home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) સ્વામીની સેનામાં આવજો રે તમે આવજો રે

જયંતભાઈ ટાંક

એના યોગીજી શૂરા સરદાર

સમગ્ર સંપ્રદાયના ઇતિહાસમાં અજોડ એવો પ્રસંગ હતો – શિષ્ટ સમાજના શિક્ષિત એવા ૫૧ નવયુવાનોને ભાગવતી દીક્ષા અર્પવાનો!

આજના કળિકાળમાં યુવાનોની સ્વાભાવિક દોટ ભૌતિક સુખો તરફ હોય. તેમાં પણ આધુનિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી આધ્યાત્મિક શિક્ષાની ભૂખ તો સંભવે જ નહીં. પણ સ્વામીશ્રીના કેવળ નિઃસ્વાર્થ પ્રેમ અને નિર્દોષ વાત્સલ્યની પ્રેરણાથી, સંસારનાં અતૂટ બંધનોનો ત્યાગ કરી, આજે એક નહીં, એકવીસ નહીં, પણ એકાવન – એકાવન નવલોહિયા તરવરતા યુવાનો દીક્ષા લેવાના હતા. શ્રીજીએ કાલવાણીમાં એકસાથે ૫૦૦ સંતોને પરમહંસ દીક્ષા આપી હતી. એવા જ કાંઈક વિશિષ્ટ અનુભવથી હજારો પ્રગટ-ઉપાસી ભક્તો આજે ગજ ગજ ફુલાતા હતા. વાતને હૃદયમાં ન સમાવી શકતા હરખભેર ચોમેર ગાતા હતા. સમગ્ર ગુજરાતમાં જેના પડઘા પડી રહ્યા હતા.

પણ કેટલાક અભાગી જીવોને આ વાત માન્યામાં નહોતી આવતી. ઉપાસનાના ઉત્તરોત્તર અદ્‌ભુત રચાતાં સ્થાવર તીર્થો પછી, હરતાં-ફરતાં ચૈતન્ય મંદિરો સમી તૈયાર થતી આ સંતમાળ, યોગીજીને શું સ્વયં શ્રીજી પહેરાવી રહ્યા છે કે? આવી દહેશતથી તેમનાં મન અને શરીર કંપી રહ્યાં હતાં. જ્યાં ભક્ત સહિત ભગવાનની સાચી ઉપાસના-ભક્તિ થાય છે, શુદ્ધ ધર્મ-નિયમ પળાય છે, એ અક્ષરપુરુષોત્તમ સંપ્રદાયનો ઉત્કર્ષ આજે આભ ફાડીને બ્રહ્માંડમાં પ્રસરી રહ્યો હતો.

સ્વામીશ્રીના જીવનનો આ અભૂતપૂર્વ પ્રસંગ! ઉપાસના પ્રવર્તનના કાર્યને દિગંતમાં પ્રસરાવવા, વર્ષોથી એમણે યુવાનો તરફ મીટ માંડી હતી. પોતાના ઈષ્ટદેવ શ્રીજીમહારાજને અને ગુરુ શાસ્ત્રીજી મહારાજને તેઓ વારંવાર એ જ પ્રાર્થના કરતા કે: “યુવકો ઉપર દૃષ્ટિ કરો! જેથી તેઓ સ્વામિનારાયણનું નામ વિશ્વના ખૂણે ખૂણે પ્રસરાવે!”

આ કાર્ય સ્વયં પાર ઉતારવા એમની પાસે અમોઘ શક્તિ હતી, પણ તે છુપાવીને વર્તવાની ગુણાતીતની અસલ રીત પ્રમાણે, બીજાને તેઓ નિમિત્ત બનાવતા. સેવાની તક આપતા. ગુરુભક્તિના પાઠો શિખવાડી શ્રીજીની સંનિધિમાં પહોંચાડતા. ગુણાતીત ગુરુપરંપરાની આ અસલ પ્રક્રિયા! પોતાના યોગમાં આવનાર હરકોઈને અક્ષરમુક્તની ઉપાધિ પ્રાપ્ત કરાવવી!

શાસ્ત્રીજી મહારાજે અનેક કષ્ટો વેઠી, અક્ષરપુરુષોત્તમ મંદિરો રચી, બ્રહ્મવિદ્યાની પીઠો સ્થાપી દીધી હતી. હવે નવયુવાનો દ્વારા એનું પ્રવર્તન સદા થતું રહે – એ હેતુલક્ષી કાર્ય, સ્વામીશ્રીએ કોઈ ઝબકીને જોતા હોય એમ એકાએક સિદ્ધ કર્યું હતું. એકાદ દાયકાથી તેઓ યુવાનોની વચ્ચે આ વાતો કરતા. ધીરે ધીરે આ વિચાર યુવાનોની બહાર સત્સંગ-સમાજમાં પણ જાણીતો થયો. ત્યારે કોઈને પણ કલ્પના નહીં કે આ સંકલ્પ સિદ્ધ થઈ શકે! કયાં મા-બાપ પોતાના પુત્રોને સંસાર ત્યજાવી સાધુ થવા માટે રાજીખુશીથી રજા આપે! પણ યોગીનો સંકલ્પ ગુણાતીત ભક્તિરૂપી યોગશક્તિથી આજે સાકાર થતો હતો!

