॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગ્રંથ મહિમા
‘વચનામૃત’ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની આ પરાવાણીને તેઓના ચાર વિદ્વાન સંતો - ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રમાણિત કરાવીને વચનામૃત સ્વરૂપે આપીને મહાન ઉપકાર કર્યો છે. શ્રીહરિ દિવસે કે રાત્રે જ્યારે પણ વાતો કરતા તે આ સંતો નોંધી લેતા. તેમાં સ્થળ, તિથિ, સમય, શ્રીહરિનો પહેરવેશ, પ્રશ્નોત્તરમાં સંમિલિત વ્યક્તિઓ વગેરે ઐતિહાસિક પ્રામાણ્યનો પ્રત્યક્ષ નમૂનો આ ‘વચનામૃત’ ગ્રંથ છે.
‘વચનામૃત’નો મુખ્ય પ્રતિપાદિત વિષય અધ્યાત્મજ્ઞાન છે. તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ – એટલે કે એકાંતિક ધર્મનું સુપેરે નિરૂપણ છે. તેની સાથે કર્તા, સાકાર, સર્વોપરી ને પ્રગટ ભગવત્સ્વરૂપના માહાત્મ્યજ્ઞાન સાથે નિશ્ચયની મહત્તા, અક્ષરધામના પરમ સુખની છતી દેહે પ્રાપ્તિ, તેમાં આવતાં વિઘ્નોની ઓળખ, જીવોના આત્યંતિક કલ્યાણ માટે ભગવાન અથવા ભગવાનના અખંડ ધારક પરમ એકાંતિક સંતની આવશ્યકતા, અક્ષરધામ સિવાય અન્ય સર્વે લોક, તેના વૈભવ વગેરેનું નાશવંતપણું, પંચવિષયની તુચ્છતા, દોષરહિત થવા ને માયાપર થવા અક્ષરબ્રહ્મસ્વરૂપ સંતની અનિવાર્યતા વગેરે અગણિત વિષયો પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું શ્રીમુખનું અમૃત વરસ્યું છે.
Continue reading...UPDATES
June 30, 2026: Added 2 options for paragraph styles: 1) Reader-friendly - long paragraphs broken up to match the English translation, and 2) Traditional - as published in the respective texts.
June 5, 2026: Major improvement in UI. Of all the sites, the Vachanamrut site contains the most amount of data, including histories, nirupans, prasangs, audios, biographies, prologues, glossaries, appendices, etc. Upgrading to a new design was a massive task. The Vachanamrut pages have been decluttered with tabbed view for supplemental info. Biographies are now shown as popups for uninterrupeted reading. Sidy-by-side language view has been improved. And many other improvements.
May 1, 2026: Greatly improved site’s own search feature with snippet previews.
Sept 8, 2024: Added today’s Vachanamrut based on tithi date.
Show more updates...