કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) સારંગપુરમાં વા’લો પ્રગટ બિરાજે
પ્રસાદીના ચોરામાં અક્ષરપુરુષોત્તમની પ્રતિષ્ઠા
સારંગપુર ગામમાં ચોરા ઉપર મહારાજ પરમહંસો સાથે ઊભાં ઊભાં રોટલા-દહીં જમેલા. તે પ્રસાદીના ચોરાનો સ્વામીશ્રીએ સારો એવો ખર્ચ કરી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તે નિમિત્તે મૂળુભા દરબાર, હરસુરભા, માત્રાભા વગેરેએ મળી અહીં ત્રણ દિવસનું હરિલીલાકલ્પતરુ તથા સ્વામીની વાતુંનું પારાયણ યોજ્યું હતું. પ્રમુખસ્વામી તથા હરિપ્રકાશ સ્વામી કથા વાંચતા.
તા. ૮-૩-’૬૯, સવારે પૂર્ણાહુતિ પ્રસંગે ચોરાના ગોખમાં અક્ષરપુરુષોત્તમ મહારાજની પટની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. બોટાદના નગરશેઠ અને અન્ય સત્સંગીઓ પણ હાજર હતા. સ્વામીશ્રીએ આ પ્રસંગે પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપતાં જણાવ્યું, “આ ગામ સુખી થશે. અહીં પ્રસાદીના ચોરામાં અક્ષરપુરુષોત્તમ મહારાજ બેઠા તો હવે બધાએ અહીં દરરોજ દર્શને આવવું.”
હરિભક્તોએ ઠાકોરજી સાથે સ્વામીશ્રીનું પૂજન કર્યું. ઘનશ્યામચરણ સ્વામીએ કરતાલ લઈ ‘સારગપુરમાં વ્હાલો પ્રગટ બિરાજે’ એ કીર્તન ગાઈ સૌને અપાર આનંદ કરાવ્યો.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫]
Prasang
(1) Sārangpurmā vā’lo pragaṭ birāje
Akshar-Purushottam Installed in the Village Square
In the Sarangpur village square, while with the paramhansas Maharaj ate rotlo and buttermilk while standing. Yogiji Maharaj spent a good amount of money to have this holy spot renovated. In honor of that, Mulubha Darbar, Harsubha, Matrabha, and others sponsored a three-day pārāyan on the Harililakalpataru and Swamini Vato. Pramukh Swami and Hariprakash read the kathā.
On March 8, 1969, the painted murtis of Akshar and Purushottam were installed in the square. The chief of Botad and other satsangis were also present. Swamishri gave āshirvād: “This village will experience happiness. Now that Akshar-Purushottam have been installed in the village square, everyone should come for darshan.”
The devotees did pujan of Thakorji and Yogiji Maharaj. Then, Ghanshyamcharan Swami sang ‘Sārangpurmā vhālo pragat virāje...’ while playing kartāls (type of cymbals) in his hands and pleased everyone present.
[Brahmaswarup Yogiji Maharaj: Part 5]
પ્રસંગ
(૨) સારંગપુરમાં વા’લો પ્રગટ બિરાજે
મોમ્બાસાથી વિદાય
બીજે દિવસે સવારે સર્વ સત્સંગી બંધુઓને સહકુટુંબ મંદિરમાં જમવાનું આમંત્રણ હતું. સાંજે મંદિરમાં વિદાય સમારંભ હતો. તમામ હરિભક્તો હાજર રહ્યા હતા. સૌએ સ્વામીશ્રી, પ્રમુખસ્વામી અને સંતોને ફૂલહાર કર્યા હતા.
પછી સ્વામીશ્રી કહે, “આજે શાસ્ત્રીજી મહારાજની તિથિ છે. માટે, ઘનશ્યામ સ્વામી! તમે ‘સારંગપુરમાં વહાલો પ્રગટ બિરાજે...’ એ કીર્તન ગાવ ને ઠાકોરજી આગળ નૃત્ય કરો.”
સ્વામીશ્રીની આજ્ઞાથી ઘનશ્યામચરણ સ્વામીએ કરતાલ લઈ કીર્તન ઉપાડ્યું. એમાં સારંગપુરની જગ્યાએ બીજી વાર તેઓ મોમ્બાસા બોલતાં ‘મોમ્બાસામાં વહાલો...’ અને સ્વામીશ્રી સામે જોતાં જાય. એટલે સ્વામીશ્રી મોઢું હલાવી ના પાડે.
પણ ઘનશ્યામ સ્વામીએ ખૂબ મુજરા કર્યા એટલે એમણે મુખારવિંદના સહેજ ઇશારાથી હા પાડી.
વળી, બીજી કડી ઘનશ્યામ સ્વામીએ ગાઈ કે ‘સ્વામી-શ્રીજી આજ સંતમાં બિરાજે એવા યોગીજી મહારાજમાં આવી...’
આ કડી ગાતી વખતે, ઘનશ્યામ સ્વામીએ સ્વામીશ્રી સમક્ષ પોતાના હાથની હથેળી ધરી ને ચાલુ તાલમાં જ સ્વામીશ્રીએ એમના હાથમાં તાળી આપી દીધી. અને સભા આનંદમાં ગરકાવ બની ગઈ!
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૧૯૩]
Prasang
(2) Sārangpurmā vā’lo pragaṭ birāje
Mombasa. Everyone with their families were invited to dine at the mandir. In the evening, Swamishri was departing Mombasa. Yogiji Maharaj, Pramukh Swami, and other sadhus were garlanded. Swamishri said, “Today is Shastriji Maharaj’s tithi. Ghanshyam Swami, sing ‘Sārangpurmā vhālo pragat virāje...’ and dance in front of Thakorji.”
Ghanshyamcharan Swami took the kartāls in his hands and started singing the kirtan. The second time, Ghanshyam Swami sang ‘Mombāsāmā vhālo’ instead while fixing his eyes on Swamishri. Swamishri was shaking his head, hinting not to alter the words.
However, Ghanshyam Swami made many loving gestures in front of Swamishri that he conceded in agreement.
In one stanza, Ghanshyam Swami replaced Shastriji Maharaj’s name with Swamishri’s name and sang: ‘Swāmi-Shriji āj santmā birāje evā Yogiji Mahārājmā āvi...’ While singing this line, Ghanshyam Swami held out his hand and Swamishri clapped his hand with Ghanshyam Swami’s hand with the beat. The whole sabhā was immersed in the bliss of the moment.
[Brahmaswarup Yogiji Maharaj: Part 6/193]