કીર્તન મુક્તાવલી
ભાષાંતર
(૧) શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્
જાબાલ્યાખ્યપુરં બભૂવ પવિતં બાલ્યેન યત્સ્વામિનઃ,
કાર્યં યસ્ય વિનોદયુગ્ અભિધયા સાર્થં જનાઃ સાક્ષિણઃ।
તેજસ્વી નનુ શિક્ષણે સ્વયમને પ્રામોદયત્ શિક્ષકાન્,
તં શ્રીકેશવજીવનં ગુરુવરં વન્દામહે મોક્ષદમ્॥૧॥
જેમના બાલ્યકાળથી જબલપુર (મધ્યપ્રદેશ) પવિત્ર થયું. જેમની દરેક ક્રિયા વિનોદી હોવાથી તેમણે વિનોદચંદ્ર નામ સાર્થક કર્યું. જેના સાક્ષીઓ અનેક છે. તેઓ અભ્યાસમાં અને સંયમમાં પણ તેજસ્વી હતા જેથી તેમણે અધ્યાપકોને આનંદિત કર્યા તેવા, મોક્ષ આપનાર, ગુરુવર્ય શ્રીકેશવજીનવદાસને (મહંત સ્વામી મહારાજને) અમે પ્રણામ કરીએ છીએ (૧)
દુર્ગે શ્રીપ્રમુખં પ્રમિલ્ય નગરે કૃષ્ટઃ સ્વરૂપે નિજે,
આનન્દે ગુરુયોગિનં સ મિલિતઃ લીનઃ સુધાભાષણાત્
સેહે નૈકવચાંસિ પાર્ષદતનૌ તપ્તં ગુરોરાજ્ઞયા,
તં શ્રીકેશવજીવનં ગુરુવરં વન્દામહે મોક્ષદમ્॥૨॥
ગઢડામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પ્રમુખસ્વામી મહારાજને મળીને પોતાના જ સ્વરૂપ સમાન તેમનામાં તેઓ આકર્ષાયા. આણંદમાં યોગીજી મહારાજને મળ્યા અને તેમના અમૃત સમાન વાર્તાલાપથી તેઓ યોગીજી મહારાજમાં લીન થઈ ગયા. ત્યારબાદ યોગીજી મહારાજના વચને તેઓ પાર્ષદ બન્યા. અનેક પ્રસંગે અનેક લોકોના વચનો તેમણે સહન કર્યાં તથા યોગીજી મહારાજની આજ્ઞાથી ખૂબ તપ કર્યું તેવા, મોક્ષ આપનાર, ગુરુવર્ય શ્રી કેશવજીવનદાસ સ્વામીને (મહંત સ્વામી મહારાજને) અમે પ્રણામ કરીએ છીએ. (૨)
દીક્ષાન્તે ગુણિનં મુનિં ગુરુવરો મુમ્બાપુરેઽયોજયત્,
દત્ત્વા મુખ્યપદં મહન્તમખિલં સન્મણ્ડલં પ્રાદિશત્।
સ્થાતવ્યં સકલૈર્હિતાય સ ખલુ શ્રેયસ્કરઃ સદ્ગુરુઃ,
તં શ્રીકેશવજીવનં ગુરુવરં વન્દામહે મોક્ષદમ્॥૩॥
ગઢડામાં કળશ જયંતી મહોત્સવ વખતે યોગીજી મહારાજે તેમને ભાગવતી દિક્ષા આપી અને મુંબઈમાં મહંત પદવી આપીને ત્યાં નિવાસ કરવાની આજ્ઞા કરી. તેમજ સંત મંડળને આજ્ઞા કરી કે તમામ સંતો-હરિભક્તો તેમની આજ્ઞામાં રહેવું. તેઓ મોક્ષ આપનાર સદ્ગુરુ છે તેવા, મોક્ષ આપનાર, ગુરુવર્ય શ્રી કેશવજીવનદાસ સ્વામીને (મહંત સ્વામી મહારાજને) અમે પ્રણામ કરીએ છીએ. (૩)
મૌનં સંયમનં તપશ્ચ સતતં માહાત્મ્યદૃષ્ટિઃ શુભા,
ગુર્વાજ્ઞૈકરુચિશ્ચ કામદમનં દાસત્વભાવસ્તથા।
નિર્માનં સહજં ચ ધર્મજગુણાઃ યસ્મિન્ સદા લોકિતાઃ,
તં શ્રીકેશવજીવનં ગુરુવરં વન્દામહે મોક્ષદમ્॥૪॥
મૌન, સંયમ, માહાત્મ્ય દ્રષ્ટિ, સતત ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવાની રુચિ, નિષ્કામભાવ, નિર્માનભાવ, દાસત્વભાવ વગેરે શ્રીહરિના અનેક ગુણો તેમનામાં નીરખ્યા છે તેવા, મોક્ષ આપનાર, ગુરુવર્ય શ્રી કેશવજીવનદાસ સ્વામીને (મહંત સ્વામી મહારાજને) અમે પ્રણામ કરીએ છીએ. (૪)