ઠેર ઠેર સ્વામીશ્રીની આ ભગવી સેનાના સૈનિક થવા ઉદ્‌ઘોષ થવા લાગ્યા. સ્વામીશ્રીના આ અમાયિક અને શૂરવીરતાભર્યા સંદેશને કવિ જયંત ટાંકે સુંદર કાવ્યદેહ આપ્યો. જે સત્સંગનાં યુવક મંડળોના પ્રત્યેક હૃદયને ભારોભાર પ્રેરણા આપતો. સંસારની ક્ષુલ્લકતા સાથે સ્વામીશ્રીના નિઃસીમ વાત્સલ્યની – રાજીપાની છાયામાં રહેલા શાશ્વત સુખનું સૌને ભાન કરાવતો. એ કાવ્યદેહના પ્રથમ શબ્દો તો સત્સંગ-સમાજનાં હૈયે ને હોઠે ગૂંજતા થઈ ગયા હતા:

સ્વામીની સેનામાં આવજો રે, તમે આવજો રે,

એના યોગીજી શૂરા સરદાર,

ભરતીમાં નામ નોંધાવજો રે, તમે આવજો રે,

  એના યોગીજી શૂરા સરદાર. ꠶ટેક

ધારી ધીરજની ઢાલ વા’લે, ત્યાગ તણી તલવાર,

કાળ ને માયા થર થર કંપે, ભક્તિ ભાલાથી અપાર,

  કેસરિયા કરવાને આવજો રે.

  એના યોગીજી શૂરા સરદાર... સ્વામીની꠶ ૧

કંસ સરીખો ક્રોધને માર્યો, રાવણ સરીખો રાગ,

માન-ઈર્ષ્યાનું કીધું કચુંબર, લગાડી લોભને આગ,

  થઈને મરજીવા તમે આવજો રે,

  એના યોગીજી શૂરા સરદાર... સ્વામીની꠶ ૨

શિયાળ સરીખાને સિંહ બનાવે, કાયરને બહાદુર,

શ્રદ્ધા ને સેવાના પાઠ પઢાવે, આપે અનુપમ નૂર,

  રંગે રંગાવાને આવજો રે,

  એના યોગીજી શૂરા સરદાર... સ્વામીની꠶ ૩

ખોળી ખોળીને મેં તો ખોળીયું, મળે જગમાં ન જોગીની જોડ,

નિઃશંક થઈને તમે આવજો, પૂરે ‘જયંત’ના સ્વામી કોડ;

  અર્પે અભયદાન આવજો રે,

  એના યોગીજી શૂરા સરદાર... સ્વામીની꠶ ૪

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩/૧૮૨]

Prasang

(1) Swāmīnī senāmā āvjo re tame āvjo re

Jayantbhai Tank

Yogiji - The Chief

It was an unparalleled event in the history of the sampradāy: giving the bhāgwati dikshā to 51 learned youths. Today’s youths naturally chase sensual pleasures. Moreover, after acquiring modern education, how could they have a hunger for spiritual education? Only because of Yogiji Maharaj’s selfless love and innocent nature, youths were inspired to renounce their familial bonds and join the rank of the sadhu-fold - not 1, not 21, but 51 young blood. Shriji Maharaj gave dikshā to 500 paramhansas in Kalwani all at once. This event was reminiscent of that moment.

Some unfortunate people still could not believe this was a reality. Even after creating many holy places dedicated to the upāsanā of Akshar-Purushottam, and mobilizing walking-talking ‘mandirs’ in the form of sadhus, was Shriji Maharaj really present through Yogiji? Such were the doubts left in their minds.

Swamishri was capable of ensuring that upāsanā of Akshar-Purushottam spreads in the whole world and every corner on the earth worships Bhagwan Swaminarayan on his own. However, the Gunatit guru hides his true powers to give others the chance to serve for the cause of Akshar-Purushottam Upāsanā and teaches the lessons of offering devotion to the guru. Tolerating many hardships, Shastriji Maharaj had created mandirs of Akshar-Purushottam and established schools of brahmavidyā. Now, the newly initiated youths would spread this upāsanā far and wide. It was as if Swamishri had a dream and started to make it a reality at lightning speed. Swamishri had this dream for decades and spoke about it among the youths. Slowly, this dream spread in Satsang and became well-known. Yet, no one could fathom this dream nor see it materialize in their minds. Which parents would happily allow their son to renounce their family to become a sadhu? Against all odds, this wish of Yogiji Maharaj was materializing nevertheless.

Far and wide, youths were joining Yogiji Maharaj’s army wearing the orange robes of renunciation. Jayantbhai Tank penned words that echoed the mobilization of this event in a kirtan of courage. It inspired many across the satsang mandals. This kirtan is a testament to that history.

[Brahmaswarup Yogiji Maharaj: Part 3/182]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase