home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે

રસિકદાસ

અસલ હોય તે બોલો

તા. ૧૯૭૬/૫/૬નો દિવસ રાજકોટના રોકાણનો અંતિમ દિવસ હોવાથી પ્રાતઃપૂજામાં ભક્તોની ભીડ ઘણી થયેલી. સૌની આંખો ભમરો બનીને ગુરુના મુખકમળની આસપાસ મંડરાઈ રહેલી. પૂજાની સમાંતરે ચાલતી કીર્તન-ભક્તિ મધુકરના આ રસપાનને વધુ મધુર બનાવતી હતી. તેમાંય ‘શાસ્ત્રીજી મહારાજનો સંગ, ભાઈ મને ભાગ્યે મળ્યો છે...’ કીર્તન ઊપડ્યું ત્યારે તો વાતાવરણ રસમયતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયું. આ કીર્તનની એક પછી એક ગવાતી કડીઓમાં છેલ્લે ગવાયું: ‘યજ્ઞપુરુષનાં દર્શન કરતાં, ચડે છે ચોગણો રંગ...’

સૌએ આ પંક્તિઓ ઝીલી ત્યાં તો ગાયકે શબ્દફેર સાથે એ કડી દોહરાવી કે: ‘નારાયણસ્વરૂપનાં દર્શન કરતાં...’ હજી તો આ પંક્તિ સૌ ઝીલે તે પહેલાં સ્વામીશ્રીએ ગાયકને કહ્યું, “અસલ હોય તે બોલો.”

પોતાના ગુણોને પણ ગુરુનું ઘરેણું માનતા સ્વામીશ્રી ગુરુના ગુણોની માળા તો પોતાના કંઠમાં કેવી રીતે પહેરી શકે! સદા અસલ રીત પ્રમાણે ચાલનારા તેઓએ અસલ ગીત જ ગવડાવ્યું.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૧૯૬]

Prasang

(1) Shāstri Mahārājno sang bhāī mane bhāgye maḷyo chhe

Rasikdas

Say the Original Words

June 5, 1976. On the last day in Rajkot, during Pramukh Swami Maharaj’s morning puja, a large crowd gathered for darshan. Everyone’s eyes were focused on their guru. When ‘Shāstriji Mahārājno sang, bhāi mane bhāgye malyo chhe...’ was being sung, the environment became joyful. At the end of the kirtan, the last line ‘Yagnapurushnā darshan karatā, chade chhe chogano rang...’ was sung.

Everyone echoed the line. The singer than sang the line over with a difference: ‘Nārāyanswarupnā darshan karatā...’ The singer had not even finished singing the line when Swamishri said to the singer, “Sing with the original words.”

Swamishri never liked changing words of kirtans, even if they were in praise of him. He preferred to sing the glory and virtues of his gurus instead.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/196]

 

પ્રસંગ

(૨) શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે

રસિકદાસ

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આ કીર્તનની કડીઓમાં થોડા ફેરફાર કરાવેલા તેનો પ્રસંગ નીચે મૂજબ છે.

તા. ૩/૧૦/૨૦૧૯ના રોજ પ. પૂ. મહંતસ્વામી મહારાજ નૈરોબીમાં બિરાજમાન હતા. પ્રાતઃ સ્નાનાદિક વિધિથી પરવારીને સ્વામીશ્રી સર્વસ્વના ભોજન હૉલમાં પધાર્યા. અહીં જ વિરાજી નિત્યપૂજા પૂર્ણ કરી. આજે પૂજામાં ‘શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ અને ભાગ્યે મળ્યો છે...’ કીર્તન ગવાયું. પૂજાના અંતે સામેથી માઇક માગીને સ્વામીશ્રી આ કીર્તન સંદર્ભમાં પૂછવા લાગ્યા, “કીર્તનમાં આવ્યું કે ‘નિંદા કરનાર નરકે જાશે…’ ને બીજી બાજુ એવી વાત થાય છે કે ‘કરવત જેમ બંને બાજુ કાપે, તેમ નંદે કે વંદે બંનેનું કલ્યાણ!’ તો સાચું શું છે?”

સંતો પોતપોતાનો મત જણાવવા લાગ્યા. પહેલો મત હતો કે, “નંદે કે વંદે બેયનું કલ્યાણ થાય.” અને બીજો મત હતો કે, “સંત તો ન દુખાય કે સામેવાળા માટે બૂરો સંકલ્પ પણ ન કરે, પરંતુ ભગવાન તે દ્રોહીને ફળ આપે. કીર્તનમાં પણ લખ્યું છે ને, ‘જો મેરે સંત કુ રતિ એક દૂવે, તે હી જડ ડારુ મેં ખોઈ.’ આ સાંભળી ઝોક બીજા મત તરફ પડવા લાગ્યો.

