કીર્તન મુક્તાવલી

1-980: શરણે આવ્યો તમારે હું આજ

શરણે આવ્યો તમારે હું આજ

શરણે આવ્યો તમારે હું આજ,

 આવો યોગી! આવો યોગી! આવો યોગીરાજ;

મેં તો સજ્યા છે ભક્તિ કેરા સાજ,

 આવો યોગી! આવો યોગી! આવો યોગીરાજ... ꠶ટેક

મલકંતા મુખડાએ અમૃતની ધાર, વાણીમાં વરસંતો મેઘ મલાર;

 કેવો ગરવો ગુલાબી મિજાજ... આવો꠶ ૧

પધારો યોગીજી મારા અંતરને ધામ, તમે રે સાચા મારા શ્રી ઘનશ્યામ;

 અક્ષર મંદિરના અધિરાજ... આવો꠶ ૨

કામ ક્રોધ લોભ મોહ મદ નહિ માન, સર્વે જીવને બ્રહ્મરૂપ કરવાનું તાન;

 થાપો મારી કરો નિજ જનનાં કામ... આવો꠶ ૩

કરમાં માળા રૂડી શોભે શિરપાઘ, વાણી વરતન ઉજ્જ્વળ દીસે અથાગ;

 સચ્ચિદાનંદ સુખના ધામ... આવો꠶ ૪

મરતી માનવતા ગૂંજે છે ગાન, ક્યાંય નથી નવયુગનાં નિશાન;

 ડોલે નૈયા મઝધારે મહારાજ... આવો꠶ ૫

ડોલે યોગી બોલે યોગી સ્વામીની વાત;

 અંગોઅંગ ધારી સ્વામીશ્રીજી સાક્ષાત;

 ગુણાતીત જ્ઞાને જાગે છે સમાજ... આવો꠶ ૬