કીર્તન મુક્તાવલી
2-1350: પ્રમુખજીના બાગનું હું ફૂલ છું
પ્રમુખજીના બાગનું હું ફૂલ છું
સાધુ મધુરવદનદાસ
પ્રમુખજીના બાગનું હું ફૂલ છું,
ખુદને મળી ખુશ્બૂ મહીં મશગૂલ છું. ધ્રુવ
આ રંગ કોમળતા અને ખુશ્બૂ જુઓ,
માળી તણા એ પ્રેમથી જ પ્રફુલ્લ છું. ૧
ખીલવું ખરવું જ શું બસ જિંદગી?
ગુરુ-કંઠ આરોપાઉં તો જ અમૂલ છું. ૨
ભ્રમર કંઈ કેટલા ગુંજે મુજ પરે,
આ ચમનને છોડતાં બસ ધૂલ છું. ૩
મુજ સમાં કંઈ કેટલાય ખીલ્યાં અહીં,
સૌ સાથ હાર ગૂંથાઉં તો હું અતુલ છું. ૪
એક વાક્યે દઉં પરિચય માહરો?
પ્રમુખજીના બાગનું હું ફૂલ છું. ૫