અંતે સ્વામીશ્રી કહે, “‘નિંદા કરનાર નરકે જાશે.’ તે સામાન્યપણે લીધું છે, ખાસ દૃઢતાપૂર્વક નહીં, સામાન્યપણે.”

સ્વામીશ્રીનો આવો મત સાંભળી હવે બધો ઝોક આ મત તરફ વળ્યો.

પૂ. આત્મસ્વરૂપ સ્વામી કહે, “અહીંયા નૈરોબીની પ્રતિષ્ઠા વખતે નગરયાત્રા નીકળી હતી તે વખતે યોગીબાપાએ કહ્યું હતું, ‘કોઈ કહે કે આ બંડિયાની નગરયાત્રા સારી નીકળી તો એનું કલ્યાણ!’ બંડિયા શબ્દ વાપર્યો તો પણ.”

પૂ. શ્રુતિપ્રકાશ સ્વામી કહે, ‘‘આ પુરુષની વિશેષ કૃપા!”

પૂ. જ્ઞાનપ્રિય સ્વામી કહે, “હમણાં આ કડી (નિંદા કરનાર નરકે જાશે...) બોલાતી હતી ત્યારે મેં બાજુવાળા સંતને કહ્યું, ‘મને એમ લાગે છે કે આવી પંક્તિ ન લખી હોત ને એની જગ્યાએ મહિમા લખ્યો હોત તો સારું.’ આખા ભજનમાં આ એક જ પંક્તિ થોડી ઓલી છે.”

સ્વામીશ્રી કહે, “મને એ જ લાગતું હતું!”

સ્વામીશ્રીનો આવો સ્પષ્ટ મત સાંભળી હવે બધાના વિચારો આ તરફ દોડવા લાગ્યા કે આ પંક્તિઓની બદલે આવું આવું કરી શકાય. તે માટેની તજવીજ પણ શરૂ થઈ ગઈ.

ત્યારબાદ સ્વામીશ્રી અલ્પાહાર કરવા માટે સ્વામીશ્રી નિજકક્ષે પધાર્યા. અહીં પણ “સામેવાળી વ્યક્તિઓએ ગમે તે કર્યું હોય તો પણ સત્પુરુષોએ તેમનું હિત જ કર્યું હોય, તેમને આગળ જ લીધા હોય, તેમનું કલ્યાણ કર્યું હોય” એવા પ્રસંગો યાદ થયા. તે સંદર્ભમાં સ્વામીશ્રી કહે, “ભાવે કુભાવે... ઝપટમાં આવવો જોઈએ. વાર લાગે પણ (તેનું કલ્યાણ) થાય ખરું. ને બીજા ગમે તેવા ડાહ્યા હોય, જેન્ટલમેન, પણ ઝપટમાં ન આવે તો (તેનું કલ્યાણ) ના થાય.” સત્પુરુષના યોગનો મહિમા સમજાવી સત્પુરુષ પોઢ્યા.

બપોરે શયન પૂર્વે પૂ. આત્મસ્વરૂપ સ્વામી, પૂ. આત્મતૃપ્ત સ્વામી, પૂ. પ્રિયવ્રત સ્વામી, પૂ. જ્ઞાનપ્રિયદાસ સ્વામી વગેરે સંતો આ અંગે સ્વામીશ્રી પાસે આવ્યા. તેમણે જણાવ્યું કે, ‘‘સ્વામી! આપની ઇચ્છા અનુસાર સવારે થયેલા વિચારો આપણે સારંગપુર પૂ. મધુરવદન સ્વામીને મોકલ્યા. તેમણે પાંચ વિકલ્પો લખીને મોકલ્યા છે.’’ આ સંતો સ્વામીશ્રીને તે વિકલ્પો દર્શાવતા ગયા, અને તે પ્રત્યેક વિકલ્પ પાછળ સૌએ કરેલા વિચારો કહેતા ગયા.

વિકલ્પ ૧: ‘ભાવે-કુભાવે જે વંદે કે નિંદે, ધામ પામે તે અભંગ.’

“અહીં અભંગ એટલે ચોક્કસપણે. પણ, સ્વામી! અમે વિચાર કર્યો કે, ‘વ્યક્તિ પોતે તો ધામ પામે નહી, સત્પુરુષ પમાડે.’ માટે બીજો વિકલ્પ…”

વિકલ્પ ૨: ‘ભાવે-કુભાવે જે વંદે કે નિંદે, ધામ પમાડે અભંગ.’

