કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) સાચા સાધુ રે સુંદર ગુણધામ
‘લોભ તજી હરિને ભજે’
બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી થયો. આ સમૈયામાં કોસિન્દ્રાના રતિલાલ માસ્તર આવ્યા હતા. તેમનાં ફોઈએ યોગી મહારાજ માટે પાપડ મોકલ્યા હતા. રતિલાલભાઈ યોગી મહારાજ પાસે ગયા. પગે લાગીને પાપડનું પડીકું આપવા માંડ્યું. યોગી મહારાજે તેમને કહ્યું, “આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ બિરાજે છે, એમને આપો. અમારાથી ન લેવાય.”
રતિલાલભાઈએ ખૂબ આગ્રહ કર્યો, પરંતુ યોગી મહારાજ ન માન્યા અને રતિલાલભાઈને શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ ગયા અને પાપડ ભેટ મુકાવ્યા.
યોગી મહારાજમાં શુદ્ધ નિષ્કામ ધર્મ અને અનાસક્તિરૂપ વૈરાગ્ય અનન્ય હતા. ગુરુભક્તિ એવી દૃઢ કે ગુરુ બિરાજ્યા હોય ત્યારે પોતાના માટે કોઈપણ ભેટ આવે તે ન સ્વીકારતા અને ગુરુને જ અર્પણ કરવા ભક્તોને કહેતા.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧]
Prasang
(1) Sāchā sādhu re sundar guṇdhām
The Sant Worships God Having Renounced Greed
The Guru Purnima festival was celebrated with great fanfare in Bochasan. Ratilal Master (of Kosindra) was present for the samaiyo. His foi (paternal aunt) had sent some pāpad to give to Yogiji Maharaj. Ratilalbhai went to Yogiji Maharaj to give him the packet. Yogiji Maharaj said, “Our guru Shastriji Maharaj is present so give the packet to him. I cannot take this.”
Ratilalbhai urged Yogiji Maharaj to take it but Yogiji Maharaj would not give in to his request. Ratilalbhai then went to Shastriji Maharaj to give him the packet of pāpad.
Yogiji Maharaj’s vow of nishkām dharma was pure. His lack of desires and his detachment were unparalleled. His devotion to his guru was so firm that he never accepted anything brought for him when his guru was present. He always asked that what has been brought be given to Shastriji Maharaj instead.
[Brahmaswarup Yogiji Maharaj: Part 1]
પ્રસંગ
(૨) સાચા સાધુ રે સુંદર ગુણધામ
વિ. સં. ૧૯૯૮, દ્વિતીય જેઠ સુદ ૧૧ના (૨૪/૬/૧૯૪૨, બુધવાર) દિવસે શાસ્ત્રીજી મહારાજ મુંબઈ પધારેલા. તે વખતે પ્રમુખસ્વામી મહારાજ પણ સાથે હતા. અહીં સૌ શિવનારાયણ નેમાણીની વાડીમાં રોકાયેલા. આ રોકાણ દરમ્યાન શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને મુક્તાનંદ સ્વામી રચિત ‘સુખદાયક રે, સાચા સંતનો સંગ...’ ચોસર સ્વહસ્તે લખીને આપેલી અને તેનો મુખપાઠ કરવાની આજ્ઞા કરેલી. સ્વામીશ્રીએ તે જ દિવસે તેનો મુખપાઠ કરી દીધેલો.
આ ઉપરાંત ‘દરદ મિટાયા મેરે દિલ કા...’, ‘ક્યા તન માંજતા રે...’, ‘મારા વા’લાજી શું વા’લપ દીસે રે...’ વગેરે પદો પણ તે પુસ્તક ખોલ્યા વગર લલકારતા. તે જોતાં તેઓએ કરેલા મુખપાઠનો ભંડાર સારો એવો વિશાળ હશે તેનો ખ્યાલ આવતો.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧/૭૧]
Prasang
(2) Sāchā sādhu re sundar guṇdhām
June 24, 1942 (Tuesday). Shastriji Maharaj arrived in Mumbai. Pramukh Swami Maharaj was with him. They stayed at the Shivnarayan Vadi. Shastriji Maharaj gave Pramukh Swami Maharaj the 4-verse chosar ‘Sukh-dāyak re sāchā santno sang...’, which he handwrote himself, to memorize. Pramukh Swami Maharaj memorized it the same day.
In addition, Pramukh Swami Maharaj also sang ‘Darad mitāyā mere dilkā’, ‘Kyā tan mānjatā re’, ‘Mārā vā'lāji shu vā'lap dise re’ and other such kirtans without needing a book. This shows how vast Pramukh Swami Maharaj’s memory must be.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1/71]