કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) પોતે પરબ્રહ્મ રે સ્વામી સહજાનંદ
તા. ૧૯૭૭/૧૧/૧ના રોજ પ્રમુખસ્વામી મહારાજ લેક બોગારીઆને પાવન કરવા પહોંચ્યા. અહીં કુદરતી રીતે જ જમીનમાંથી ઉછાળા મારતું ગંધકયુક્ત ગરમ પાણી નીકળે છે. સ્વામીશ્રીએ સત્સંગમાં જે જે સંતો-ભક્તો માંદા હોય એમના રોગ નીકળી જાય તે માટે બાફ લેતાં-લેતાં અડધો કલાક સુધી ધૂન કરાવી! તેથી કો’ક રમૂજમાં બોલ્યું, “ધૂન બહુ ચાલી.”
“બ્રહ્માંડના રોગ ટાળવા છે. બહુ દેશ ફર્યા તેના રોગ ટાળવા છે.” સ્વામીશ્રીએ જણાવ્યું.
ધૂન બાદ સ્વામીશ્રીએ કીર્તન ગાવાની આજ્ઞા કરતાં સંતોએ ‘પોતે પરબ્રહ્મ રે, સ્વામી સહજાનંદ...’ પદ ઉપાડ્યું. પછી સૌની વિનંતીથી બાફમાં રાહત પમાડે તેવી અમીવર્ષા કરતાં સ્વામીશ્રીએ કહ્યું:
“આ બાફ લીધો એટલે શરીરના રોગ નીકળી જાય. આપણે ભજન કર્યું એટલે અંતરનો રોગ પણ નીકળી જશે. પ્રબળ પ્રતાપ શું? પોતે તપ કર્યું ને સુખ આપણને આપ્યું. શ્રીજીમહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે કેટલો દાખડો કર્યો! અત્યારે દુઃખ નથી. મનમાં દુઃખ છે. તે સત્સંગમાં ટળશે. બીજે નહીં ટળે. ‘ભગવાનને રાજી કરવા છે’ એવું બળ રાખીશું તો ટળશે. એવા પુરુષ સાક્ષાત્ મળ્યા ને જોગમાં પડ્યા છીએ તો શરીરના-મનના રોગ નીકળી જશે. પણ પડ્યા રહેવું પડે.
“અહીં એવો શુભ સંકલ્પ કરીએ કે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સર્વત્ર પ્રસરે. દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઊજવાઈ જાય. દુનિયામાં સ્વામિનારાયણનું નામ ગાજતું થઈ જાય. બધાના જીવમાં મહારાજ બેસી જાય. સંતો નાના છે પણ મોટા છે. નવા છે પણ જૂના છે. જ્ઞાન-સમર્પણ કરીને વૃદ્ધ છે. યુવકો પણ દેશ-પરદેશમાં બળિયા છે.”
આમ, એક કલાક સુધી બ્રહ્મકુંડના કાંઠે વાત-તાપનું સુખ લઈ સૌ ઊઠ્યા.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૪૮૫]
Prasang
(1) Pote Parabrahma re Swāmī Sahajānand
November 1, 1977. In the morning, Pramukh Swami Maharaj went to Lake Bogoria. Here, there are many hot water springs. Swamishri remembered all the devotees who suffered from their disease and prayed that they are cured. While taking a steam bath in the hot water springs, he did dhun for 30 minutes. Someone joked, “This dhun is lasting a long time.”
“I want to cure everyone in the whole brahmānd of their disease. We traveled in many countries. I want to cure all of the people’s disease.” Swamishri said.
Swamishri then requested a kirtan be sung. The sadhus sang ‘Pote Parabrahma re, Swami Sahajanand...’. Then, Swamishri spoke:
“While we bathed in the steam, the body is cured of disease. And because we did bhajan, the jiva is cured of disease. What is prabal pratāp (referring to Maharaj using his powers)? He (Maharaj) performed austerities and gave us bliss. Look at the efforts of Shriji Maharaj, Shastriji Maharaj, Yogiji Maharaj. There is no misery today. The misery is in the mind. That will be cured by satsang, not elsewhere. If we have the determination that we want to please God, then we will be cured. We have met such a Purush, so the body and the mind will be cured of disease. We have to remain with him.
“Let’s make a pure wish that the knowledge of Akshar-Purushottam spreads everywhere, the Diwshatabdi Mahotsav is celebrated with great fanfare, the whole world resounds with the name of Swaminarayan, and Maharaj resides in all of the jivas. The sadhus are young but they are great. They are new, but they are old (wise). They are senior in terms of gnān and sacrifice. The youths in all of the countries are also strong.”
Swamishri spend one hour giving bliss.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/485]