કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) તું પ્રીત પ્રભુથી કરતો જા એક નામ શ્રીજીનું રટતો જા
તમને જુદું કેમ મનાય છે?
તા. ૪/૬/૧૯૮૧ના રોજ પ્રમુખસ્વામી મહારાજ સાંજે પાંચ વાગ્યે ટ્રેવર ટેંક (આબુ) પધાર્યા.
સઘન વનરાજીની વચ્ચે તળાવની શોભાથી આ સ્થાન રમણીય ભાસતું હતું. અત્રે એક વિશાળ પથ્થર પર સંતો બેસી ગયા. સામે સિમેન્ટના બાંકડા પર સ્વામીશ્રી બિરાજ્યા. તે વખતે સંતસમાજે ‘તું પ્રીત પ્રભુથી કરતો જા...’ કીર્તન ગાવવું શરૂ કર્યું. તેની છેલ્લી પંક્તિમાં કોઈકે ગાયું: ‘તુંને પ્રમુખસ્વામીજી ગુરુ મળતાં...’
આ સાંભળતાં જ સ્વામીશ્રી તરત બોલ્યા, “જેણે જે લખ્યું હોય તે બોલવું.”
સ્વામીશ્રી એક ઉત્તમ શ્રોતા હતા. એક વાર જે સાંભળે તે શિલાલેખની જેમ તેઓના મનમાં કોતરાઈ જતું. તેથી અહીં કીર્તનમાં ‘તુંને જ્ઞાનજીવનજી ગુરુ મળતાં...’ એમ યોગીજી મહારાજને બદલે પોતાનું નામ ગોઠવાયું તે વિગત તેઓથી અજાણી ન રહી અને તેઓ કહેવા લાગ્યા, “યોગીજી મહારાજ ગુરુ મળ્યા તેમ લખ્યું છે તો તે જ બોલવું. તમને જુદું કેમ મનાય છે? જેમ હોય તેમ બોલવું. યોગીજી મહારાજ એ સાક્ષાત્ અક્ષરધામનો અવતાર. આવા સંત ક્યાંથી મળે? તે મળ્યા એટલે જન્મ-મરણના ફેરા ટળી ગયા. ઉધારાનાં ખાતાં બંધ થઈ ગયાં. એ મળ્યા પછી વિષ્ટા શું ચૂંથવી? વિષયમાં માલ ન માનવો.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૪૦૪]
Prasang
(1) Tu prīt Prabhuṭhī karto jā ek nām Shrījīnu raṭto jā
Why Do you Believe There is a Difference?
June 4, 1981. Mount Abu. Pramukh Swami Maharaj arrived at Trevor Tank. Surrounded by the dense woods, the lake made this location naturally beautiful. The sadhus sat on a big boulder. Swamishri sat on a cement bench. The sadhus started to sing ‘Tu prit Prabhuthi karato jā’. In the last line, someone sang: ‘Tune Pramukh Swamiji guru malatā’.
Hearing his name, Swamishri said, “Sing whatever name they have written.”
Swamishri was an astute listener. Once he hears something, it becomes permanently etched like etching on a rock. Hence, he knew the original words were: ‘Tune Gnanjivanji guru malatā’. Therefore, he started saying, “It is written that one has met a guru like Yogiji Maharaj, so one should sing that. Why do you believe there is a difference? One should sing as written. Yogiji Maharaj was the manifest incarnation of Aksharbrahman. Where can one find a Sant like this? Since we have met him, our cycle of births and deaths ended. The loan accounts have all closed. Why should we savor waste after meeting him (i.e. desire to enjoy sense pleasures)? One should not believe worth in sensual pleasures.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/404]