“એટલે સત્પુરુષ પોતાના પ્રતાપથી તેને ધામ પમાડે.”

સ્વામીશ્રી તરત જ કહે, ‘‘સત્પુરુષના પ્રતાપથી જ થાય.”

સંતો કહે, ‘‘પણ, સ્વામી! આમાં પણ ‘ધામ પમાડે’ એવા શબ્દો છે એટલે વિચાર થયો કે, ‘આપે કહ્યું હતું: ધામની તો વાર લાગે, પણ પમાડે ચોક્કસ.’ આમ, ધામ પામતાં વાર લાગે એટલે ધામની જગ્યાએ કલ્યાણ શબ્દ મૂક્યો. જે ત્રીજો વિકલ્પ…”

વિકલ્પ ૩: ‘ભાવે-કુભાવે જે વંદે કે નિંદે, કલ્યાણ કરશે અભંગ.’

“આના પર જ અમારા બધાનું મન વધુ ઠર્યું છે પણ આપને કયું યોગ્ય લાગે છે?’’

સ્વામીશ્રી કહે, “‘ધામ પમાડે…’ કલ્યાણની વાત નહીં. કલ્યાણથી આગળ.”

પૂ. આત્મતૃપ્ત સ્વામી કહે, ‘‘સત્પુરુષ ધામ સુધી પહોંચાડે ખરા, આજ-કાલે પણ પહોંચાડે ખરા?”

સ્વામીશ્રી કહે, ‘‘હા.”

પૂ. આત્મસ્વરૂપ સ્વામી કહે, ‘‘અમે તો બ્રેક મારતા હતા.”

સ્વામીશ્રી કહે, ‘‘કલ્યાણ તો નીચું કહેવાય.”

પૂ. આત્મસ્વરૂપ સ્વામી કહે, ‘‘બરાબર છે, સ્વામી! કારણ કે જે વંદે તેનું તો સત્પુરુષ આત્યંતિક કલ્યાણ કરે જ છે, તેને ધામ પમાડે જ છે. ત્રીજો વિકલ્પ - ‘કલ્યાણ કરશે’ લેવા જતાં વંદનારનું ઓછું થઈ જાય છે. અમે ‘નંદે’ પર વધારે ફોકસ કરતા હતા. પણ આપ એટલા ઉદાર દિલ છો કે નંદે તેનેય ધામ આપી દો છો.”

આમ, બીજો વિકલ્પ પસંદ થયો.

સંતોએ તરત જ તે પંક્તિઓ ગાઈ. ત્યારબાદ સંતોએ સ્વામીશ્રીને જણાવ્યું કે, ‘‘સ્વામીબાપાએ (પ્રમુખસ્વામી મહારાજે) પહેલી કડી સુધારી હતી કે: ‘શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે, ભાગ્ય મળ્યો છે મારા કર્મે જડ્યો છે.’ એવું નહીં, પણ ‘શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે, ભાગ્યે મળ્યો છે અહોભાગ્યે મળ્યો છે.’ અને આજે આપે આ કડી સુધરાવી.”

આ રીતે પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ તથા પ. પૂ. મહંતસ્વામી મહારાજની રુચિ અનુસાર આ કીર્તનમાં બે સ્થાનોમાં ફેરફાર કર્યો છે.

૧. શાસ્ત્રીજી મહારાજનો સંગ, ભાઈ મને ભાગ્યે મળ્યો છે.

ભાગ્યે મળ્યો છે, અહોભાગ્યે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો…

૨. ભાવ-કુભાવે જે વંદે કે નંદે,

ધામ પમાડે અભંગ, ભાઈ મને ભાગ્યે મળ્યો છે.

(‘નિંદાના કરનાર.’ એ પંક્તિની જગ્યાએ)

Prasang

(2) Shāstri Mahārājno sang bhāī mane bhāgye maḷyo chhe

Rasikdas

Param Pujya Pramukh Swami Maharaj and Param Pujya Mahant Swami Maharaj suggested changing certain words to this kirtan. The incident that led to the changes is below:

On October 3, 2019, Param Pujya Mahant Swami Maharaj was in Nairobi. During Swamishri’s morning puja in Sarvasva Hall, the swamis sang the kirtan ‘Shāstriji Mahārājno sang bhāi mane bhāgye malyo chhe...’. After the puja finished, Swamishri asked for the microphone and asked, “The kirtan has the words ‘nindānā karnār narake jāshe...’. Yet, we say, ‘Just as scissors cut both ways, whether one folds their hands (to Bhagwan and the Sant) or speaks ill (of Bhagwan and the Sant), both are liberated.’ So which is correct?”

