કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) જંગલ વસાવ્યો જોગીએ
તજી જેણે તનડાની આશ જી
૧૯૭૫/૩/૨૫. ગઢડા. સ્વાગત-સભા બાદ મંદિરમાં આરતી ઉતારીને નીચે પધારેલા સ્વામીશ્રી મંદિરના ભંડકિયાના દરવાજે ઓટા પર બિરાજ્યા. અહીં એક હરિભક્ત પોતાને ચડેલો તાવ ઊતરી જાય તેવા આશીર્વાદ લેવા આવ્યા ત્યારે સ્વામીશ્રી બોલ્યા, “મારો તાવ તમને આવ્યો કે શું?” પછી ઘટસ્ફોટ કરતાં કહ્યું, “સવારથી મને તાવ જેવું લાગતું હતું. બપોરે સાડા ત્રણ વાગ્યે જાગી ગયો, પણ શરીર ગરમ લાગતું હતું. તેથી પાછો સૂઈ ગયો. પણ સભા થવાની હતી એટલે ઊઠી ગયો.” તેઓ આમ બોલ્યા ત્યારે સૌને ખ્યાલ આવ્યો કે બીમારી સવારથી જ સ્વામીશ્રીને રગડી રહેલી છે, છતાં તેઓ તેને તાબે થયા વિના કાર્ય કરી રહેલા.
‘દુઃખી દેખી આ દેહને, રહે રાજી તે મનજી; અનરથનું આગાર છે, એમ જાણી ન કરે જતનજી...’ની શૈલી સ્વામીશ્રીને સહજ હતી. તેઓ અત્યારે બીમારીનું બયાન કરી રહેલા તે સમયે પણ તેઓના શરીરનું તાપમાન તો ઠર્યું જ નહોતું.
તેથી તેઓ અહીંથી ઉતારામાં પધાર્યા ત્યારે સૌને હતું કે સ્વામીશ્રી હવે ભોજન લઈને આરામ કરશે. પરંતુ તેઓ તો ઠાકોરજી જમાડ્યા બાદ વલ્લભીપુર અને નાના ઝીંઝુડાના યુવક મંડળની સભામાં રાત્રે સાડા દસ વાગ્યા સુધી બિરાજ્યા!
આ સભા પૂર્ણ થયા પછી કોઈ કાર્યક્રમ ન હોવાથી હવે તો દરેકને ખાતરી જ હતી કે: “સ્વામીશ્રી પોઢી જશે, કારણ કે સવારથી તેઓ તાવમાં કણસી રહ્યા છે.” પરંતુ સૌની આ ગણતરી ઊંધી વળી ગઈ અને સ્વામીશ્રી તો રાત્રે એક સવા વાગ્યા સુધી કાર્યરત રહ્યા! તે વખતે સૌનાં હૈયાં પોકારી ઊઠ્યાં: ‘ધન્ય ધન્ય એ ત્યાગ-વૈરાગ્યને, તજી જેણે તનડાની આશ જી...’
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૩૮]
Prasang
(1) Jangal vasāvyo jogīe
March 25, 1975. Gadhada. After the welcome sabhā held after Swamishri Pramukh Swami Maharaj’s first visit abroad, Swamishri sat on the veranda after ārti. One devotee came for blessing so that his fever would subside. Swamishri said, “Did my fever transferred to you?” Then, Swamishri revealed, “Since morning, I felt a fever coming. I woke up at 3:30 pm and my body seemed hot. I went back to sleep. But since there was an assembly, I got up.” Everyone realized that Swamishri was ill when he said this; yet, Swamishri continued on.
When Swamishri went back to his room, everyone thought he would rest. However, after eating dinner, he left for the yuvak mandal sabhā in Vallabhipur and Nānā Zinzudā. He stayed there till 10:30 pm.
After the sabhā ended, there were no programs afterward. Everyone thought Swamishri would certainly rest now. Swamishri actually remained active till 1:30 am. Everyone realized Swamishri’s detachment to his body according to Nishkulanand Swami’s kirtan words: ‘Dhanya dhanya e tyāg vairāgyane, taji jene tanadāni āsh ji...’. (How fortunate is his renunciation; he who has renounced all expectations of the body.)
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/38]