home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો

શંકરદાસ

સ્વામીશ્રી સાથે સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાનો લાભ લીધા પછી ગંગાપૂજન નિમિત્તે ઉનાવાના ત્રિકમભાઈ ઘણા સમયથી સ્વામીશ્રીને પોતાને ગામ તેડાવવા આગ્રહ કરતા હતા. અગાઉ સ્વામીશ્રી ઉનાવા પધારેલા ત્યારે ગામમાં જે સમાસ થયો હતો અને આખું ગામ ભક્તિને હિલોળે ચડેલું, તે સ્વાદ હજુ સૌ કોઈની દાઢમાં રહી ગયો હતો.

લગભગ ૧૦૦ જેટલા હરિભક્તો તથા યુવકોના મંડળ સાથે શનિવાર, તા. ૨૪-૫-’૫૮, બપોરે ૩-૦૦ વાગે સ્વામીશ્રી ઉનાવા સ્ટેશને પહોંચ્યા. પ્લૅટફૉર્મ ઉપર જ લીંબડીના વૃક્ષ નીચે ત્રિકમભાઈ, મગનભાઈ, કેશુભાઈ, આદરભાઈ, મોતીભાઈ વગેરે ભક્તોએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સ્ટેશન સામે ભૂલાભાઈની કંપનીના વિશાળ કંપાઉન્ડમાં ઉતારો હતો. ભવ્ય સભામંડપ બાંધ્યો હતો.

ગંગાપૂજન નિમિત્તે ત્રિકમભાઈએ આખું ઉનાવા ગામ તથા આજુબાજુનાં ગામોમાંથી લગભગ ૧૧ હજાર જેટલા ભાવિકોને પ્રસાદ સાથે સ્વામીશ્રીનાં દર્શનનો લાભ આપી, ઉનાવાના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઉત્સવ કર્યો.

રવિવારે સાંજે કેશુભાઈ શેઠના આગ્રહથી અહીંથી થોડે દૂર ઉપવનમાં વૈજનાથ વાસણિયા સ્વયંભૂ મહાદેવના પ્રાચીન મંદિરનાં દર્શને ગયા હતા. પૂજારીએ સ્વામીશ્રીનું ભાવથી સ્વાગત કરી, સ્થાનનો મહિમા કહ્યો હતો. ઠાકોરજીને ગાયનું દૂધ અર્પણ કર્યું હતું. જે ધરાવીને સ્વામીશ્રીએ સૌને પ્રસાદરૂપે આચમન કરાવ્યું હતું.

અહીંથી સ્વામીશ્રીએ બાલવા, ચૌધરી ભાઈઓના આગ્રહથી પધરામણી કરી હતી. ઉનાવામાં પણ સાંજે લગભગ ૪૦ જેટલી પધરામણીઓ થઈ. રાત્રે સત્સંગની ફિલ્મનો કાર્યક્રમ નિહાળવા લગભગ આખું ગામ અને આજુબાજુના હજારો ભાવિકો ઊમટ્યા હતા. તે પછી શંકર કવિએ કીર્તન ઝિલાવ્યું:

યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો;

બીજો ચડતો નથી એકે રંગ.... યોગીરાજ... આવો તે꠶ ટેક

હું તો ગોંડળ ગયો ને મારું મન મોહ્યું;

મારી જાગી પૂરવાની પ્રીત... યોગીરાજ... આવો તે꠶ ૧

મારે રહેવું અહીંયાં ને મેળ તારો થયો;

હવે કેમ કરી દહાડા જાય... યોગીરાજ... આવો તે꠶ ૨

રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો;

નિત્ય તારા તો થઈને રહેવાય... યોગીરાજ... આવો તે꠶ ૩

તારું મુખડું જોયું ને મેં તો ભાન ખોયું;

મારા તૂટે છે દિલડાના તાર... યોગીરાજ... આવો તે꠶ ૪

રંગ એવો ઊંડ્યો કે મારું હૈયું રંગ્યું;

હૈયું રહેતું નથી મારે હાથ... યોગીરાજ... આવો તે꠶ ૫

તમે પ્રગટ મળ્યા ને સર્વ તાપ ટળ્યા;

ભાંગી જનમોજનમની ભૂખ... યોગીરાજ... આવો તે꠶ ૬

દાસ શંકર રંગાયો તારા રંગમાં;

જેણે જીવન સમર્પણ કીધું... યોગીરાજ... આવો તે꠶ ૭

આ કીર્તનથી સભામાં દિવ્ય વાતાવરણ છવાઈ ગયું. રાતે ૧૨-૦૦ વાગ્યા સુધી અર્જુનભાઈ તથા અંબાલાલભાઈએ વાતો કરી, સૌને સ્વામીશ્રીનો મહિમા સમજાવ્યો હતો.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]

Prasang

(1) Yogī āvo te rang mune shīd lagāḍyo

Shankardas

After taking lābh of Yogiji Maharaj during the special train yātrā, Trikambhai of Unāvā had been asking Yogiji Maharaj to come to his village for Ganga-pujan. Swamishri had previously visited Unāvā and appeased the whole village and colored it with devotion. The village still had not forgotten that.

