home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) સુખની સીમા રે ગઢપુર વાસી માણે

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

શ્રીહરિ નેતરાં તાણે રે

શ્રીજીમહારાજે પોતાના ઉત્તમ ભક્તોને, તેમની ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને અનેક સ્મૃતિઓ આપી છે. તેમણે બાઈભક્તોના સંકલ્પો અને મનોરથો પણ વિશેષ રીતે પૂરા કર્યા છે, તેમને કાયમ સ્મૃતિ રહે તેવી અનેક લીલાઓ કરી છે.

શ્રીહરિની માળાના મણકામાં આવી ગયેલા ભક્ત સૂરાખાચર લોયા અને નાગડકાના દરબાર હતા. તેમને શાંતાબા નામનાં પત્ની હતાં. તેમને નાથાભાઈ અને વાલીબાઈ નામનાં બે સંતાન હતાં. નાની વયમાં જ લગ્ન વિધિથી જોડાયેલાં આ દંપતીને શ્રીજીમહારાજ અને તેના સંતોની સેવા અને સત્સંગનો અનોખો રંગ લાગ્યો હતો.

એક વખત સંતો-પાર્ષદોને સાથે લઈને શ્રીહરિ લોયા પધાર્યા હતા. ત્યારે એક દિવસ સવારના પહોરમાં શાંતાબા દહીં વલોવવા માટે સામે બીજી સ્ત્રીની રાહ જોઈ રહ્યાં હતાં. શ્રીહરિએ કહ્યું, “શાંતાબા! કોની રાહ જુઓ છો?”

શાંતાબાએ કહ્યું, “મહારાજ! ગોરસનું વલોણું કરવું છે, તે દાસી આવે ત્યારે વલોણું કરીએ. એમ ધારીને તેની રાહ જોઉં છું.”

શ્રીહરિ કહે, “દાસીનું શું કામ છે? ચાલો, અમે મદદ કરીએ.” એમ કહીને શ્રીહરિ ઊભા થયા અને વલોણાની ગોળી પાસે જઈને રવૈયાનાં નેતરાંને તાણીને વલોણું કરવા માંડ્યા! દહીંમાંથી માખણ તૈયાર થાય ત્યાં સુધી સતત વલોણું કરવાથી શ્રીહરિ પરસેવાથી રેબઝેબ થઈ ગયા.

વલોણું પૂરું થયું એટલે શાંતાબાએ છાશમાંથી માખણ તારવ્યું. તેનો એક મોટો વાડકો ભર્યો. તે માખણમાં સાકર ભેળવી શ્રીહરિને તે વાડકો આપ્યો અને કહ્યું, “લો, આપ આ માખણ જમો.”

તેમનો ભાવ જોઈને શ્રીહરિ તે માખણ ભાવથી જમ્યા. અને કહ્યું, “શાંતાબા! તમે અમારી ખૂબ સેવા કરી છે. અમે તમારી ઉપર પ્રસન્ન છીએ. તમારી કાંઈ ઇચ્છા હોય તો કહો.”

શાંતાબાએ કહ્યું, “મહારાજ, તમારી કૃપાથી અમારે બધું જ છે, પરંતુ મારી પૂજામાં તમારાં ચરણારવિંદ નથી. તમે કૃપા કરીને ચરણારવિંદ મને પાડી આપો, તો તે ચરણારવિંદ મારી પૂજામાં હું રાખું અને તેની પૂજા કરું.”

તેમના ભક્તિભાવથી શ્રીજીમહારાજ પ્રસન્ન થઈ ગયા. અને તેમને ચરણારવિંદ પાડી આપ્યાં.

[સ્વામિનારાયણ બાળપ્રકાશ, એપ્રિલ ૨૦૧૭]

Prasang

(1) Sukhnī sima re Gaḍhpur vāsī māṇe

Sadguru Muktanand Swami

Shriji Maharaj has given many memories that are cherished by his greatest devotees. He has even fulfilled the wishes of his female devotees in special ways. He has performed many divine lilās that they would never forget.

One of the devotees that were in Maharaj’s mālā was Surā Khāchar, the darbā of Loyā and Nāgadkā. His wife was Shāntābā. They has two children: Nāthābhāi and Vālibāi. They had married at a young age and they were colored with the colors of satsang. They served Shriji Maharaj and his sadhus many times.

Once, Shriji Maharaj arrived in Loyā with his sadhus and pārshads. One morning, Shāntābā was waiting for another woman to arrive so she can churn the buttermilk. Maharaj asked, “Shāntābā, who are you waiting for?”

Shāntābā replied, “Maharaj, I want to churn this buttermilk. When my servant arrives, we can churn together.”

Maharaj said, “There’s no need for a servant. I’ll churn with you.” He stood up, went to the churning pot, and grabbed the ropes that wrapped around the barrel that spun to churn the buttermilk. Maharaj churned until mākhan was ready from the buttermilk. He was covered with perspiration.

Shāntābā collected the mākhan, added sugar to it, and served Maharaj. Seeing her love, Maharaj ate the mākhan. Maharaj said, “Shāntābā, you have served me well. Ask for whatever you wish.”

“Maharaj, because of your grace, we have everything. However, I am lacking the imprints of your charanārvind (holy feet) in my puja. Please give me the imprints of your feet so I can keep them in my puja for daily worship.”

Pleased with her wish, Maharaj gave her the imprints of his holy feet.

[Swaminarayan Bal Prakash, April 2017]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase