વચનામૃત મહિમા

લોયા ૧૦

સં. ૧૯૪૪, પેટલાદ. ભગતજી મહારાજ કહે, “આ વચનામૃતમાં શ્રીજીમહારાજે આત્મા-પરમાત્માનું અલમસ્ત જ્ઞાન બતાવ્યું છે. તે જેણે સિદ્ધ કર્યું હોય તેને એવી અલમસ્ત દશા પ્રાપ્ત થાય છે. આમાં બે પ્રકારનું જ્ઞાન કહ્યું છે. પ્રથમ સાંખ્યના મતનું અને પછી સાંખ્ય અને યોગના મતનું.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૨૨૨]

 

સંવત ૧૯૫૦, વાંસદા. ભગતજી મહારાજે વચનામૃત લોયા ૧૦મું વચનામૃત વંચાવીને પાંચ-સાત વાર દીવાનજી પાસે બોલાવ્યું, “આવું જે માયા થકી પર શુદ્ધ જ્ઞાન તેને હું પામ્યો તે સંતના પ્રતાપે પામ્યો છું અને તે સંત પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું.” એમ બોલાવીને ગોખાવ્યું અને કહ્યું, “આ વચનામૃત સિદ્ધ થાય, એટલે જ્ઞાનનો અવધિ આવ્યો.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૩૫૧]

 

યોગીજી મહારાજ કહે, “લોયા ૧૦ વચનામૃતની છેલ્લી ૨૦ લીટીઓ વાંચવી. તેમાં બધો મુદ્દો આવી જાય છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૦]

 

તા. ૨૦/૧/૧૯૬૪, મુંબઈ. સવારે ૮:૨૦ વાગ્યે વચનામૃત લોયા ૧૦ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “અલમસ્ત જ્ઞાનનું વચનામૃત છે. તે સિદ્ધ કરે તો બહુ જ સુખ આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