With about 100 devotees and youths, Swamishri arrived in Unāvā train station on May 24, 1958 at 3 pm. Trikambhai, Maganbhai, Keshubhai, Adarbhai, Motibhai, and others welcomed Swamishri on the station platform under the neem tree. Their accommodations was across the station in Bhulabhai’s company’s compound. A grand mandap was built.

Trikambhai had celebrated a historic utsav in Unāvā by inviting 11 thousand people from nearby villages.

On Sunday evening, insisted by Keshubhai Sheth, Swamishri went for the darshan of the ancient Vaijnāth Vāsaniyā Swayambhu Mahādev mandir nearby. The pujāri welcomed Swamishri affectionately and told him the greatness of the place. Milk was offered to Thakorji, which was distributed to everyone.

Swamishri visited devotees homes in Bālavā and Unāvā. At night, many people from Unāvā and nearby villages gathered to watch satsang films. Then, the poet devotee Shankarbhai sang the kirtan:

Yogī āvo te rang mune shīd lagāḍyo,

 Bījo chaḍto nathī eke rang, Yogīrāj...

The whole environment became divine from the kirtan. Arjunbhai and Ambalalbhai talked till 12 pm and explained the greatness of Swamishri.

[Brahmaswarup Yogiji Maharaj: Part 2]

 

પ્રસંગ

(૨) યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો

શંકરદાસ

વૈશાખ સુદ ચોથને સવારે કંડારીથી પાલેજ જિનમાં પધરામણી કરી, સ્વામીશ્રી ઠીકરિયા પધાર્યા. મણિભાઈનો ઉત્સાહ અનેરો હતો. પધરામણીઓ થઈ. આરતી, નિયમ પછી યુવકો સ્વામીશ્રી સમક્ષ કીર્તનો ગાતા હતા. એક પછી એક કીર્તનોથી સભાનો રંગ જામતો જતો હતો. તેવામાં જગદીશભાઈએ ‘યોગી આવો તે રંગ મને શીદ લગાડ્યો.’ તે કીર્તન ઉપાડ્યું. પહેલાં સ્વામીશ્રીએ “રહેવા દ્યો!” એમ ના પાડી, પરંતુ યુવકોના આગ્રહને વશ થઈ ગાવા દીધું. પછી તો પૂછવું જ શું? શરૂઆતમાં તો સ્વામીશ્રી ખડખડાટ હસી પડ્યા, પણ પછીથી મૌન રાખે, વળી મૂછમાં હસે. એમ અલૌકિક સુખ આપતાં કીર્તન ઝીલવા લાગ્યા.

યુવકો તો ગાવામાં બરાબર ગુલતાન થયા હતા. સ્વામીશ્રીને લાડ લડાવ્યા વગર છૂટકો ન હતો. ખૂબ ખૂબ આનંદ કરાવ્યો. સૌને સાક્ષાત્ અક્ષરધામનું સુખ આવ્યું. અચાનક સ્વામીશ્રીએ ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી, ત્યારે સૌને ભાન આવ્યું કે આપણે ઠીકરિયામાં મણિભાઈના ઘરમાં બેઠા છીએ. સદ્‌ગુરુ પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં જે લખ્યું - ‘વહાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ’ એ વિધાન આજે સૌને અનુભવમાં આવ્યું.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]

Prasang

(2) Yogī āvo te rang mune shīd lagāḍyo

Shankardas

Swamishri Yogiji Maharaj arrived in Thikariyā. Manibhai was enthusiastic to have Swamishri in his village. He visited devotees’ home. After ārti, the yuvaks were singing kirtans. The sabhā became animated with the continuous singing of kirtans. Jagdishbhai started singing ‘Yogi āvo te rang mane shid lagādyo’. Swamishri said, “Stop!” However, the yuvaks insisted and Swamishri gave in and let him sing. In the beginning, Swamishri gave an uncontrolled laugh. But then, he remained silent. Then, he laughed while trying to conceal it. Displaying such varying nature, he even started singing along.

The yuvaks were engrossed in singing. Swamishri had no choice but to let them revel in joy. Everyone experienced the bliss of Akshardham. All of a sudden, Swamishri said “Sahajanand Swami Maharajni Jay!” And everyone realized that they are in Thikariya at Mahibhai‘s house.

[Brahmaswarup Yogiji Maharaj: Part 2]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase