જ્યાં જુઓ ત્યાં રામજી
૧૯૭૪. તા. ૧૨/૩ની સવારે સ્વામીશ્રીને જાગવામાં અડધા કલાક જેટલું મોડું થઈ ગયેલું. તેઓ જાગ્રત થયા ત્યારે સામે સેવા કરવા સજ્જ થઈને ઊભેલા જગદીશ ભગતે મજાકમાં પૂછ્યું, “સ્વામી! આજે મોડું થયું તે બ્રહ્માંડમાં ફરવા ગયા હતા કે શું?”
“હા” કહેતાં સ્વામીશ્રીએ પણ ગમ્મતનો દોર આગળ સરકાવ્યો.
ત્યારે તે ભગતે પૂછ્યું, “બ્રહ્માંડમાં શું જોયું?”
“ભગવાન.”
‘જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે...’ એ સિદ્ધદશાની વાત સ્વામીશ્રીના મુખેથી સરી પડી.
આમ, સર્વત્ર ભગવાનને જ જોતાં તેઓ સારંગપુરથી ગઢડા પધાર્યા.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૪૩]
