home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) 1-915: ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે

જેરામ બ્રહ્મચારી

તા. ૨૦/૩/૨૦૦૦ના રોજ પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં સારંગપુર ખાતે ઊજવાયેલા ફૂલદોલોત્સવ પ્રસંગે સંસ્થાના ૧૫ સંતો બોચાસણથી છપૈયા સુધીની ૧,૩૪૦ કિ.મી.ની પદયાત્રા પૂર્ણ કરી અહીં પહોંચેલા. આ યાત્રાનાં પ્રારંભ અને પૂર્ણાહુતિમાં મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ પણ રહેલી. તેઓ સહિત સૌ પદયાત્રી સંતો પર સ્વામીશ્રીએ રંગની સાથે પ્રસન્નતા વરસાવી. આ રાજીપાનો રંગ એ ૩૧૦ યુવકો પર પણ ઊડ્યો કે જેઓ રાજકોટથી સારંગપુર સુધીનું ૧૪૦ કિ.મી.નું અંતર ૮૭,૦૦૦ દંડવત્ દ્વારા કાપીને આવેલા.

આવું જ એક ભક્તિઅર્ઘ્ય ધરતાં તા. ૨૩/૩ની સવારે ભાવનગરના હરિભક્ત શ્રી ગોપીનાથભાઈએ શ્રીજીમહારાજનાં પ્રાસાદિક ચરણારવિંદ સ્વામીશ્રીને અર્પણ કર્યાં. તે સમયે તેની પર લખેલું લખાણ મોટેથી વાંચતાં સ્વામીશ્રી બોલ્યા, “આ ચરણારવિંદ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સદ્‍ગુરુ યોગેશ્વરદાસજીએ તેમના શિષ્ય સ્વામી વિજ્ઞાનદાસને આપેલાં તે.”

આ રીતે લેખ વાંચીને સ્વામીશ્રીએ કહ્યું, “સારું, મારા ભૈ! ચરણારવિંદ પાછાં મૂળ એના સ્થાને આવી ગયાં.”

તેઓના આ ઉદ્‍ગારમાંથી ‘એવા ગુણાતીતાનંદ આજ, પ્રગટ ગુરુરૂપ હરિ...’નો નાદ ઊઠી ગયો. તેનો વધુ એક પડઘો આજની પ્રાતઃસભામાં પણ ગાજ્યો.

આ સમયે અમૃતધારા વહાવતાં સ્વામીશ્રી બોલ્યા, “સંપ્રદાયમાં બધા દરરોજ શ્રીજીમહારાજને પ્રાર્થના કરે છે કે, ‘તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અમને થાઓ,’ પણ સમજે નહીં.”

આટલું કહી તેઓએ લોયા પ્રકરણના બારમા વચનામૃતનો સંદર્ભ આપતાં જણાવ્યું, “અષ્ટ આવરણે યુક્ત એવાં જે અનંત કોટિ બ્રહ્માંડ તે અક્ષરના એક રૂંવાડામાં ઊડે છે. અક્ષર જે મહારાજને રહેવાનું ધામ એના એક એક રૂંવાડામાં...”

આમ બોલી પોતાના ડાબા હાથ પરનું એક રૂંવાડું પકડીને સ્વામીશ્રીએ કહ્યું, “આ રૂંવાડું છે ને! તેમાં અનંત કોટિ બ્રહ્માંડ રહે છે. જોઈ લો. બધું દેખાય છે?”

અતિ સહજતાથી સરી પડેલા સ્વામીશ્રીના આ શબ્દોથી સમગ્ર સભા હિલોળે ચડી ગઈ. ‘અષ્ટાવરણે જુક્ત કોટિ અંડ રે, ઊડે એક રોમમાં અખંડ રે; એવું અક્ષરબ્રહ્મનું પડ રે…’ એમ જે ગવાયું છે તે સ્વરૂપ આજે સૌ નયનગોચર કરી રહ્યા.

અલબત્ત, આ સમયે સ્વામીશ્રી “આ તો ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે ને સ્વામીની વાત હતી” એમ કહી પોતાના પરભાવને છુપાવવા ગયા, પણ ‘મોહ ન પામે મનમાં...’ની સ્થિતિ ધરાવતા સંતો-ભક્તો તો સ્વરૂપનિષ્ઠામાં અવિચળ જ રહ્યા.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૯/૧૬૧]

Prasang

(1) 1-915: Chālo santo jāīe Gaḍh Jūne re

Jeram Brahmachari

On March 20, 2000, during the Fuldol festival celebrated in Sarangpur in the presence of Pramukh Swami Maharaj, 15 swamis of the organization arrived after completing a 1,340 km pilgrimage on foot from Bochasan to Chhapaiya. Mahant Swami had also provided his inspiring presence during both the commencement and the conclusion of this journey. Swamishri showered both color and divine pleasure upon all the foot-traveling swamis, including him. This color of joy also spread over 310 youths who had traveled 140 km from Rajkot to Sarangpur by performing 87,000 prostrations.

Offering a similar tribute of devotion on the morning of March 23, a devotee from Bhavnagar, Shri Gopinathbhai, presented the sanctified footprints (charanarvind) of Shriji Maharaj to Swamishri. At that time, while reading the inscription on them aloud, Swamishri said, “These footprints were given by Sadguru Yogeshwardasji, a disciple of Mul Aksharmurti Gunatitanand Swami, to his disciple Swami Vignandas.”

After reading the text, Swamishri remarked, “Good, my brother! The footprints have returned to their original place.”

From these words, the resonance of ‘Eva Gunatitanand aaj, pragat gururup Hari...’ arose. Another echo of this was heard during today’s morning assembly.

While pouring a stream of nectar-like wisdom, Swamishri said, “In the Sampraday, everyone prays to Shriji Maharaj daily, saying, ‘May we attain the highest, unwavering conviction in You,’ but they do not understand.”

Having said this, he referred to the 12th discourse of the Loya section in the Vachanamrut and stated, “Infinite universes, along with their eight barriers, fly about in a single pore of Akshar. Akshar, which is the abode where Maharaj resides—in each and every one of its pores...”

Saying this, Swamishri held a single hair on his left arm and said, “See this hair! Infinite universes reside within it. Look closely. Can you see everything?”

These words, which slipped out from Swamishri with utter naturalness, sent the entire assembly into a surge of spiritual emotion. Everyone was now witnessing the very form described in the verse: ‘Ashtavarane jukt koti and re, ude ek rom-ma akhand re; evu Akshabrahmanu pad re...’.

Of course, Swamishri then tried to hide his divinity by saying, “This is what Gunatitanand Swami spoke of; these were Swami’s talks.” However, the swamis and devotees, possessing a state of being “unmoved by worldly illusion,” remained unshakable in their conviction of his divine form.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 9/161]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

Daily Satsang

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

અક્ષરાનંદ સ્વામીની વાતો

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૫

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

પ્રેરક વ્રત-નિયમના

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૯

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

રટના સહજાનંદની

સ્વામિનારાયણ પ્રકાશ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase