કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) સ્વામીબાપાના બાળ મંડળમાં તો મજા પડે
બ્રહ્મના આનંદની મજા
તા. ૧૭/૮/૧૯૮૩, રાજકોટ. આ અરસામાં રાજકોટના રેડિયો સ્ટેશન પરથી ગોંડલના ગુરુકુળનો પરિચય તથા તેમાં ભણતા બાળકોના કંઠે ગવાયેલાં ભજનો પ્રસારિત થયાં હતાં. તેનું ધ્વનિમુદ્રણ તા. ૧૭/૮ની રાત્રે સ્વામીશ્રીને સંભળાવવામાં આવ્યું. તેનું શ્રવણ પૂરું થયું ત્યારે એક સંત કીર્તનના લહેકામાં જ બોલ્યા, “મજા આવે, મજા આવે, સ્વામી પાસે મજા આવે...”
“બ્રહ્મનો આનંદ આવે તે મજા જ આવે ને! બાળકોને ને મોટાનેય આનંદ આવે તેવું છે.” સ્વામીશ્રીએ કહ્યું.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૬૬]
Prasang
(1) Swāmī Bāpānā bāḷ manḍaḷmā to majā paḍe
The Joy of the Bliss of Brahman
August 17, 1983; Rajkot. During this time, an introduction of the Gondal Gurukul and the kirtans by the children studying there were broadcast via the Rajkot radio station. Swamishri listened to the broadcast that night. After listening to the broadcast, one swami sang the line ‘majā pade bhāi majā pade...’ in the same tune.
Swamishri added, “Of course if one experiences the bliss of Brahman one would be overjoyed. Both the children and the adults.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5/66]