કીર્તન મુક્તાવલી

2-1269: આંખડી કામણગારી અલબેલા તારી

આંખડી કામણગારી અલબેલા તારી

વનમાળીદાસ

આંખડી કામણગારી અલબેલા તારી,

 આંખડી કામણગારી;

કેશવ કલ્યાણકારી અલબેલા તારી,

 આંખડી કામણગારી... ꠶ટેક

ઈ રે આંખલડીમાં જાદુ અજબ છે,

 વશ થયા છે નરનારી, અલબેલા તારી... આંખડી ꠶૧

ઈ રે આંખલડીમાં કરુણા અપાર છે,

 દિલ દીધાં અમારા ઠારી, અલબેલા તારી... આંખડી ꠶૨

ઈ રે આંખલડીમાં બ્રહ્મતેજ ચમકે,

 પાપ કર્મને બાળનારી, અલબેલા તારી... આંખડી ꠶૩

ઈ રે આંખલડીમાં અનંત બ્રહ્માંડ છે,

 દૃષ્ટિ ન પહોંચે અમારી, અલબેલા તારી... આંખડી ꠶૪

ઈ રે આંખલડીમાં દિવ્યતાના પુંજ છે,

 બ્રહ્મસ્વરૂપે નિહાળી, અલબેલા તારી... આંખડી ꠶૫

ઈ રે આંખલડી વનમાળીને વહાલી,

 અંતરમાં લીધી છે ઉતારી, અલબેલા તારી આંખડી ꠶૬