કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) આવતા ક્યોં નહીં વે સામલડા
ભાદરોડ. એક વખત ભગતજીએ મહાપુરુષદાસજીને કહ્યું, “કીર્તનો બોલો.” ત્યારે તે બ્રહ્માનંદ સ્વામીનાં કીર્તનો, ‘લગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી તો લગાડી’ ભગતજીની મૂર્તિ સામું જોઈ બોલ્યા. પછી ભગતજી મંદ મંદ હસતાં હસતાં આનંદ આપતાં બોલ્યા, “એ સુખની શી વાત! એ તો જેણે એ સુખ અનુભવ્યું હોય તે જ જાણે અને તેને જ સુખ આવે!”
પછી યજ્ઞપુરુષદાસજીને બોલવાનું કહ્યું. એટલે તે બોલ્યા, ‘પિયા મોરા પ્યારા મોહન મતવાલા.’ ત્યાર પછી બીજું કીર્તન ‘આવતા ક્યું નહિ વે શામલડા.’ ત્યાર પછી ‘જાનતા ક્યું નહિ વેં હમારી પીર.’ એ કીર્તન બોલ્યા.
ત્યારે ભગતજી હસ્યા અને કહ્યું, “જાણશે ત્યારે ખાખરો ખંખેરશે અને ખબર પડશે.”
તે સાંભળી યજ્ઞપુરુષદાસજી હસ્યા અને જવાબમાં બીજું કીર્તન બોલ્યા, ‘તોરી મોરી પ્રીત ન છૂટે રે.’
ભગતજી યજ્ઞપુરુષદાસજીનો પોતા પ્રત્યેનો અત્યંત ભાવ જોઈ, ઘણા જ રાજી થયા અને બોલ્યા, “આ કીર્તનો તો બહુ ભારે છે. માટે ફરીથી બોલો.” એમ યજ્ઞપુરુષદાસજી પાસે આ કીર્તનો ચાર વાર બોલાવ્યાં અને પોતે પણ તે ઉપર નિરૂપણ કર્યું. એમ મોડી રાત્રી સુધી છતી દેહે અક્ષરધામના સુખનો સાક્ષાત્ અનુભવ સહુને કરાવ્યો.
આમ, સાધુમંડળને ભગતજીએ કથાવાર્તા, કીર્તન અને ધ્યાનથી અખંડ સુખિયા કરી દીધાં. ભગતજીની વાતોથી સૌ સંતોને અંતઃકરણમાં અપાર શાંતિ થઈ જતી અને મહારાજના પ્રગટ સંબંધના સુખનો અનુભવ થતો.
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૧૨૮]
Prasang
(1) Āvtā kyo nahī ve Sāmalḍā
Bhādrod. Once, Bhagatji Maharaj asked Mahāpurushdāsji to sing a kirtan. He sang Brahmanand Swami’s kirtan ‘Lagādi te priti lāl re, pritaldi to lagādi’ while facing Bhagatji Maharaj. Bhagatji laughed and said, “What can be said of that bliss! One who has experience such bliss will know and experience that bliss.”
Then, he asked Yagnapurushdāsji (Shastriji Maharaj) to sing. He sang ‘Piyā merā pyārā mohan matvālā’. Then, he sang ‘Āvatā kyu nahi ve shāmaldā’. Lastly, he sang ‘Jānatā kyu nahi ve hamāri pir’. (Why does he not know our suffereing?)
Bhagatji laughed and said, “When he tests your love, then you’ll know.”
In response, Yagnapurushdāsji sang ‘Tori mori prit na chhute re.’
Bhagatji Maharaj saw Yagnapurushdasji’s love for him, was pleased with him and said, “These kirtan are moving. Sing them again.” He had Yagnapurushdasji sing these kirtans four times and he explained the meaning of these kirtans. In this manner, Bhagatji gave them the bliss of Akshardham by talking to them late in the night.
Bhagatji pleased the sadhu mandal with kathā, kirtan, and meditation. Everyone felt peace in their heart listening to Bhagatji Maharaj and experienced the bliss of Maharaj manifest through him.
[Brahmaswarup Shastriji Maharaj: Part 1/128]