home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) હરિગુણ ગાતાં દુરિજનિયાનો ધડક ન મનમાં ધારીએ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

હિંમતનું કીર્તન

ઈડરના મહારાજા સાહેબ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓ અહીં અવારનવાર દર્શને આવતા અને સ્વામીશ્રી પ્રત્યે ખૂબ સદ્‌ભાવ રાખતા. સ્વામીશ્રી પ્રસાદીના હાર આપે તે ઘરે લઈ જાય, ગુલાબની એક પણ પાંખડી નીચે પડવા ન દે. આજે સ્વામીશ્રીએ તેમને જમવાનું ખાસ આમંત્રણ આપ્યું.

“શું જમશો?” સ્વામીશ્રીએ પૂછ્યું.

“ઓર્ડિનરી.”

સ્વામીશ્રીએ બે-ત્રણ વાર પૂછ્યું. પછી સંતોને સૂચના આપી. તે પ્રમાણે ઢાંકી રાખવા કહ્યું અને સાથે ત્રણ-ચાર માણસોને પણ લાવવા કહ્યું.

હરિભક્તો પાસે સત્સંગની વાતો કરાવી. સંતો પાસે ‘હરિગુણ ગાતાં...’ એ કીર્તન ગવરાવ્યું. સ્વામીશ્રીને આરામનો સમય થઈ ગયો હતો, એટલે સંતોએ કીર્તન અડધેથી બંધ રાખ્યું. સ્વામીશ્રીએ એ કીર્તન પૂરું ગવરાવ્યું.

પછી એનો મહિમા સમજાવતાં કહ્યું, “આ કીર્તન રોજ કેમ ગવરાવીએ છીએ, ખબર છે? શાસ્ત્રીજી મહારાજ બહુ ગવરાવતા. આ હિંમતનું કીર્તન છે. એ વખતે ઘણી મુશ્કેલી. તે શાસ્ત્રીજી મહારાજ સંતોને સમજાવે: ‘વસુદેવ-દેવકીના જેવું ક્યાં આપણે દુઃખ છે? આ કાઢી મૂકે કે મારે, એ દુઃખ ન કહેવાય.’ એમ હિંમત આપી તો મંદિરો થયાં. ને હિંમત ન રાખી હોત તો આવું કાર્ય થાત? ‘હિંમતે મર્દા તો મદદે ખુદા.’ ‘હિંમત સે હરિ ઢૂંકડા, કાયર સે હરિ દૂર.’ હિંમત ન હારવા માટે કીર્તન. કોઈ કામ ઉપાડીએ - ફળીભૂત ન થઈએ, તો પડ્યું ન મૂકવું. શાસ્ત્રીજી મહારાજ બળ આપતા.” પછી આરામમાં પધાર્યા.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫]

Prasang

(1) Hariguṇ gātā durijaniyāno dhaḍak na manmā dhārīe

Sadguru Muktanand Swami

A Kirtan Regarding Courage

The Maharaja of Idar came to see Yogiji Maharaj, as was his usual habit to come once in a while. He had a great liking for Swamishri. He would take all of the garlands given to him home and not let a single petal fall. Today, Swamishri invited him specially to eat.

“What will you eat?” Swamishri asked.

“Ordinary.”

Swamishri asked two or three times. Then, he advised the sadhus accordingly and had the food brought by three or four people.

Then, Swamishri had devotees talk about satsang and had ‘Harigun gātā...’ sung by sadhus. It was Swamishri’s time for rest, so the sadhus stopped singing; but Swamishri had them finish it.

Then, Swamishri explained the importance of the kirtan, “Do you know why we have this kirtan sung everyday? Shastriji Maharaj used to have it sung often. It is a kirtan of courage. At that time, there were many hardships. Shastriji Maharaj would explain to the sadhus: ‘When have we experienced the misery that Vasudev and Devki experienced? When people throw us out or beat us - that is not misery at all.’ In this way, he gave courage, and the fruit of that are these mandirs. If he did not have courage, would he have accomplished all of this? ‘Himmat se Hari dhukalā, kāyar se Hari dur.’ (God remains near those who are brave and far from the cowardly.) This kirtan is so that we do not lose our courage. Whenever we take upon a task and it does not succeed, then do not abandon it. Shastriji Maharaj used to give courage.” Then, Swamishri went to rest.

[Brahmaswarup Yogiji Maharaj: Part 5]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase