home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) સંત સુખી સંસારમેં ઉદ્ધવ મેરો

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

એક વાત યાદ રાખવી

આંબલીવાળી પોળમાં રહેતા જયંતભાઈ ટાંક શાસ્ત્રીજી મહારાજના સમયથી બાળપણથી જ સત્સંગી. મોટા થતાં સ્વામીશ્રીએ તેમને સાધુ થવા કહ્યું હતું, પણ સંજોગોવશાત્ ન થઈ શક્યા. તેઓ અહીં સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. સ્વામીશ્રીએ અચાનક તેમનો હાથ પકડી નજીક ખેંચ્યા. સ્વામીશ્રીની હેત કરવાની આ આગવી રીત હતી. જયંતભાઈ તો આનંદિત થઈ ગયા. સ્વામીશ્રી કહે, “મારી આટલી આજ્ઞા પાળો.”

એકાએક નીકળેલા સ્વામીશ્રીના આ ઉદ્‌ગારોથી તેમને ઘણું આશ્ચર્ય થયું, છતાં બોલાઈ ગયું, “ભલે, બાપા! કઈ આજ્ઞા પાળું?”

“બે વરસ સુધી બધું મેળાવીને ખાવું.”

“એવી રીતે ખાઈશ.”

“કોઈ નારી જાતિ - છોકરી કે સ્ત્રીને અડવું નહિ. અડી જવાય તો ઉપવાસ કરવો.”

“પણ, બાપા! હું તો શિક્ષક છું. તે મારી પાસે તો છોકરા-છોકરી બધાં ભણવા આવે. એટલે અજાણતાં પણ અડી જવાય. ખ્યાલ ન રહે.”

“તો જાણીને તો અડવું જ નહીં.” સ્વામીશ્રીએ તોડ કાઢ્યો.

તેઓ સાધુ તો ન થયા, પણ આ રીતે સાધુતાના માર્ગે ચાલે એવા જ કોઈ આશયથી સ્વામીશ્રીએ કહ્યું હશે. પ્રસંગે પ્રસંગે જીવને શુદ્ધ કરી, ભક્તત્વ અર્પતા સ્વામીશ્રીનો એકમાત્ર અભિપ્રાય રહ્યો હતો કે જીવ કેમ ભગવાનને માર્ગે વળે!

જયંતભાઈને વ્યવહારમાં કોઈ સંકટ આવી પડ્યું. તેઓ મુઝાતા હતા. સ્વામીશ્રીને મળવાની તેમને તીવ્ર ઇચ્છા હતી, પરંતુ સ્વામીશ્રી સભામાં બિરાજ્યા હતા. મોટેરા હરિભક્તો અને અન્ય મોટેરા મહેમાનોથી સભા હકડેઠઠ હતી. પણ સ્વામીશ્રીએ અચાનક જ સેવક પાસે પાણી મંગાવ્યું. તે પીને તરત લઘુ કરવા ઊઠ્યા. સાથે બે સેવકો પણ ટેકો આપવા આવી ગયા.

સભાના ઓરડામાંથી બહાર નીકળતાં જ સ્વામીશ્રીએ એક સેવકનો હાથ છોડી જયંતભાઈને બોલાવી તેમનો હાથ પકડી લીધો. સ્વામીશ્રી બાથરૂમમાં જતા પહેલાં ઊભા રહ્યા. પોતાના હાથમાં રહી ગયેલી માળા સ્વામીશ્રીએ બેવડી વાળીને જયંતભાઈના કાંડામાં પહેરાવી. અને બાથરૂમમાં ગયા. ઘણી વાર વહાલ વરસાવતાં સ્વામીશ્રી આ રીતે કરતા.

જયંતભાઈને બહાર ઊભાં ઊભાં વિચાર આવ્યો કે: “આ માળા મળી જાય તો સઘળું સંકટ ટળી જાય. દર વખતે સંકટ ટાળવા કામ લાગે!”

એવામાં સ્વામીશ્રી બહાર આવ્યા અને કહે, “ચાલો.”

બે બાજુ બંને યુવકો ચાલવા લાગ્યા. સભામાં પાછા જવાને બદલે સ્વામીશ્રીએ ત્રીજા જ રૂમમાં પ્રવેશ કર્યો, જ્યાં લાકડાનો દાદર હતો. સાથેના યુવકને ખસેડી સ્વામીશ્રી જયંતભાઈને ઉપર લઈ ગયા. પછી કહે, “તમારે માળા જોઈએ છે ને!”

જયંતભાઈ તો અવાક્ થઈ ગયા. હાથ જોડાઈ ગયા. વિશ્વરૂપ જોયું હોય તેવા ભાવો તેમના હૈયામાં અને આંખોમાં ઊઠવા લાગ્યા.

ત્યાં તો સ્વામીશ્રીએ કહ્યું, “માળા રાખો. તમને આપી! રોજ ફેરવજો, મહારાજ રક્ષા કરશે. પણ એક વાત યાદ રાખવી - જગતમાં કોઈ સુખિયું નથી. ‘રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા...’

પછી હસતાં હસતાં સ્વામીશ્રીએ જયંતભાઈને ધબ્બો આપી, દિવ્ય શાંતિનો અનુભવ કરાવ્યો અને સભામાં પધાર્યા.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]

Prasang

(1) Sant sukhī sansārme Uddhav mero

Sadguru Muktanand Swami

Remember One Thing

Jayantbhai, who lived in Ambalivali Pol, was a satsangi since childhood during Shastrij Maharaj’s time. Swamishri Yogiji Maharaj had asked him to become a sadhu when he was older, but due to circumstances, he was not able to. He came for Swamishri’s darshan. Swamishri suddenly grabbed his hand and drew him near. This was how Swamishri developed a connection of love. Jayantbhai was ecstatic. Swamishri said, “Follow this much of my āgnā.”

Jayantbhai committed, “Okay, Bapa. Which āgnā?”

“For two years, mix your food with water before eating.”

“I will eat as you say.”

“Do not touch any women. If you do, fast that day.”

“But, Bapa. I am a teacher. Both boys and girls come to learn. Unknowingly, I may touch them.”

“Then do not touch knowingly.” Swamishri offered a solution.

Even though he did not become a sadhu, that he may walk the path of a sadhu, Swamishri must have given these āgnās to him. Swamishri wanted the jiva to walk the path of God in any way possible.

Jayantbhai encountered some hardship in his familial life. He experienced frustration. He was eager to meet Swamishri; however, Swamishri was in sabha. Many senior devotees and some important guests were present in the full sabha. Swamishri suddenly asked his servant sadhu for water. He drank water and went to the bathroom. Two sevaks came to hold his hands in support.

Exiting the sabha hall, Swamishri let go of one of the sevak’s hand, called Jayantbhai, and stood there before going to the bathroom. Swamishri folded the mālā he was carrying in his hands and put it around Jayantbhai’s wrist. Then, he went in the bathroom.

While waiting for Swamishri to come out, Jayantbhai thought if he had this mālā, then all his troubles would disappear. This mālā would be helpful in all troubles.

Swamishri came out and said, “Let’s go.”

Instead of going back to the sabha hall, Swamishri entered a third room where there were wooden steps. Swamishri let go of the two yuvaks’ hands and took Jayantbhai upstairs. Swamishri said, “You want this mālā?”

Jayantbhai was speechless. He naturally folded his hands. His heart filled with joy.

Swamishri said, “Keep this mālā. I give it to you. Turn it daily and Maharaj will protect you. But remember one thing: No one is happy in this world. Rājā bhi dukhiyā, rank bhi dukhiyā...

Then Swamishri patted Jayantbhai on the back laughing and returned back to sabha.

[Brahmaswarup Yogiji Maharaj: Part 2]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase