home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) ધીરે ધીરે ધીરે ધીરે જી મહંતસ્વામી આપનો નેહડો

તા. ૬-૨-૨૦૧૭, સારંગપુર. મહંત સ્વામી મહારાજ રાત્રીભોજન કર્યા બાદ નિજનિવાસ તરફ પધારી રહ્યા હતા, ત્યારે તેઓનું જ કીર્તન ‘નેહડો લાગ્યો રે, મહંત સ્વામી આપનો નેહડો લાગ્યો રે...’ વાગી રહ્યું હતું. સંતો કીર્તનના શબ્દો સાથે તાળી વગાડીને ઉત્સાહથી ઝૂમી રહ્યા હતા. સેવક સંતોએ સ્વામીશ્રીની તે તરફ દૃષ્ટિ કરાવી. આ દર્શન પામીને સંતો તો જાણે હિલોળે ચઢ્યા. ઉત્સાહમાં ભરતી આવી.

સ્વામીશ્રી સ્મિત કરતાં હાથ હલાવીને વિદાય લેતાં બહાર પધાર્યા. સેવક સંતે પૂછ્યું, “સ્વામી! સરસ કીર્તન વાગે છે ને?”

સ્વામીશ્રી બે હાથ પોતાના કાન સમીપ લઈ જતા બોલ્યા, “કંઈ સાંભળ્યું જ નથી.” સ્વામીશ્રીનું ધ્યાન જ નહોતું.

પછી સેવક સંતે પૂછ્યું, “આ કોનું કીર્તન વાગતું હતું, આપને ખબર છે?”

સ્વામીશ્રી કહે, “ના.”

સેવકે કહ્યું, “સ્વામી! આપનું કીર્તન વાગતું હતું.”

સ્વામીશ્રી આશ્ચર્યથી કહે, “એમ..! આવી ખબર હોત તો આવું ન કરત.”

સ્વામીશ્રીએ સંતો સામે સ્મિત કરીને હાથ હલાવ્યો હતો - તે તરફ સ્વામીશ્રીનો નિર્દેશ હતો. કેવી અલૌકિક ગુણાતીત સ્થિતિ!

Prasang

(1) Dhīre dhīre dhīre dhīre jī Mahant Swāmī āpno nehaḍo

February 6, 2017, Sarangpur. After the evening meal, Mahant Swami Maharaj was making his way toward his room. The kirtan ‘Nehado lāgyo re, Mahant Swami āpno nehado lāgyo re’ was being played. The swamis were dancing to the beat of the kirtan. The attendant swami drew Swamishri’s attention to the swamis, which caused them to become more excited.

Swamishri smiled, waved his hands and departed. The attendant swami asked, “Swami, this is a wonderful kirtan, is it not?”

Swamishri drew his hands near his ears and said, “I did not hear anything.” Swamishri was not attentive to the words.

The attendant swami followed, “Do you know whose kirtan this was?”

“No.”

“Swami! This was your kirtan.”

Surprised, Swamishri said, “Is that so! If I knew this, I would not have done that.”

Swamishri was referring to the smile and wave of the hand. This is the gunatit state of Swamishri. He is beyond praise.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase