કીર્તન મુક્તાવલી

2-1256: પ્રણમું પ્રમુખસ્વામી પ્યારા

પ્રણમું પ્રમુખસ્વામી પ્યારા

સાધુ ભક્તિપ્રિયદાસ

પ્રણમું પ્રમુખસ્વામી પ્યારા,

 પ્રણમું પ્રાણજીવન ગુરુજી... પ્રણમું. ટેક

મુખડું તમારું સુખડું દેતું, દેતું દર્શનદાનજી,

 દર્શન કરતાં ઠરિયાં મારા, નેણ તણાં એ દ્વારા... પ્રણમું. ૧

હસ્ત તમારા નિર્ભય કરતા, કરતા શાંતિ પ્રદાનજી,

 શાંતિ થાતાં સુખ જ ઊપજે, ઊઘડે જ્ઞાનભંડાર... પ્રણમું. ૨

આપ નયનની દૃષ્ટિ ઝીલતાં, પરિવર્તન છે જીવનું,

 પરિવર્તિત થઈ સુખડાં માણે, પામે અક્ષરધામ... પ્રણમું. ૩

ચરણ તમારાં તીરથ કરતાં, કરતાં જીવ પવિત્રજી,

 પવિત્ર થઈને શ્રીહરિ કેરી, ‘ભક્તિ’એ ચિત્ત ભરાય. પ્રણમું. ૪