કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ
તા. ૮-૧૦-૨૦૧૬, ભાવનગર. આજે સાયંસભામાં કીર્તન આરાધના રાખવામાં આવી હતી. આ પ્રસંગે વાતરૂપી કીર્તન બોલતાં મહંત સ્વામી મહારાજે કહેલું કે: “પરમહંસો કે જેમણે કીર્તન બનાવ્યાં તે સાક્ષાત્ અનુભૂતિ કરતા’તા. બીજા કવિઓ ગમે તેટલી કલ્પના કરે તે કલ્પના જ રહે છે. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. બીજા બધા કવિ ખરા, પણ અનુભવી નહીં.
“પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ગતિ પછી પણ આજે દિવ્ય અનુભવો ચાલુ છે. આપણે રોકડું છે, પ્રત્યક્ષ છે. ઉધારો નથી. ‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વાર નરનારી...’ સ્વામીબાપા ગયા જ નથી. બીજા સ્વરૂપે આપણે અનુભવ કરીએ છીએ. માટે બળમાં રહેવું, હિંમત રાખવી, ભજન-ભક્તિ કરવી અને જે છે તેના કરતાં સવાયું કરી બતાવવું.”
[બ્રહ્મના સંગે/૧૮]
Prasang
(1) Jene joīe te āvo mokṣha māgvā re lol
October 8, 2016. Bhavnagar. During the evening sabhā, a kirtan ārādhanā was held. Mahant Swami Maharaj sang a tune of his own in the form of a discourse, “The paramhansas who wrote the kirtans experienced first-hand what they sang. Other poets imagine (what they write about); and that is simply that - imagination. What the poets cannot reach, an experienced person reaches. The others are poets but they do not have experience.
“After Pramukh Swami Maharaj reverted to Akshardham, the divine experiences still continue. We have the actual cash (i.e. we are not owed any money). We have the manifest form of God. ‘Jene joie te āvo moksha māgavā re lol, āj Dharma-vanshine dwār narnāri...’. Swami Bapa has not left. We experience him in another form. Therefore, remain courageous, keep strength and engage in devotion. Do twice as much.”
[Brahmana Sange, 18]