home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) નવલ સનેહિ નાથજી રે પ્રેમીજનના છો પ્રાણ

સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી એક દિવસ સભામાં વિરાજ્યા હતા. તે વખતે માળિયાના હરિભક્તો રામજીભાઈ તથા જેઠાભાઈ ત્યાં આવ્યા. સ્વામીશ્રીને દંડવત્ કરી પાસે બેઠા. એટલે સ્વામીશ્રીએ તેમને કીર્તન બોલવાનું કહ્યું ત્યારે તે બંને હરિભક્તો ‘નવલ સનેહી નાથજી જી રે પ્રેમી જનના છો પ્રાણ.’ એ કીર્તનનું એક પદ બોલ્યા. તે સાંભળીને સ્વામીશ્રીનાં નેત્રોમાંથી આંસુની ધારા ચાલવા માંડી. સ્વામીશ્રીની મૂર્તિમાંથી દિવ્ય તેજ નીકળ્યું. આખા સભામંડપમાં તે તેજ છવાઈ ગયું. થોડી વાર પછી તે સમગ્ર તેજ સ્વામીશ્રીની મૂર્તિમાં પાછું સમાઈ ગયું. આ ચમત્કાર જોઈ એક સંતે સ્વામીશ્રીને પૂછ્યું, “સ્વામી! એ તેજ કોનું હતું?”

ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “એ તેજ તો પ્રભુના ધામનું હતું.”

તે સાંભળી કેશવજીવનદાસે કહ્યું, “સ્વામી! ધામ તો તમે જ છો.”

પોતાના સ્વરૂપની દૃઢ નિષ્ઠાના આ શબ્દો સાંભળી સ્વામીશ્રી હસ્યા. પછી તેમણે કહ્યું, “છે તો એમ જ પણ એમ જો મનાય તો કામ થઈ જાય. પરંતુ જ્યારે મનુષ્ય આકારે હોય ત્યારે અક્ષર માનવા એ કઠણ પડે.”

આ પ્રમાણે સ્વામીશ્રીએ પોતાના સ્વરૂપની વાત કરી પોતાને તો પોતાનું દિવ્ય સ્વરૂપ સદા છુપાવવાનું જ તાન હતું. પરંતુ આ વિરહના કીર્તનના શબ્દોથી સ્વામીશ્રી શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. પોતાના દેહનું ભાન ન રહ્યું અને દિવ્યતા પ્રગટ થઈ ગઈ!

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨/૨૪૧]

Prasang

(1) Naval sanehi Nāthjī re premī-jannā chho prāṇ

Sadguru Premanand Swami

Once, Gunatitanand Swami was presiding in sabhā. Rāmjibhāi and Jethābhāi of Māliyā arrived, prostrated, and sat next to Swamishri. Swamishri asked them to sing kirtans. Both sang ‘Naval saheni Nāthji re, premi jannā chho prān’. While singing, tears flowed from Swamishri’s eyes and divine light emanated from his murti. The light filled the whole sabhā mandap. Few moments later, the light merged back into Swamishri’s murti. Seeing the miracle, one sadhu asked, “Whose light was that?”

Swamishri replied, “The light belonged God’s abode.”

Keshavjivandas commented, “Swami, you are the abode of God.”

Swamishri laughed hearing words of firm conviction of his identity. Then, Swamishri said, “That is so. And one will become fulfilled if one understands that. However, when Akshar is in the form of a human, that is difficult to believe.”

Swamishri insisted on hiding his identity as Aksharbrahman. However, hearing the kirtan of separation (from Maharaj), Swamishri became engrossed in Shriji Maharaj’s murti and lost consciousness of his body, and divinity was revealed in that moment.

[Aksharbrahman Shri Gunatitanand Swami: Part 2/241]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase