કીર્તન મુક્તાવલી
ભાષાંતર
(૧) અનાદિ હ્યક્ષરબ્રહ્મ પ્રમુખોપમ્
प्रमुखप्रणयाष्टपदीयम्
अनादि ह्यक्षरब्रह्म प्रमुखोपम ए
नारायणस्वरूप जय गुरुदेव हरे... ॥१॥
અનાદિ અક્ષરબ્રહ્મ, ‘પ્રમુખ’ એવું નામ ધારણ કરનાર, નારાયણનું સ્વરૂપ એવા હે ગુરુદેવ! હે હરિ! આપનો જય હો.
जलदलचञ्चललोचन स्मेरानन ए
मनसिजमोहनपक्ष्मन् जय गुरुदेव हरे... ॥२॥
પીપળાના પાન જેવી ચંચળ આંખોવાળા, સદાય મુખારવિંદ પર હાસ્ય રેલાવનારા, કામદેવને પણ મોહ પમાડે એવી પાંપણોવાળા હે ગુરુદેવ! હે હરિ! આપનો જય હો.
करतलहारमनोहर कुमुदोदर ए
गुञ्जाफलमधुराधर जय गुरुदेव हरे... ॥३॥
પોતાના હસ્તકમળમાં સુંદર હાર ધારણ કરનારા, પોયણ (એક જાતના કમળની વેલ) જેવા ઉદરવાળા, ચણોઠીના ફળ જેવા સુંદર મધુર હોઠવાળા હે ગુરુદેવ! હે હરિ! આપનો જય હો.
श्रितजनचन्दनचर्चित गुरु लालित ए
लज्जितानङ्गशुभाङ्ग जय गुरुदेव हरे... ॥४॥
પોતાના આશ્રિત જન વડે ચંદનથી પૂજાયેલા, ગુરુવર્યોએ (શાસ્ત્રીજી મહારાજે અને યોગીજી મહારાજે) લાડ લડાવેલા, કામદેવને પણ લજ્જા પમાડે એવા કલ્યાણકારી અંગોવાળા હે ગુરુદેવ! હે હરિ! આપનો જય હો.
हतजनहृदयतमोबल जनमङ्गल ए
श्रितमुदितमुनिमराल जय गुरुदेव हरे... ॥५॥
મનુષ્યોના હૃદયના માયાના બળને હણનારા, મનુષ્યોનું મંગળ (કલ્યાણ) કરનારા, આનંદિત પરમહંસો જેના આશ્રિત છે એવા હે ગુરુદેવ! હે હરિ! આપનો જય હો.
अगणितमुनिगुणभूषण जितदूषण ए
श्रीहरिपरमधाम जय गुरुदेव हरे... ॥६॥
સાધુના અગણિત ગુણોથી વિભૂષિત, સમાજના દૂષણોને જીતનારા, ભગવાનનું પરમ અક્ષરધામ એવા હે ગુરુદેવ! હે હરિ! આપનો જય હો.
भवभञ्जन मुनिरञ्जन मदगञ्जन ए
जनमधुमानसकञ्ज जय गुरुदेव हरे... ॥७॥
જન્મમરણનો ફેરો ટાળનારા, સંતોને આનંદ પમાડનારા, મિથ્યા અભિમાનનું ખંડન કરનારા, પોતાના હરિભક્તોના મધુર માન-સરોવર સમાન મનના કમળ સમાન હે ગુરુદેવ! હે હરિ! આપનો જય હો.
मलिनजनशोकतारण सुखकारण ए
रचितरुचिररतिगीत जय गुरुदेव हरे... ॥८॥
દુષ્ટ જીવોને શોકમાંથી તારનારા, સુખનું કારણ, સુંદર પ્રેમનું આવું ગીત રચાયું છે જેમનું એવા હે ગુરુદેવ! હે હરિ! આપનો જય હો.
Translation
(1) Anādi hyakṣharabrahma pramukhopam
Anādi hyakṣharabrahma pramukhopam e,
Nārāyaṇaswarūp jaya gurudev hare. 1
Hail to the gurudev, who is the eternal Aksharbrahman, who is known by the name of ‘Pramukh’, and who is the form of Narayan.
Jaladal chanchal lochan smerānan e,
Manasija-mohan pakṣhman jaya gurudev hare... 2
Hail to the gurudev, who has active eyes like the leaf of the pipal tree, who is always smiling, and whose eyelids cause Kamdev to become infatuated.
Karatal hār manohar kumudodar e,
Gunjāfal madhurādhar jaya gurudev hare. 3
Hail to the gurudev, who holds a beautiful garland in his lotus-like hands, whose abdomen is like a lotus (poyan), and whose lips are like the fruit of the chanothi plant.
Shrītajan chandan charchit gurulālit e,
Lajjitānanga shubhānga jaya gurudev hare... 4
Hail to the gurudev, who is worshiped by devotees with anointing of chandan, who is dear to his gurus (Shastriji Maharaj and Yogiji Maharaj), and who puts Kamdev to shame with his redemptive attributes.
Hata-jana-hrudayatamo bal janamangal e,
Shrītamudit munimarāl jaya gurudev hare. 5
Hail to the gurudev, who subdues the strength of māyā from the hearts of devotees, who liberates mankind, and whom the paramhansas seek the refuge of.
Agaṇitamuni guṇabhūṣhaṇ jitadūṣhaṇ e,
shrīhari-paramadhām jaya gurudev hare... 6
Hail to the gurudev, whose life is decorated with countless virtues of sādhutā, who abolished the many flaws of society, and who is the supreme abode of God.
Bhavabhanjan muniranjan madaganjan e,
Jana-madhumānasa-kanja jaya gurudev hare. 7
Hail to the gurudev, who destroys the cycle of births and deaths, who kindles happiness among the sadhus, who denounces false arrogance, and who is the lotus of Man Sarovar for the devotees.
Malina-jana-shokatāraṇ sukhakāraṇ e,
Rachita-ruchir ratigīt jaya gurudev hare... 8
Hail to the gurudev, who saves the wicked people from their misery, who is the cause of happiness, and to whom this kirtan has been written to eulogize.