home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) તારું છોગું મારે આવીને ચિત્તમાં રહ્યું

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

આની આપેલી માનતા કેમ ન ફળે?

સ્વામીશ્રી જાપી પધાર્યા અને મંદિરમાં ઉતારો કર્યો. નિર્ગુણદાસ સ્વામી બે દિવસ અગાઉથી તૈયારી કરવા પધાર્યા હતા. મંદિરમાં તમામ પ્રકારની સગવડ કરાવી દીધી હતી. મંદિરના ચોગાનમાં પથરાળ ભૂમિને લીધે ખાડા-ટેકરા ઘણા હતા. એટલે ધોંડુ માસ્તરની બહેને ખાસ ઝીણી રેતી, સ્વામીશ્રીને પગે કાંકરા ન વાગે અને સ્વામીશ્રીની ચરણરજ લઈ સાચવી શકાય, તે માટે પથરાવી હતી.

સ્વામીશ્રી મંદિરમાં પધાર્યા. પછી આસન કરી, મંદિરની પાછળની બાજુએ મોહન ભગતનો હાથ પકડી લઘુને ખાડે જવા ગયા. રસ્તામાં બધે સુંવાળી રેતી પાથરી હતી. સ્વામીશ્રીએ મોહન ભગતને પૂછ્યું, “આ સુંવાળું શું પાથર્યું છે?”

એટલે મોહન ભગતે કહ્યું, “ધોંડુ માસ્તરે આપના પગે કાંકરા ન વાગે એટલે રેતી પથરાવી છે.”

અંતર્યામી સ્વામીશ્રી આ વાતનો મહિમા સમજી ગયા. એટલે તેમણે પૂછ્યું, “તેને શું જોઈએ છે?”

ત્યારે મોહન ભગતે કહ્યું, “બાપા! તેની બહેનને ઘેર સંપત્તિ છે, પણ લગ્ન કર્યે બાર વરસ થયાં છતાં દીકરો નથી.”

એટલે સ્વામીશ્રીએ ફરી કહ્યું, “નિર્ગુણદાસે માનતા આપી છે ને?”

નિર્ગુણદાસ સ્વામીએ આપેલ માનતાની વાત ધોંડુ માસ્તર, તેની બહેન અને મોહન ભગત સિવાય બીજું કોઈ જાણતું ન હતું. મોહન ભગતને તો સ્વામીશ્રીના અંતર્યામીપણાના ઘણા અનુભવ થઈ ગયા હતા, એટલે તેમને તેમાં આશ્ચર્ય ન થયું. તેમને તો નિર્ગુણદાસ સ્વામીની માનતા ઉપર સ્વામીશ્રીની મહોરછાપ મરાવવી હતી. એટલે સ્વસ્થતાથી તેમણે કહ્યું, “આપી તો છે.”

ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “નિર્ગુણદાસ સ્વામીની માનતા મહારાજ બાર માસમાં પૂરી કરશે.” એમ કહી સ્વામીશ્રી લઘુ કરવા પધાર્યા. પછી હાથ ધોઈ સભામાં આવી બિરાજ્યા.

રાત્રે મંદિરમાં સભા થઈ અને ખાનદેશનાં ઘણાંખરાં ગામોના હરિભક્તો જે મોહાડી, જાપી વગેરે ગામોમાં સ્વામીશ્રી સાથે ફરતા હતા, તે સર્વે સભામાં સ્વામીશ્રી તથા સંતોની સન્મુખ બેઠા હતા. નિર્ગુણદાસ સ્વામીનું આસન ભીંત આગળ સ્વામીશ્રીની સન્મુખ હતું.

ધૂન થઈ રહ્યા પછી સ્વામીશ્રીએ કીર્તનો બોલવાનું કહ્યું. એટલે નિર્ગુણદાસ સ્વામીએ સ્વામીશ્રીની મૂર્તિ સન્મુખ જોઈ કીર્તન ઉપાડ્યું:

તારું છોગું મારે આવીને ચિત્તમાં રહ્યું;

જગના જીવન રૂડું છોગું જોઈને અંતરમાં અજવાળું થયું... તારું...

સુંદર શ્યામ સોહાગી તારું મુખ નીરખીને દુઃખ દૂર ગયું... તારું...

આનંદ સહિત થયું સુખ અંતર એક જીભે નવ જાય કહ્યું... તારું...

બ્રહ્માનંદ કહે એ છોગા સારુ, લોકડિયાનું અમે મેણું સહ્યું... તારું...

સ્વામીશ્રીની મૂર્તિમાં પ્રેમપૂર્વક જોડાયેલા સ્વામી નિર્ગુણદાસજીના આ કીર્તન અને તેમના ભાવથી, સ્વામીશ્રી અત્યંત રાજી થઈ ગયા અને પછી મોહન ભગત સામે જોઈને કહ્યું, “આની આપેલી માનતા કેમ ન ફળે?”

પ્રગટ ગુરુરૂપ હરિમાં સંપૂર્ણપણે જોડાયેલા સ્વામી નિર્ગુણદાસજીનો મહિમા આ સમયે સ્વામીશ્રીએ અપરંપાર કહ્યો.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૪૬૧]

Prasang

(1) Tāru chhogu māre āvīne chittamā rahyu

Sadguru Brahmanand Swami

Shastriji Maharaj arrived in Jāpi and stayed at the mandir. Nirgundas Swami had arrived two days early to have everything ready for Swamishri. The surrounding ground of the mandir was rocky, rough and had many potholes. Dhondu Master’s sister spread fine sand over the mandir ground so Swamishri would not be hurt walking on the ground and she could save the sand as holy.

Swamishri arrived in the mandir. He held Mohan Bhagat’s hand to go to the bathroom in the back of the mandir. He noticed the smooth sand covering the ground and asked, “What is this covering the ground?”

Mohan Bhagat said, “Dhondu Master spread sand so your feet will not be hurt.”

Swamishri, being all-knowing, understood the purpose. He asked, “What does he want?”

Mohan Bhagat said, “Bapa, his sister has wealth but after twelve years of marriage, they do not have a child.”

Swamishri questioned, “Nirgundas has given them a vow for the fulfillment of their wish, has he not?”

The vow Nirgun Swami gave was only known to Dhondu Master, his sister, and Mohan Bhagat. Mohan Bhagat had experienced Swamishri’s all-knowing powers many times before, so he was not surprised to hear this. However, he wanted Shastriji Maharaj’s approval in the vow. He replied, “Yes, he has.”

Swamishri said, “Swamishri will fulfill the vow Nirgun Swami gave in 12 months.” Swamishri then graced the assembly at night. Many devotees from nearby villages sat in the assembly. Nirgundas Swami sat against a wall facing Swamishri. After dhun, Swamishri asked to sing a kirtan. Nirgundas Swami started to sing while looking at Swamishri’s murti:

Tāru chhogu māre āvīne chittamā rahyu;

Jagnā jīvan rūḍu chhogu joīne antarmā ajavāḷu thayu... Tāru...

Sundar shyām sohāgī tāru mukh nīrakhīne dukh dūr gayu... Tāru...

Ānand sahit thayu sukh antar ek jībhe nav jāy kahyu... Tāru...

Brahmānand kahe e chhogā sāru, lokaḍiyānu ame meṇu sahyu... Tāru...

Swamishri became extremely pleased with the intense love and feelings that Nirgundas Swami sang the kirtan. He turned to Mohan Bhagat and said, “How can the vow he (Nirgundas Swami) gave not bear fruit?”

[Brahmaswarup Shastriji Maharaj: Part 1/461]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase