કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) આ સૂરજ પૂછે છે એ ચાંદો પૂછે છે
તા. ૨-૧૦-૨૦૧૬, નડિયાદ. આજે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મહંત સ્વામી મહારાજનાં ભોજન-દર્શનનો લાભ લઈ રહેલા. આ ભોજનસત્રની પૂર્ણાહુતિમાં તેઓએ કહ્યું, “સ્વામી! આજે એક ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે.” એમ કહી તેઓએ છાત્રાલયની દશાબ્દી વખતે સ્વામીબાપાની હાજરીમાં ગવાયેલી કવ્વાલી – ‘આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે, ગગનમાં ચમકતો સિતારો પૂછે છે... પ્રમુખસ્વામી શું છે?’ રજૂ કરી.
આ રજૂઆતના અંતે વિદ્યાર્થીઓએ કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજે તો આ કવ્વાલી પછી પોતાની ઓળખ આપીને ઇતિહાસ રચી દીધો છે. આપ હવે આપની ઓળખ આપો કે મહંત સ્વામી શું છે?”
“દાસના દાસ.” સ્વામીશ્રી ક્ષણનાય વિલંબ વિના બોલી ઊઠ્યા.
[બ્રહ્મના સંગે, ૧૭]
Prasang
(1) Ā sūraj pūchhe chhe e chāndo pūchhe chhe
October 2, 2016. Nadiad. Today, the students of the Nadia Chhatralay were engaged in the darshan of Mahant Swami Maharaj eating his meal. At the end of his meal, the students said, “Swami! We want to revisit a historical moment.” So saying, they sang the kavvali ‘Ā suraj puchhe chhe, ā chāndo puchhe chhe, gaganmā chamakto sitāro puchhe chhe... Pramukh Swāmi shu chhe?’
At the end of the kavvali, the students asked Swamishri, “After this kavvali, Pramukh Swami Maharaj answered the question and gave us his own introduction. Now, you also tell us who you are.”
“A servant of servants.” Swamishri said without hesitation.
[Brahmana Sange, 17]
પ્રસંગ
(૨) આ સૂરજ પૂછે છે એ ચાંદો પૂછે છે
પ્રમુખસ્વામી કોણ છે?
તા. ૨૩/૩/૨૦૦૨ની સાયંસભા છાત્રાલયના દશાબ્દી મહોત્સવ ઉપક્રમે હોવાથી તે યૌવનના તરવરાટથી ઊભરાતી હતી. તેમાં રજૂ થવા માંડેલી છાત્રાલયની સિદ્ધિ-પ્રસિદ્ધિની પ્રસ્તુતિ ગીત-સંગીત, સંવાદ અને નૃત્ય તેમ જ વક્તવ્યો તથા વિનોદ વગેરે દ્વારા ખૂબ જ આકર્ષકની સાથે પ્રભાવક પણ બની રહી.
તે ક્રમમાં છાત્રોએ ‘આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે... પ્રમુખસ્વામી શું છે? પ્રમુખસ્વામી શું છે?’ કવ્વાલી પણ સાભિનય રજૂ કરી.
ગીતના આ શબ્દોને જ આશીર્વાદમાં વણી લેતાં સ્વામીશ્રી બોલ્યા, “ખૂબ સુંદર રીતે છાત્રોએ રજૂઆત કરી. એમાં આવ્યું કે: ‘પ્રમુખસ્વામી કોણ છે?’ તો પ્રમુખસ્વામી છે એ સાધુ છે, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે અને જોગી મહારાજના શિષ્ય છે, કારણ કે જે કાંઈ છે તે એમને લઈને છે.”
સ્વામીશ્રીના શ્રીમુખેથી સરેલા આ સ્વ-પરિચયને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. તેની વચ્ચે કાર્યક્રમના આયોજક ત્યાગપ્રકાશદાસ સ્વામી, અક્ષરવંદનદાસ સ્વામી વગેરે સંતોનું સન્માન ઝીલતા સ્વામીશ્રી તા. ૨૫/૩ની સવારે ગાંધીનગર આવી પહોંચ્યા.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૯/૪૮૬]
Prasang
(2) Ā sūraj pūchhe chhe e chāndo pūchhe chhe
Who is Pramukh Swami
The 10th anniversary of the Chhatralay was celebrated during the evening assembly on March 23, 2002 in Vidyanagar. The students sang a kavvali with the words: The sun asks, the moon asks, “Who is Pramukh Swami? Who is Pramukh Swami?”
Swamishri answered this question in his blessing by stating, “The students presented well today. They also asked, ‘Who is Pramukh Swami?’ The answer is: Pramukh Swami is a sadhu, a devotee of Bhagwan Swaminarayan, and a disciple of Yogiji Mharaj because, whatever I am is due to him.”
Swamishri gave his own introduction in this manner, causing a thunderous applause from the audience.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 9/486]