home

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) 3-271: સુન સુન સજની આઈ ઘટા ઘન સાવનકી

સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

એક વખત રાજકોટમાં કીર્તન આરાધનાનો કાર્યક્રમ હતો. નગરના પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ આરાધના હતી. સ્વામીશ્રી પણ પધારવાના હતા. અમે સૌ સંગીતજ્ઞ સંતો સારંગપુરથી નીકળી બપોરે રાજકોટ પહોંચ્યા.

ચારેક વાગે હું એક સંત સાથે આરાધનાના સ્થળે વ્યવસ્થા માટે વહેલો નીકળી ગયો. આ બાજુ સાંજે સ્વામીશ્રી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા, ત્યારે કોઈકે કહ્યું, “આજે આરાધના છે ને વરસાદ ઝીણા ફોરે શરૂ થયો છે.”

તે વખતે સ્વામીશ્રી વરસાદની ખેંચને અનુલક્ષીને બોલ્યા, “કીર્તનિયા ભેગા થયા છો, તો મેઘમલ્હાર ગાઓ તો વરસાદ પડે.” પછી બીજી વાતચીત થઈ અને સ્વામીશ્રીએ પ્રસાદ ગ્રહણ કરી લીધો, એટલે સૌ સંતો કાર્યક્રમના સ્થળે આવ્યા. ત્યાં સંતોએ મને બપોરે બનેલા પ્રસંગની વાત કરી. એટલે મને થયું કે સ્વામીશ્રીએ કહ્યું છે તો આપણે તે રાગ આજે રાત્રે જ ગાવો. હું ‘દરબારી કાનડા’ રાગનું કીર્તન ગાવાનો હતો તે બદલ્યું ને ‘સુન સુન સજની આઈ ઘટા...’ એ કીર્તન મેઘમલ્હારમાં ગાવાનું નક્કી કર્યું.

સમય થોડો હતો. પણ સૂર, સ્વર ને સાધનનું નિયોજન કરી, તે રાગ ગાયો ત્યારે સ્વામીશ્રી ખૂબ રાજી થયા. ઉપરથી વર્ષા થઈ ન થઈ તે ગૌણ છે, પણ સ્વામીશ્રીની અમીવર્ષા થઈ તે ચિરસ્મરણીય છે. એક આહ્‌વાન આપીને પ્રોત્સાહન આપવાની આ તેમની અનોખી રીત છે. અચાનક જ નવો રાગ, કીર્તન ગાવાનું થાય ત્યાં આ રીતે તેમણે ઘડેલું કલેવર ઘણી મદદ કરે છે.

- સાધુ અક્ષરેશદાસ

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૫/૨૦]

Prasang

(1) 3-271: Sun sun sajanī āī ghaṭā ghan sāvankī

Sadguru Premanand Swami

Once, a kirtan ārādhanā program was organized in Rajkot in presence of city officials. Pramukh Swami Maharaj was to be present also. The musically talented sadhus of Sarangpur reached Rajkot. At around 4 o’clock, I left for the kirtan ārādhanā location to ensure the arrangements were made. Meanwhile, Swamishri was having dinner when someone mentioned, “There is a kirtan ārādhanā program tonight and it has started to drizzle.”

Referring to the lack of rain that year, Swamishri said, “All of the musically talented sadhus have gathered. It would be great if they sang a kirtan of the ‘megh-malhār’ tune (sung during the monsoon season).”

When the other sadhus arrived at the program location, they mentioned the conversation that took place. I was going to sing a kirtan of the tune ‘darbāri kānadā’ but changed my mind based on Swamishri’s comments. I sang ‘Sun sun sajani āi ghatā...’ instead. Time was short but we adjusted our instruments and pleased Swamishri by singing this kirtan. Whether it rained or not is not important, but Swamishri certainly showered his grace upon us.

- Sadhu Akshareshdas

[Jeva Me Nirakhya Re - Part 5/20]

Selectionclose

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

Daily Satsang

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

અક્ષરાનંદ સ્વામીની વાતો

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૫

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

પ્રેરક વ્રત-નિયમના

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૯

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

રટના સહજાનંદની

સ્વામિનારાયણ પ્રકાશ

સ્વામીની વાતો

હરિલીલામૃત