોઈ આવા પ્રસંગે રંગાઈ જશે તેને અન્ય લોકમાં રહેવું નહીં પડે.”

મહારાજના શબ્દોમાં રહસ્ય હતું. એ જ સ્વરૂપમાં કોઈને ભગવાન રામચદ્રજીનાં પણ દર્શન થતાં. જે જે ભક્ત જે ભાવે મહારાજના દર્શન કરતા હતા, તેના તે ભાવ મહારાજ પૂર્ણ કરતા હતા. છતાં મહારાજના સ્વરૂપના જે શુદ્ધ ઉપાસકો હતા તે સમજતા કે મહારાજ તે તે સ્વરૂપથી વ્યતિરેક છે અને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પર થકી પર એવા પોતાના દિવ્ય અક્ષરધામમાં સ્વરાટ થકા બિરાજમાન છે અને છતાં પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે પણ ભક્તોને આજે પ્રગટ દર્શન દે છે.

અન્ય સંપ્રદાયનાં પૂસ્તકોમાં બ્રહ્માનંદ સ્વામીએ હેલી જોને આ ધર્મકુમાર સલૂણો શોભતા એ કીર્તન રચ્યું હતું તે જોવા મળે છે.

[ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪/૨૭૩]

Prasang

(1) Ānkhalḍī sharad-saroj rasīlā Lālnī

Sadguru Brahmanand Swami

Kashiram of Dhuvabrai Worships Maharaj

Samvat 1877. The invitation to the Fuldolotsav celebration in Panchala reached the devotees. The devotees from far regions swarmed to attend this auspicious celebration. Everyone wished to worship Maharaj with the pujan-vidhi. They rushed to get near Maharaj and the crowd became uncontrolled. Maharaj himself announced from the stage, “Everyone will get an opportunity, however, let the devotees from far regions come first.” Then, Maharaj pointed to one devotee and called him near.

Everyone turned around. Kashiram of Dhuvabrai came forward slowly. He had a small chest in his hands. Maharaj asked, “You want to offer pujan don’t you?”

Kashiram’s heart skipped a beat. He knew very well Maharaj was all-knowing. But amidst this grand festival among the great sadhus and devotees who are eager to worship Maharaj, how did Maharaj recognize me and call me forward? He said, “Yes, Maharaj. But how can I come forward amidst your great devotees? And I have to return home quickly, so I was wary of what will happen.”

Maharaj laughed and said, “Kashiram, I do not let anyone worry. Come and do pujan first.”

Kashiram performed Maharaj’s pujan. Then, Maharaj asked, “What have you brought in this small chest?”

“Maharaj, they are clothes found in my region.” Kashiram replied. He had clothes tailored for Maharaj and was desirous of having Maharaj wear them. Maharaj immediately wore the clothes he brought. Kashiram tied a dagger with a golden handle to his waist, gave a bow in his hands, and a quiver of arrows to his back. Everyone observed Maharaj wearing these new adornments from a different region with one gaze.

“Kashiram, do you have any other wishes?”

“Maharaj, your blessing and one more wish: draw an arrow on this bow. I want to have the darshan of you with a bow and arrow. Ever since I had these clothes tailored, I had this wish. Fulfill this one wish of mine as you have fulfilled my other wishes.”

Maharaj grabbed the bow in his hands, with his right hand, he drew one arrow, and while seated, he pulled one arrow on the bow. Seeing Maharaj’s divine murti, the people in the assembly became ecstatic. No one had this type of darshan of Maharaj before. Rampratapbhai was sitting near Maharaj. He suddenly said, “Look! Look! Look how handsom Ghanshyam’s murti looks.” Rampratapbhai saw the form of Raghunandan wielding a bow and arrow in Ghanshyam. He began prostrating before Maharaj.

Then, suddenly, they heard a loud voice sing:

Lidhi latkāle Nandlāl ke hāth kabānne,

Eni chatak rangili chāl, hare man prānne;

Kāju motide jadit katār, kamar kasi lidhalo,

Nirkhi Brahmanand ke janam sufal māro kidhalo.

Brahmanand Swami’s thunderous voice filled the sky. Everyone wished that time would cease. Maharaj realized everyone’s wish and said, “Shri Krishna one night last six months; but we will give you the bliss of six months in one night. Do not worry. I have opened the gateway to Akshardham. Whoever participates in this festival will not have to go to any other lower lok.”

In other references, it is noted that Brahmanand Swami sang the kirtan ‘Heli jone ā Dharma-kumār re saluno shobatā..’

[Bhagwan Swaminarayan: Part 4/273]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase