કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) મારા વા’લાજી શું વા’લપ દીસે રે
વિ. સં. ૧૯૯૮, દ્વિતીય જેઠ સુદ ૧૧ના (૨૪/૬/૧૯૪૨, બુધવાર) દિવસે શાસ્ત્રીજી મહારાજ મુંબઈ પધારેલા. તે વખતે પ્રમુખસ્વામી મહારાજ પણ સાથે હતા. અહીં સૌ શિવનારાયણ નેમાણીની વાડીમાં રોકાયેલા. આ રોકાણ દરમ્યાન શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને મુક્તાનંદ સ્વામી રચિત ‘સુખદાયક રે, સાચા સંતનો સંગ...’ ચોસર સ્વહસ્તે લખીને આપેલી અને તેનો મુખપાઠ કરવાની આજ્ઞા કરેલી. સ્વામીશ્રીએ તે જ દિવસે તેનો મુખપાઠ કરી દીધેલો.
આ ઉપરાંત ‘દરદ મિટાયા મેરે દિલ કા...’, ‘ક્યા તન માંજતા રે...’, ‘મારા વા’લાજી શું વા’લપ દીસે રે...’ વગેરે પદો પણ તે પુસ્તક ખોલ્યા વગર લલકારતા. તે જોતાં તેઓએ કરેલા મુખપાઠનો ભંડાર સારો એવો વિશાળ હશે તેનો ખ્યાલ આવતો.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧]
Prasang
(1) Mārā vā’lājī shu vā’lap dīse re
June 24, 1942 (Tuesday). Shastriji Maharaj arrived in Mumbai. Pramukh Swami Maharaj was with him. They stayed at the Shivnarayan Vadi. Shastriji Maharaj gave Pramukh Swami Maharaj the 4-verse chosar ‘Sukh-dāyak re sāchā santno sang...’, which he handwrote himself, to memorize. Pramukh Swami Maharaj memorized it the same day.
In addition, Pramukh Swami Maharaj also sang ‘Darad mitāyā mere dilkā’, ‘Kyā tan mānjatā re’, ‘Mārā vā'lāji shu vā'lap dise re’ and other such kirtans without needing a book. This shows how vast Pramukh Swami Maharaj’s memory must be.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1]
પ્રસંગ
(૨) મારા વા’લાજી શું વા’લપ દીસે રે
આ કીર્તન શાસ્ત્રીજી મહારાજનું અંગનું હતું તે આ પ્રસંગથી જણાઈ આવે છે:
અમદાવાદમાં ભગતજી શણગારનાં દર્શન કરી મહારાજનાં દર્શને પધાર્યા, એટલે ત્યાં સભા થઈ ગઈ. મહારાજે તેમને ગાદી-તકિયે બેસારી હાર આપ્યો અને કહ્યું, “તમારા જેવા કોઈ બળવાન પુરુષ દીઠા નથી. એક મહિનાથી બધા ભેગા છે પણ નિત્યે નવીન ને નવીન જ શ્રદ્ધા! આ તે શું કહેવાય!” એમ ભગતજીની બહુ જ પ્રશંસા કરી.
પછી ભગતજી કહે, “આજ પોતપોતાના અંગનાં કીર્તનો બોલો.”
ત્યારે સ્વામીશ્રી ‘મારા વહાલાજી શું વહાલપ દીસે રે, તેનો સંગ કેમ તજીએ’ એ કીર્તન બોલ્યા. વસોવાળા પુરુષોત્તમદાસ તથા ઝવેરીલાલ ‘સંતજન સોઈ સદા મોહે ભાવે,’ જેઠાલાલ ‘મોહન તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે, એક નિમિષ ન મેલું ન્યારી’ એ મુક્તાનંદ સ્વામીનું કીર્તન બોલ્યા.
પછી ભગતજીએ સ્વામીશ્રીને કહ્યું, “તમે થોડી વાતો કરો.” પછી મહારાજે પણ તેમને વાતો કરવાની આજ્ઞા કરી.
મહારાજની અને ભગતજીની આજ્ઞા થઈ એટલે સ્વામીશ્રીએ વાત કરી:
“धर्मस्त्याज्यो न कैश्चित्स्वनिगमविहितो वासुदेवे च भक्ति-र्दिव्याकारे विधेया सितघनमहसि ब्रह्मणैक्यं निजस्य ॥ ... धार्मिको नीलकण्ठः ॥”...
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧//૧૬૩]
Prasang
(2) Mārā vā’lājī shu vā’lap dīse re
This kirtan was Shastriji Maharaj’s favorite, as shown by this incident.
In Amdāvād, Bhagatji Maharaj did the darshan of Thakorji’s shangār, then went for (Acharya) Maharaj’s darshan. People gathered for a sabhā. Maharaj sat Bhagatji on a cushioned seat with pillows, gave him a garland, and said, “I have not seen such a powerful Purush as you. For one month, people have been with you, yet their faith is renewed each day. What else can be said of this!” Maharaj greatly praised Bhagatji with these words.
Then, Bhagatji Maharaj requested, “Now, everyone sing their favorite kirtans.”
Then, Swamishri Shastriji Maharaj sang the kirtan ‘Mārā vahālāji shu vhālap dise re, teno sang kem tajiye’. Purushottamdas and Jhaverilal of Vaso sang ‘Santjan soi sadā mohe bhāve’, Jethalal sang ‘Mohan tāri murti lāge chhe mune pyāri, ek nimish na melu nyāri’.
Then, Bhagatji Maharaj asked Swamishri to speak. Maharaj also commanded Swamishri to speak. Abiding by their command, Swamishri spoke...
[Brahmaswarup Shastriji Maharaj: Part 1/163]