કીર્તન મુક્તાવલી
1-941: શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
રસિકદાસ
શાસ્ત્રી મહારાજનો સંગ, ભાઈ મને ભાગ્યે મળ્યો છે,
ભાગ્યે મળ્યો છે, અહો ભાગ્યે મળ્યો છે... ꠶ટેક
યજ્ઞપુરુષનાં દર્શન કરતાં, ચડે છે ચોગણો રંગ... ભાઈ꠶ ૧
અડસઠ તીરથ મારા સ્વામી ચરણમાં, કોટિ ગયા ને કોટિ ગંગ... ભાઈ꠶ ૨
ભાવે કુભાવે જે વંદે કે નંદે, ધામ પમાડે અભંગ... ભાઈ꠶ ૩
સ્વામીશ્રીજી એમાં અખંડ બિરાજે, સેવા કરી લ્યોને† ધામ... ભાઈ꠶ ૪
દાસ રસિકના ગુરુ ગુણવંતા, દે છે મુક્તિનો કોલ... ભાઈ꠶ ૫
†કરીને લ્યો