પ્રાપ્ય શ્રીપ્રમુખાદ્ ગુરોર્ગુરુપદં સર્વોચ્ચમાધ્યાત્મિકં,
નમ્રઃ પ્રાપ્તફલો યથા તરુવરો નમ્રાધિકોઽજાયત।
સર્વેષાં હરિભક્તસાધુગુણિનાં પ્રાણાસ્પદઃ સમ્મતઃ,
તં શ્રીકેશવજીવનં ગુરુવરં વન્દામહે મોક્ષદમ્॥૫॥
પ્રમુખસ્વામી મહારાજ પાસેથી સર્વોચ્ચ આધ્યાત્મિક ગુરુપદ પ્રાપ્ત કરીને જેમ વૃક્ષને ફળ આવે અને વધારે નમ્ર બને તેમ વિનમ્ર તેઓ અધિક નમ્ર બન્યા. સંતો-હરિભક્તો ગુણભાવી ભક્તો : સૌના પ્રાણપ્યારા અને સન્માનનીય તેવા, મોક્ષ આપનાર, ગુરુવર્ય શ્રીકેશવજીવનદાસ સ્વામીને (મહંત સ્વામી મહારાજને) અમે પ્રણામ કરીએ છીએ. (૫)
યસ્મિન્ પૂર્વગુરૌ હરૌ ચ નિહિતા નિષ્ઠાઽસ્મિતા દિવ્યતા,
આનૃણ્યં સતતં સ્વજીવનવને શ્વાસેઽથ સમ્ભાષણે।
જ્ઞાનં બ્રહ્મપરાત્મસમ્ભૃતમહોઽનુભૂયતે સર્વદા,
તં શ્રીકેશવજીવનં ગુરુવરં વન્દામહે મોક્ષદમ્॥૬॥
પૂર્વ ગુરુઓ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે નિષ્ઠા, દિવ્યતા, ગૌરવભાવ અને સદાય ઋણી રહેવાની ભાવના તેમ જ અક્ષરપુરુષોત્તમ દર્શનરૂપી જ્ઞાન જેમના જીવનમાં શ્વાસોશ્વાસમાં તેમ જ પ્રવચનમાં અનુભવીએ છીએ તેવા, મોક્ષ આપનાર, ગુરુવર્ય શ્રીકેશવજીવનદાસ સ્વામીને (મહંત સ્વામી મહારાજને) અમે પ્રણામ કરીએ છીએ. (૬)
સૌમ્યં શ્રીમુખપદ્મમલ્પવિકસદ્દાડિમ્બદન્તાવલિમ્,
વાઙ્માહાત્મ્યયુતા હૃદિ પ્રભુગુરોર્વાસઃ સદા દૃશ્યતે।
યોગિસ્વામિપ્રમુખ્યસદ્ગુરુકૃપા યસ્મિન્ સુધાભેક્ષણમ્,
તં શ્રીકેશવજીવનં ગુરુવરં વન્દામહે મોક્ષદમ્॥૭॥
સૌમ્ય મુખારવિંદ, થોડી ખીલેલ દાડમની કળી દેવી દંતપંક્તિ, મહિમા ભરી વાણી, તેમ જ જેમનાં હૃદયમાં ગુરુ અને પ્રભુનો વાસ સદા દેખાય છે. યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની કૃપા જેમણે પ્રાપ્ત કરી છે. અમૃત સમાન દૃષ્ટિવાળા, મોક્ષ આપનાર, ગુરુવર્ય શ્રી કેશવજીવનદાસ સ્વામીને (મહંત સ્વામી મહારાજને) અમે પ્રણામ કરીએ છીએ. (૭)
સૌહાર્દં યસ્ય રક્તે વહતિ ચ સતતં દિવ્યભાવશ્ચ નિત્યં,
મુક્તાન્ સર્વાન્ સ મત્વા પ્રણમતિ સતતં બાલવૃદ્ધાદિભક્તાન્।
ભક્તિર્બ્રહ્માધિપે ચ પ્રમુખગુરુવરે યોગિરાજે નવીના,
દિવ્યં દાસાનુદાસં પ્રકટગુરુહરિં શ્રીમહન્તં નમામિ॥૮॥
જેમની નસેનસમાં લોહીના કણેકણમાં સુહૃદભાવ, દિવ્યભાવ, સતત અને નિત્ય વહે છે. બાળકથી લઈને વૃદ્ધ સુધીના તમામને મુક્તો માનીને તેઓ સદાય નમતા રહ્યા છે. પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી હરિમાં, યોગીજી મહારાજમાં અને પ્રમુખસ્વામી મહારાજમાં જેમની ભક્તિ સદા નવીન રહે છે તેવા, દિવ્ય, પોતાને દાસાનુદાસ માનનાર, પ્રગટ ગુરુહરિ શ્રીમહંત સ્વામી મહારાજને હું પ્રણામ કરું છું.