કીર્તન મુક્તાવલી
2-1365: ધન્ય વૃન્દાવનવાસી વટની છાયા રે
ધન્ય વૃન્દાવનવાસી વટની છાયા રે
નરસિંહ મહેતા
ધન્ય વૃન્દાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા;
શ્રી જમુનાજી પુણ્ય તણો ગત નહિ પાર રે નાવા હરિ પેસતા... ટેક
ધન્ય ધન્ય તે વ્રજના સાથને, ધન્ય ધન્ય એ નંદજી તાતને;
ધન્ય ધન્ય તે જશોદા માતને, ધન્ય ધન્ય તે વ્રજના સાથને... ધન્ય ૧
ધન્ય ધન્ય તે વ્રજની વૃક્ષવેલી, ધન્ય ધન્ય એ સરખી સાહેલી;
ધન્ય હરિ વળગી જેની બેલી, ધન્ય ધન્ય તે વ્રજની વૃક્ષવેલી... ધન્ય ૨
ધન્ય ધન્ય ગોકુળની ધેનુને, ધન્ય ધન્ય વા’લાની વેણુને;
ધન્ય ધન્ય કામણગારી નેણુને, ધન્ય ધન્ય ગોકુળની ધેનુને... ધન્ય ૩
ધન્ય ધન્ય કરુણા પૂતના માસી, ધન્ય ધન્ય મૃત્યુની ટાળી ફાંસી;
વા’લો મુક્ત પમાડ્યાં ગોકુળવાસી, ધન્ય ધન્ય કરુણા પૂતના માસી... ધન્ય ૪
ધન્ય ધન્ય એ ગોકુળ ગામને, તે તે પામ્યાં હરિના ધામને;
વારી જાઉં શામળા શ્યામને, ધન્ય ધન્ય એ ગોકુળ ગામને... ધન્ય ૫
ધન્ય કંસરાયનાં કારજ કર્યાં, રાજા ઉગ્રસેનને શીર છત્ર ધર્યાં;
મહેતા નરસૈયાને અખૂટ ભર્યા, ધન્ય કંસરાયનાં કારજ કર્યાં... ધન્ય ૬
Popular Views
3. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
4. મુને મહંતસ્વામીની લગની લાગી
5. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
6. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
7. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
10. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
11. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
12. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.