આરતી
જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ,
અક્ષરપુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ... જય સ્વામિનારાયણ...
મુક્ત અનંત સુપૂજિત, સુંદર સાકારમ્,
સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ્... જય સ્વામિનારાયણ...૧
પુરુષોત્તમ પરબ્રહ્મ, શ્રીહરિ સહજાનંદ,
અક્ષરબ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ... જય સ્વામિનારાયણ...૨
પ્રકટ સદા સર્વકર્તા, પરમ મુક્તિદાતા,
ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા… જય સ્વામિનારાયણ...૩
દાસભાવ દિવ્યતા સહ, બ્રહ્મરૂપે પ્રીતિ,
સુહૃદભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ... જય સ્વામિનારાયણ...૪
ધન્ય ધન્ય મમ જીવન, તવ શરણે સુફલમ્,
યજ્ઞપુરુષ પ્રવર્તિત સિદ્ધાન્તં સુખદમ્... જય સ્વામિનારાયણ...૫
સ્તુતિ અષ્ટકો
શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્તુતિ
અન્તર્યામિ પરાત્પરં હિતકરં, સર્વોપરી શ્રીહરિ,
સાકારં પરબ્રહ્મ સર્વશરણમ્, કર્તા દયાસાગરમ્।
આરાધ્યં મમ ઇષ્ટદેવ પ્રકટં, સર્વાવતારી પ્રભુ,
વન્દે દુઃખહરં સદા સુખકરં, શ્રીસ્વામિનારાયણમ્॥ ૧॥
શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ સ્તુતિ
સાક્ષાદ્ અક્ષરધામ દિવ્ય પરમં, સેવારતં મૂર્તિમાન્,
સર્વાધાર સદા સ્વરોમ-વિવરે, બ્રહ્માંડ-કોટી-ધરમ્।
ભક્તિ ધ્યાન કથા સદૈવ કરણં, બ્રહ્મસ્થિતિદાયકમ્,
વન્દે અક્ષરબ્રહ્મ પાદકમલં, ગુણાતીતાનન્દનમ્॥ ૨॥
શ્રી ભગતજી મહારાજ સ્તુતિ
શ્રીમન્ નિર્ગુણ મૂર્તિ સુંદર તનુ, અધ્યાત્મ-વાર્તારતમ્,
દેહાતીત દશા અખંડ-ભજનં, શાન્તં ક્ષમાસાગરમ્।
આજ્ઞા-પાલન-તત્પરં ગુણગ્રહી, નિર્દોષમૂર્તિ સ્વયમ્,
વન્દે પ્રાગજીભક્ત-પાદકમલં, બ્રહ્મસ્વરૂપં ગુરુમ્॥ ૩॥
શ્રી શાસ્ત્રીજી મહારાજ સ્તુતિ
શુદ્ધોપાસન મન્દિરં સુરચનમ્, સિદ્ધાન્ત-રક્ષાપરમ્,
સંસ્થા-સ્થાપન દિવ્ય-કાર્ય-કરણં, સેવામયં જીવનમ્।
નિષ્ઠા નિર્ભયતા સુકષ્ટસહનં, ધૈર્યં ક્ષમાધારણમ્,
શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ-ચરણં, વન્દે પ્રતાપી ગુરુમ્॥ ૪॥
શ્રી યોગીજી મહારાજ સ્તુતિ
વાણી અમૃતપૂર્ણ હર્ષકરણી, સંજીવની માધુરી,
દિવ્યં દૃષ્ટિપ્રદાન દિવ્ય હસનં, દિવ્યં શુભં કીર્તનમ્।
બ્રહ્માનંદ પ્રસન્ન સ્નેહરસિતં, દિવ્યં કૃપાવર્ષણમ્,
યોગીજી ગુરુ જ્ઞાનજીવન પદે, ભાવે સદા વન્દનમ્॥ ૫॥
શ્રી પ્રમુખસ્વામી મહારાજ સ્તુતિ
વિશ્વે વૈદિક ધર્મ મર્મ મહિમા, સત્સંગ વિસ્તારકમ્,
વાત્સલ્યં કરુણા અહો જનજને, આકર્ષણમ્ અદ્ભુતમ્।
દાસત્વં ગુરુભક્તિ નિત્ય ભજનં, સંવાદિતા સાધુતા,
નારાયણસ્વરૂપ સ્વામી પ્રમુખં, વન્દે ગુરું મુક્તિદમ્॥ ૬॥
શ્રી મહંતસ્વામી મહારાજ સ્તુતિ
દિવ્યં સૌમ્યમુખારવિન્દ સરલં, નેત્રે અમીવર્ષણમ્,
નિર્દોષં મહિમામયં સુહૃદયં, શાન્તં સમં નિશ્ચલમ્।
નિર્માનં મૃદુ દિવ્યભાવ સતતં, વાણી શુભા નિર્મલા,
વન્દે કેશવજીવનં મમ ગુરું, સ્વામી મહન્તં સદા॥ ૭॥
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ...
નિત્યપૂજા મંત્ર
આહ્વાન મંત્ર
ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ।
ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો॥
આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।
સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥
પુનરાગમન મંત્ર
ભક્ત્યૈવ દિવ્યભાવેન પૂજા તે સમનુષ્ઠિતા।
ગચ્છાથ ત્વં મદાત્માનમ્ અક્ષરપુરુષોત્તમ॥
સભા શ્લોક
ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ।
વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે॥
શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં, ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ્।
શાંતિદં મુક્તિદં કામદં કારણં, સ્વામિનારાયણં નીલકંઠં ભજે॥
ભોજન શ્લોક
શ્રીમત્સદ્ગુણ શાલિનં ચિદચિદિ વ્યાપ્તં ચ દિવ્યાકૃતિં
જીવેશાક્ષર મુક્તકોટિ સુખદં નૈકાવતારાધિપમ્।
જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈ ર્વેદાદિકીર્ત્યં વિભૂં
તમ્મૂલાક્ષર-યુક્તમેવ સહજાનંદં ચ વન્દે સદા॥
ૐ સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ।
તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ।
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ।
મંગલાચરણ શ્લોક
ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન્ પુરુષોત્તમઃ।
જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવ-બંધનાત્॥
વન્દે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં
વન્દે પ્રાગજી ભક્ત-મેવ-મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા।
વન્દે યજ્ઞપુરુષદાસ ચરણં શ્રીયોગીરાજં તથા
વન્દે શ્રી પ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા॥