કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) સરવે માન તજી શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ
એક રાત્રે યજ્ઞપુરુષદાસજી સ્વામી વિજ્ઞાનદાસજીના આસને તેમની વાતો સાંભળવા બેઠા હતા. સ્વામી વિજ્ઞાનદાસજીએ તરત જ કીર્તન ઉપાડ્યું:
‘સર્વે માન તજી શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ.’
એ કીર્તન બોલી વાત કરી કે, “જેને કલ્યાણ કરવું હોય તેને વર્ણ કે આશ્રમનું માન રાખવું ઘટે નહિ અને નિર્માની થઈ સાચા સત્પુરુષને ઓળખી તેમને સેવી લેવા. સાચા સત્પુરુષ જીવના દોષ હરી, શુદ્ધ કરી, બ્રહ્મરૂપ કરી મૂકે છે. તે સિવાય બ્રહ્મરૂપ થવાનો બીજો ઉપાય છે જ નહિ.”
તે ઉપર બોલ્યા કે –
‘જે સાધુજનનો સંગ કરે, તેના કામાદિક સંતાપ હરે,
તેનું મન લઈ મોહન ચરણે ધરે... સર્વે માન તજી.
પછી વાત કરી, “ભગતજી મહારાજ જેવા સત્પુરુષ આપણને મળ્યા છે. આપણા વિકાર સર્વે ટાળી, શુદ્ધ કરી, મહારાજની મૂર્તિ આપણા અંતરમાં તે પ્રગટ કરી દેશે.”
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૬૨]
Prasang
(1) Sarve mān tajī Shāmaḷiyā sangāthe man dradh bāndhīe
One night, Yagnapurushdasji sat with Vignandasji to listen to his talks. Vignandas Swami started singing:
Sarve mān taji, Shāmaliyā sangāthe man dradh bāndhiye.
Then, he spoke, “One who wants liberation should not keep vanity of their varna or āshram. They should become humble and recognize a true Satpurush and serve him. A true Satpurush will remove the flaws of the jiva, purify him, and make him brahmarup. There is no other option to becoming brahmarup.”
He then sang:
Je sādhu janno sang kare, tenā kāmādik santāp hare,
Tenu man lai Mohan charane dhare... Sarve mān
And then he spoke again, “We have attained a Satpurush like Bhagatji Maharaj. He will destroy all of our faults, purify us, and make Shriji Maharaj’s murti appear in our heart.”
[Brahmaswarup Shastriji Maharaj: Part 1/62]