The swamis offered their opinions. One group came to the conclusion that, “Whether one speaks ill or fold their hands, both are liberated.” A second group concluded, “Although the Sant is not hurt (by one speaking ill of him) nor does he wish ill of those who speak ill of him, Bhagwan will give the speaker the fruit of his misdeed - just as written in the kirtan ‘jo mere sant ku rati ev duve, te hi jad dāru me khoi...’” Listening to this reasoning, everyone swayed their opinion this way.

In the end, Swamishri said, “The words ‘nindā karnār narake jāshe’ was written in general terms, not firmly (not in absolute terms). Merely in general terms.”

Hearing Swamishri’s opinion, everyone agreed.

Pujya Atmaswarup Swami said, “During the nagar yātrā on the occasion of the Nairobi murti pratishthā here, Yogi Bapa said at the time, ‘If someone says that this nagar yātrā by the bandiyā is great, then they will be liberated.’ Even though they used the word ‘bandiyā’ (outcasts).”

Pujya Shrutiprakash Swami said, “This shows the extreme compassion of the Satpurush.”

Pujya Gnanpriya Swami said, “When this line (nindā karnār narake jāshe) was sung, I said to the swami sitting next to me, ‘It seems to me if this line was written differently in a positive way, it would have been better.’ In this kirtan, only this line is different.”

Swamishri asserted, “I also had the same thought.”

Hearing Swamishri’s clear preference, everyone thought about modifying the line.

Later, Swamishri arrived in his room to eat. Here, incidents that showed how the Satpurushes have wished the best of or liberated even those who spoke ill of them were recounted. Swamishri said, “Whether with love or hate... one just has to come into contact (with the Satpurush) in some way. It may take some time (for them to attain liberation), but it will happen. In contrast, if another person is a good - a total gentleman even - but if he does not come into contact of the Satpurush in any way, he will not be liberated.” Swamishri rested after explaining the greatness of the contact with the Satpurush.

In the afternoon after Swamishri’s rest, Pujya Atmaswarup Swami, Pujya Atmatrupt Swami, Pujya Priyavrat Swami, Pujya Gnanpriya Swami, etc. came to Swamishri regarding the changes to the kirtan. They informed Swamishri, “According to your wish, we sent some suggestions to Pujya Madhurvadan Swami in Sarangpur. He sent back five options.” Then, the swamis explained each of the options and their thoughts pertaining to three of them.

Option 1: ‘Bhāve-kubhāve vande ke nande, Dhām pāme te abhang.’

The swamis said, “Here, abhang means definitely. But, Swami. We thought that a person cannot reach Akshardham on his own. They need the Satpurush. Therefore, we went with option 2...”

Option 2: ‘Bhāve-kubhāve vande ke nande, Dhām pamāde abhang.’

“Here, the Satpurush takes him to Akshardham using his powers.”

“Only by the grace of the Satpurush does one reach Akshardham.” Swamishri asserted immediately.

But the swamis questioned, “But, Swami. The words here are ‘Dhām pamāde’. So we thought, ‘You had said that it may take time to reach Akshardham but he certainly will reach it.’ Therefore, because it takes time, we thought about replacing ‘Dhām’ with ‘kalyān’. Therefore, we leaned toward option 3...”

Option 3: ‘Bhāve-kubhāve je vande ke ninde, kalyān karashe abhang...’

“We all settled on this option. However, which one do you think is the most appropriate?”

Swamishri decidedly said, “‘Dhām pamāde...’ This is not about kalyān. The Satpurush takes us beyond kalyān.”

Pujay Atmatrupt Swami asked, “Does the Satpurush take one all the way to Akshardham... sooner or later?”

Swamishri replied, “Yes.”

Atmaswarup Swami admitted, “We were putting the brakes on that thought (hesitant to say that).”

Swamishri clarified, “Kalyān is actually a lower attainment than Dhām.”

Pujya Atmaswarup Swami agreed, “That is true. Whoever folds their hands to the Satpurush will be liberated by the Satpurush. In the third option, if we say ‘kalyān karashe’ then one who folds their hands to the Satpurush will be lowered to the kalyān status. We were focusing more on ‘nande’ - one who speaks ill. However, you are so generous that you will liberate even those who speak ill of you.”

In this way, the second option was chosen and the swami sang the new lines. Then, the swamis informed Swamishri, “Swami Bapa (Pramukh Swami Maharaj) had also suggested some changes to the first line. Instead of ‘Bhāgye malyo chhe mārā karme jadyo chhe...’ he suggested ‘bhāgye malyo chhe ahobhāgye malyo chhe...’ And today, you improved this line.”

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase