home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) સખી કારતક માસે કંથ પીયુ ગયા પરહરી

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

માગશર માસમાં ગુણાતીતાનંદ સ્વામી દેશમાં ફરવા નીકળ્યા. આ વખતે નગરદેશમાં વિચરણ કરવાનું હોવાથી સ્વામીશ્રી સીધા જામનગર પધાર્યા. અહીં જૂના મંદિરમાં ઉતારો કર્યો. આ દિવસે જાગા ભક્તને ઉપવાસ હતો, એટલે ઓસરીમાં બેસી નિષ્કુળાનંદ સ્વામીનાં રચેલાં ‘સખી કારતક માસે કંથ પિયુ ગયા પરહરિ’ વિરહના મહિમાનાં એ ચાર પદો ગાતા હતા. તે પદમાં આવ્યું કે ‘સખી શીયો કરું રે ઉપાય, પિયુ પરદેશ રે.’

તે સાંભળી સ્વામીશ્રીએ જાગા ભક્તને સભામાં બોલાવ્યા અને તે કીર્તન ફરી બોલાવ્યું. પછી સ્વામીશ્રીએ તે ઉપર વાત કરતાં કહ્યું, “પોતાના પિયુને પરદેશ સમજવા એ પણ મારા ગુરુનું એક અજ્ઞાન હતું; કાં જે, ભગવાન તો પોતાના આત્મામાં અખંડ વિરાજમાન છે, તેને છેટે સમજવા એ અજ્ઞાન છે.” એ પ્રમાણે વાત કરી સ્વામીશ્રીએ કહ્યું, “અમને પણ એવું અજ્ઞાન એક દિવસ પળવાર માટે આવી ગયું હતું.”

ત્યારે પૂછ્યું, “જે ગુરુ બીજાનું અજ્ઞાન કાઢી શકે તેને કદી અજ્ઞાન આવતું હશે?”

એટલે સ્વામીશ્રીએ પોતાની વાત કરતાં કહ્યું, “જ્યારે શ્રીજીમહારાજે દેહોત્સર્ગ કર્યો, ત્યારે પીપળાવાડીએ જંગલ જતાં લીલી ધ્રો અમે જોઈ. એટલે વિચાર આવ્યો કે આ ધ્રોનું જીવન જળ છે. તેથી જેને જળનો યોગ છે તે ધ્રો લીલી છે ને જે જળથી છેટે પડી ગઈ છે તે સુકાઈ ગઈ છે. તેમ આપણું જીવન જે મહારાજ તે તો સ્વધામ પધારી ગયા ને આપણે અહીં! આમ, વિચાર આવતાં જ મને મૂર્છા આવી ગઈ ને દેહ પૃથ્વી ઉપર પડી ગયો. તૂંબડી પણ આઘી જઈને પડી ગઈ. એટલામાં શ્રીજીમહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન દઈ મને ઊભો કરી બાથમાં ઘાલીને મળ્યા અને ખભા પર માથું મૂકીને બોલ્યા, ‘સાધુરામ! તમે બીજાની માફક મને મૂએલો જાણો છો? હું ક્યાં છેટે ગયો છું? હું તો તમારે વિષે અખંડ રહ્યો છું.’ એમ ત્રણ વખત કહીને અદૃશ્ય થઈ ગયા અને અંતરમાં અખંડ દેખાવા લાગ્યા.”

આમ, પોતાને પળવાર જે અનુભવ થયો હતો તે વાત સ્વામીશ્રીએ સભામાં કરી.

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨/૧૭૯]

Prasang

(1) Sakhī Kāratak māse kanth pīyu gayā parharī

Sadguru Nishkulanand Swami

During the month of Magshar, Gunatitanand Swami went to travel in the villages of Nagardesh. He arrived in Jamnagar first. He stayed in the old mandir. Jaga Bhakta was fasting, so he sat on the veranda while singing kirtans of separation written by Nishkulanand Swami - ‘Sakhi Kāratak māse kanth piyu gayā parhari’. He sang the line ‘Sakhi shiyo karu re upāy, piyu gayā pardesh re’.

Hearing these words, Swamishri called Jaga Bhakta to the assembly and had him sing the kirtan again. Then, Swamishri spoke on the topic, “To believe that one’s beloved (i.e. Shriji Maharaj) has gone to another land is a type of ignorance of my guru (i.e. Nishkulanand Swami). Because, God resides in one’s heart forever; and to believe he is far is ignorance.” Then, Swamishri said, “Even I was overcome with ignorance momentarily once.”

Someone asked, “Can a guru who destroys ignorance of other ever become possessed with ignorance?”

Then, Swamishri spoke about his incident, “After Shriji Maharaj left his mortal body, I went to the jungle where I saw the green grass. I thought to myself that the life of the green grass is water. Because the grass gets water, it remains green and the grass farther away has dried up. Similarly, our life is Shriji Maharaj, who has now left for his abode. With that thought, I passed out and fell to the ground. The gourd I was holding fell farther away. Instantly, Shriji Maharaj gave me darshan in a divine form and held me up. He embraced me and said, ‘Sādhurām, do you believe me to be dead like others? Have I gone far from you? I reside in you eternally.’ He said this three times and disappeared. Then, I saw Maharaj in my heart constantly.”

Swamishri revealed this short experience to those present in the assembly.

[Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2/179]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase