home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) દુઃખડાં દૂર કરો સંકટ સર્વે હરો સ્વામીબાપા

વલ્લભદાસ

નિર્દોષ કરો છો, ભક્તોને મારી થાપા

તા. ૧-૧૨-’૬૯, રાતની સભામાં કીર્તન-ભક્તિના કાર્યક્રમમાં રાજુલાના વલ્લભભાઈનાં પ્રગટનાં બનાવેલાં કીર્તનો, જેઠાભાઈ ગાઈ રહ્યા હતા. સ્વામીશ્રી પ્રસન્ન મુદ્રામાં હતા. કહે, “બતાવો જોઈ,” એમ કહી જેઠાભાઈ પાસે કીર્તન ઉતારેલાં કાગળિયાં હતાં એ હાથમાં લીધાં. એમાંથી એક કાગળ લઈ, જેઠાભાઈને આપતાં કહે, “આ કીર્તન ગાઓ.”

એ કીર્તન હતું:

‘દુઃખડાં દૂર કરો, સંકટ સર્વે હરો,

યોગીબાપા! નિર્દોષ કરો છો, ભક્તોને મારી થાપા.’

જેઠાભાઈએ એ કીર્તન ગાવાનું શરૂ કર્યું અને સ્વામીશ્રી હસવા લાગ્યા. હાથના ઇશારાથી સૌને ગાવાની આજ્ઞા કરી. પોતે સાંભળતા જાય પણ પોતાનું હસવું ખાળી શકતા નહોતા. સર્પદંશવાળી આંગળી - ઉપદેશ-મુદ્રામાં રાખી, હાથનું લટકું કરતા જાય. જ્યારે કંઈક પ્રસન્નતાનો ભાવ બતાવવો હોય ત્યારે સ્વામીશ્રી આ રીતે કરતા, જાણે કહેતા હોય કે “વલ્લભભાઈ ખરા છે! પ્રગટનો મહિમા ખરો સમજી ગયા છે! કીર્તન સારાં બનાવ્યાં છે!” વગેરે ભાવો એ હસ્તમુદ્રામાંથી ફલિત થતા હતા.

છેલ્લ ચરણ આવ્યું: ‘સ્વામી જોશો ન કરણી હમારી...’ એ સાંભળીને પણ ખૂબ હસતા રહ્યા. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુરુ કે સંતના ગુણ એમની હાજરીમાં જ ગાવા, એ જ સાચી ભક્તિ છે!

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૪૮૯]

Prasang

(1) Dukhḍā dūr karo sankaṭ sarve haro Swāmībāpā

Vallabhdas

On December 1, 1969, During the evening sabhā program, Jethabhai was singing kirtans written by Vallabhbhai of Rajula. Yogiji Maharaj was in a pleased mood. He said, “Show me.” So saying, he took the papers with the written kirtans in his hands. He handed one paper to Jethabhai and said, “Sing this kirtan.” That kirtan was:

Dukhḍā dūr karo sankaṭ sarve haro, Yogi Bāpā;

Nirdosh karo chho bhaktone mārī thāpā...

Jethabhai started singing this kirtan and Swamishri started laughing. He gestured everyone to sing along. He listened but could not stop laughing. He raised his finger which was bitten by the snake and gestured the beats of the kirtan. Whenever Swamishri wanted to show he was pleased, he would gesture with his finger as such. It was as if he was saying: “Vallabhbhai is truly great! He understands the greatness of the manifest form. He wrote wonderful kirtans.”

At the end, the words ‘Swami josho na karani hamāri’ (Swami, do not look at our [mis]deeds.) was sung and Swamishri laughed a great deal. It is written in the scriptures that the praises of the guru should be sung in his presence - that is true bhakti!

[Brahmaswarup Yogiji Maharaj: 5/489]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase