કીર્તન મુક્તાવલી

2-1326: કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય

કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય

સાધુ મધુરવદનદાસ

કેમ રે ભુલાય, હો કેમ રે ભુલાય...

કેમ રે ભુલાય પ્રમુખસ્વામી આપની પ્રીત અમથી ભૂલી ના ભુલાય.

એ નયન નમણાં યાદ આવે, સ્નેહનાં ઝરણાં યાદ આવે,

એક મટકે પૂરતા જીવનભરની આશ અમને કેમ રે ભુલાય,

એ હસવું મીઠું યાદ આવે, સ્મરણ દીઠેલું યાદ આવે,

અંતર-ખાલીપો ભરી દેતું એ તવ મુખડું કેમ રે ભુલાય... કેમ રે ભુલાય. ૧

એ હસ્ત મંગલ યાદ આવે સ્પર્શ પ્રેમલ યાદ આવે,

ભૂલી દોષ અમ સઘળા ગળે મળતા એ કેમ ભુલાય,

એ ચરણ ચંચળ યાદ આવે, ભીડો ભયંકર યાદ આવે,

સહી કાંટા પરનાં દુઃખ હરતાં પગલાં કેમ ભુલાય... કેમ રે ભુલાય. ૨

એ હૃદય કુમળું યાદ આવે, અમૃત-નિઝરણું યાદ આવે,

પડ્યાને પ્રીતનો આધાર દેતા તવ ધબકાર કેમ ભુલાય,

એ શબ્દો દિવ્યમ્ યાદ આવે, મુખતેજ ભવ્યમ્ યાદ આવે,

નિજ ઊંઘ છોડી ધૂન કરતો નાદ અમને કેમ રે ભુલાય... કેમ રે ભુલાય. ૩

એ ગુરુજી વ્હાલા યાદ આવે, સ્મૃતિઓ મારા પ્રાણ કોરે,

ખુદ જલી આતમ-દીપ અમ પ્રગટાવ્યા કેમ ભુલાય,

એ પત્ર પાવન યાદ આવે, કૃપા સનાતન યાદ આવે,

નવ રાખ્યા અમને અનાથ, એ આશિષ કેમ ભુલાય... કેમ રે ભુલાય. ૪

વ્હાલા પ્રમુખસ્વામી મહારાજ... નહીં રે ભુલાય...