home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) જલધર સુંદર મદન મનોહર (દિવ્યપતિ અષ્ટકમ્)

સદ્‍ગુરુ યોગાનંદ સ્વામી

જૂનાગઢમાં સવારે ગુણાતીતાનંદ સ્વામી મંગળાનાં દર્શન કરી સભામાં પધાર્યા અને વાતો કરવા બેઠા. તે વખતે જામનગરનો એક કડિયો સભામાં બેઠો હતો. તે આઠ દિવસથી અહીં આવ્યો હતો અને તેણે સંકલ્પ કર્યો હતો કે સ્વામી મારું કાંડું ઝાલીને મંદિર ઉપર આઠ પ્રદક્ષિણા ફરે ને આઠ શ્લોક બોલે તો સ્વામીને સૌ અક્ષર કહે છે તે મનાય. પરંતુ હજુ સુધી તેનો સંકલ્પ સિદ્ધ થયો ન હતો. આજે તેને જામનગર જવું હતું. તેથી તેને મનમાં એમ થયું કે સ્વામીના શિષ્યો સૌ સ્વામીનો મહિમા વધારે છે પણ આપણને કંઈ એવો અનુભવ થયો નહિ.

તે વખતે સ્વામીશ્રી વાતો કરતા હતા. એટલામાં શણગાર આરતીનો ડંકો થયો અને સ્વામીશ્રી ઊઠ્યા. પોતાના આસન આગળ રહીને તે કડિયો નીકળ્યો એટલે સ્વામીશ્રીએ તરત તેનું કાંડું પકડ્યું અને મંદિરમાં દર્શન કરવા પધાર્યા. દર્શન કરી રહ્યા પછી સ્વામીશ્રી તેનું કાંડું ઝાલીને આઠ પ્રદક્ષિણા ફર્યા અને ફરતાં ફરતાં ‘જલધર-સુંદર મદન-મનોહર હૃદય-તમોહર કૃષ્ણ હરે’ એ આખું અષ્ટક બોલ્યા.

આઠ પ્રદક્ષિણા પૂરી થઈ એટલે સ્વામીશ્રીએ તેનું કાંડું છોડી દીધું અને તેને કહ્યું, “તારા સંકલ્પ પ્રમાણે તારું કાંડું ઝાલીને અમે આઠ પ્રદક્ષિણા ફરીએ અને આઠ શ્લોક બોલીએ તો જ તને સાચું મનાય? નહિ તો ન મનાય ને?”

ત્યારે તે ભક્તને અંતરમાં થયું કે ખરેખર સ્વામીશ્રી તો અક્ષરબ્રહ્મ છે જ, પણ મને મારા સ્વભાવને લઈને પ્રતીતિ આવી નહિ. તેના અંતરમાં ખૂબ શાંતિ થઈ અને સ્વામીશ્રીનો વિશેષ મહિમા સમજી તે ઘેર ગયો.

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી - ભાગ ૨/૧૬૨]

Prasang

(1) Jaladhar sundar madan manohar (Divyapati aṣhṭakam)

Sadguru Yoganand Swami

In Junagadh, Gunatitanand Swami arrived in the assembly after darshan of the morning ārti and started discoursing. In the assembly sat a mason from Jamnagar who had been in Junagadh for eight days. He had a wish that Swami would hold his hand and perform eight pradakshinās of the mandir while reciting eight shlokas. If his wish is fulfilled, he would believe Swamishri is Akshar. However, his wish had not been fulfilled yet, and he wanted to leave for Jamnagar today. He had doubts that Swamishri’s devotees are exaggerating his greatness since he has not experienced any divinity.

As Swamishri was speaking, the bell of shangār ārti rang. Swamishri got up while the mason walked along his seat. Swamishri grabbed his hand and headed toward the mandir for darshan. After darshan, Swamishri started performing the pradakshinā while singing the whole ashtak - ‘Jaldhar sundr madan manohar...’.

After eight pradakshinās, Swamishri released his hand and said, “You would only believe if I hold your hand and perform eight pradakshinās while singing eight shlokas according to your wish? Otherwise you would not believe it?”

The mason felt in his heart that Swamishri is indeed Aksharbrahman and was not able to recognize him due to his own shortcomings. After this experience, he understood Swamishri’s greatness to a greater extent and left for home.

[Aksharbrahman Shri Gunatitanand Swami - Part 2/162]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase