home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) શ્રીજી પધાર્યા સ્વધામમાં રે મેલી પોતાના મળેલ

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

જૂનાગઢમાં કથાવાર્તાનો અખાડો

સમૈયા બાદ ગોપાળાનંદ સ્વામી વરતાલથી નીકળી ફરતાં ફરતાં ગઢડા પધાર્યા. અહીંથી તેમને જૂનાગઢ આવવું હતું. પરંતુ અહીંના હરિભક્તો તથા સંતોને સમાગમનું સુખ આપવા ગઢડામાં તેઓ રોકાયા.

આ અરસામાં નિત્યાનંદ સ્વામી પણ જૂનાગઢ આવવા ગઢડા આવ્યા. થોડા દિવસ ગઢડા રહીને બંને સદ્‌ગુરુઓ જૂનાગઢ આવ્યા. સ્વામીશ્રી આ બંને સદ્‌ગુરુઓને જોઈ અતિશય રાજી થયા. હવે મન મૂકીને કથાવાર્તા થશે – એ વિચારથી સ્વામીશ્રીને આનંદ થયો.

એક દિવસ નિત્યાનંદ સ્વામી ધર્મશાળાને દરવાજે ઉત્તરાદે પડખે આથમણા દ્વારના ઓરડામાં પોતાના ઉતારામાં પૂજા કરતા હતા. તે સમયે સ્વામીશ્રી સભામાં બળભરી વાતો કરતા હતા. વાતોના પ્રસંગમાં સ્વામીશ્રી નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન બોલ્યા:

શ્રીજી પધાર્યા સ્વધામ રે, મેલી પોતાના મળેલ;

તે પણ તન ત્યાગશે રે, ત્યારે રખે પડતી ભેળ... શ્રીજી

મન માને તેમ મા’લશે રે, ચાલશે ચિત્ત અનુસાર;

માથેથી બીક મટી ગઈ રે, જેને કેનો ન રહે ભાર... શ્રીજી

પીશોરી જોડા પહેરશે રે, તેલના ભીંજેલ તૈયાર;

ચટકંતી ચાલે ચાલશે રે, જેને કેનો ન રહે ભાર... શ્રીજી

પનાળાં પોતિયાં પહેરશે રે, લાલ કોરે લીટી લગાર;

પેચે પાટલિવું પાડશે રે, જેને કેનો ન રહે ભાર... શ્રીજી

શાક સારાં વઘારશે રે, મેલી ઘણા ઘીનો વઘાર;

જુક્તે જુદું જુદું જમશે રે, જેને કેનો ન રહે ભાર... શ્રીજી

નારી ધનને નિંદશે રે, વાતમાં વારંવાર;

અંતરે અભાવ નહિ રહે રે, જેને કેનો ન રહે ભાર... શ્રીજી

આ કીર્તન બોલીને સ્વામીશ્રીએ કહ્યું, “હવે તો દહાડે દહાડે આગળ કરતાં કાળ બહુ ઊતરતો આવશે અને કોઈને કોઈનો ભાર નહિ રહે.”

સ્વામીશ્રીની આ બળભરી વાતો સાંભળી નિત્યાનંદ સ્વામી પોતાના ઓરડામાં બેઠા બેઠા બોલ્યા, “અહોહો! સ્વામી તો શ્રીજીમહારાજે જેવા કહ્યા હતા તેવા આજે જ સમજાયા. ઠીક મંડ્યા છે. કેટલા બળથી ઉપદેશ કરે છે? બીજાથી આવું ન બોલાય. પંડનું વર્તન સારું ન હોય તો શું બોલી શકે? અને કદાચ બોલે તો કોઈને ભાર પણ પડે નહિ.”

એટલું કહીને અંતર્વૃત્તિ કરી ગયા. થોડી વારે જાગ્રત થઈ વળી કહ્યું, “સ્વામીનું તો જેવું વર્તન તેવી જ વાણી. વાણીમાં કદાચ સંકોચ રાખે પણ વર્તનમાં તો શ્રીજીની આજ્ઞામાં રંચમાત્ર પણ ફેર પડવા દેતા નથી. આખો સોરઠ ધ્રુજાવી દીધો છે.”

એમ કહીને બોલ્યા, “શ્રુતિમાં ખરું કહ્યું છે કે ‘यमेवैष वृणुते तेनैव लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ॥’ જેના ઉપર ભગવાનની કૃપા થાય છે તેને જ તે વરે છે. સ્વામીશ્રી ઉપર મહારાજની અનહદ કૃપા છે એટલે સ્વામીશ્રી મહારાજનું સ્વરૂપ છે. વળી, પોતે પણ જેના ઉપર કૃપા કરે છે તેને પોતાના જેવા કરી દે છે.” એટલું કહીને નિત્યાનંદ સ્વામી દર્શન કરવા પધાર્યા.

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧]

Prasang

(1) Shrījī padhāryā swadhāmmā re melī potānā maḷel

Sadguru Nishkulanand Swami

After the samaiyo, Gopalanand Swami arrived in Gadhada from Vartal. He wanted to go to Junagadh from here, but he stayed in Gadhada because devotees were eager to listen to his discourses. Nityanand Swami had arrived in Junagadh, so Gopalanand Swami joined him in Junagadh. Gunatitanand Swami was happy to see two sadgurus in Junagadh because he would be able to discourse as he willed.

One day, Nityanand Swami was doing his puja in the Dharmashala. Swamishri was talking in sabhā in full force. He sang the kirtan ‘Shriji padhāryā swadhām re, meli potānā malel...’.

After singing this verse, Swamishri said, “Henceforth, day by day the circumstances will be dismal. No one will listen to anyone.”

Hearing such talks of strength, Nityanand Swami said while sitting in his room, “Oh! Oh! Only today have I realized that Swami is as Shriji Maharaj had described. It is proper they way he is speaking. Look how forcefully he is preaching. No one else can speak like this. If one does not practice, how can they preach? Even if one who does not implement his own speech speaks, no one would be impressed.”

So saying, Nityanand Swami was lost in contemplation. Then, he said, “Swami’s words are exactly like his conduct. He may hesitate in his speech, but in his conduct, there is not even a slight infraction of Shriji’s āgnā. He has shaken the whole Sorath region.”

He continued further, “It is correctly written in the Shrutis: Yamevaiṣh vṛuṇute tenaiv labhyastasyaiṣh ātmā vivṛuṇute tanuan svām || God weds only those who receive God’s grace. Swamishri has received immense grace of Maharaj, and hence he is the form of Maharaj. Moreover, whoever receives his grace becomes like him.” So saying, Nityanand Swami went for darshan.

[Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase