કીર્તન મુક્તાવલી
2-1243: કેમ રે તોલાય... કેમ રે તોલાય
કેમ રે તોલાય... કેમ રે તોલાય
કેમ રે તોલાય, કેમ રે તોલાય,
સુવર્ણથી સુવર્ણ, કેમ રે તોલાય,
પ્રમુખસ્વામી આપને કેમ રે તોલાય...
સોનાનો ભાવ માપી જગને કમાય,
પણ આપ છો અપાર કહો કેમથી મપાય;
મળ્યો છે મોંઘો સ્વામી આપનો સંગાથ,
તોયે કર્યું છે સોંઘું થઈ ગઈ કૃતાર્થ;
થઈ ગઈ કૃતાર્થ સ્વામી, થઈ ગઈ કૃતાર્થ,
કેમ રે તોલાય, કેમ રે તોલાય...
સુવર્ણથી મોંઘું સ્વામી કેમ રે તોલાય,
આપનો મેળાપ કહો કેમ રે તોલાય.
સોનાના ઉપહાર થાય છે હજાર,
પણ આપનું સ્વરૂપ તો એથી અપાર;
બન્યા છો માત અને બન્યા છો તાત,
ઝાલીને હાથ સ્વામી આપ્યો છે સાથ;
કેમ રે તોલાય, કેમ રે તોલાય...
સુવર્ણથી નમ્ર સ્વામી કેમ રે તોલાય,
આપનો એ સ્નેહ કહો કેમ રે તોલાય.
કન્યાની ભેટથી પેઢીઓ શોભે,
પણ મહંતજીની ભેટ તો એને ના તોલે;
રાખ્યા ઉઘાડા સ્વામી અક્ષરના દ્વાર,
પામવું એ ધામ એ સૌનો છે સાર;
કેમ રે તોલાય, કેમ રે તોલાય...
સુવર્ણથી અનંત સ્વામી કેમ રે તોલાય,
આપનું સ્વરૂપ કહો કેમ રે તોલાય.
સોનાની રીત કોઈ મેળવી શકે ના પણ,
આપ છો અધીક સાચું પારસ તમે;
કરજો સુવર્ણ સ્વામી આપ છો આધાર,
કરજો ગુણાતીત એક છો આધાર;
નિષ્ઠાથી પ્રાર્થના કરજો સ્વીકાર,
કેમ રે તોલાય, નહીં રે તોલાય...
સુવર્ણથી અમૂલ સ્વામી નહીં રે તોલાય,
આપ છો ગુણાતીત નહીં રે તોલાય.
પ્રમુખસ્વામી આપને નહીં રે તોલાય,
મહંત સ્વામી આપને નહીં રે તોલાય...