વચનામૃત મહિમા

લોયા ૧૭

તા. ૭/૮/૧૯૫૫, ટરોરો. લોયા ૧૭મા વચનામૃત પર વાત કરતાં યોગીજી મહારાજે કહ્યું, “ગુણાતીતાનંદ સ્વામી ૧૯૨૩ની સાલમાં ધામમાં ગયા. ૧૯૨૦ની સાલથી વંચાવતા. કાયમ ત્રણ વર્ષ સુધી આ વચનામૃત વંચાવતા. એ દરેકે સિદ્ધ કરવાનું છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૬૧૫]

 

તા. ૮/૧૨/૧૯૬૧, મુંબઈ. મંગળપ્રવચનમાં યોગીજી મહારાજ કહે, “અઠવાડિયે લોયા ૧૭ વાંચી નિરૂપણ કરવું. બે કલાક કાઢવા. સ્વામી ગામડે વંચાવતા. જ્ઞાને કરીને મૂંઝવણ ટળે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૧]

 

તા. ૨૫/૧૧/૧૯૬૨, બોચાસણ. રવિવારે કથાપ્રસંગમાં યોગીજી મહારાજ માવજી ભગતને કહે, “લોયા ૧૭મું સિદ્ધ કરવું. તે વચનામૃત ગુણાતીતાનંદ સ્વામીએ લાગટ ત્રણ વરસ વંચાવેલું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૦૭]

 

તા. ૧૪/૧/૧૯૬૪, મુંબઈ. સવારે વચનામૃત લોયા ૧૭મું વચનામૃત વંચાવી યોગીજી મહારાજ કહે, “આ સિદ્ધ કરીએ તો દેશકાળ કો...ઈ દી’ ન લાગે. વિષય સારુ બખેડો ન થાય. ધમાલ ને બધું બંધ. આ વચનામૃત ઉત્તમ પ્રકારનું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૭૫]

 

તા. ૭/૬/૧૯૬૫, વડોદરા. મુંબઈ જતા સંતોને યોગીજી મહારાજે લોયા ૧૭ વચનામૃત મોઢે કરવા આજ્ઞા કરી ને કહે, “હું પાઠ લઈશ. નાના ભગતને શિખવાડવું. ત્રણ વાનાં કરવાં: ૧. એકાંતિક ધર્મ સિદ્ધ કરવો. ૨. બ્રહ્મની સ્થિતિ કરવી. ૩. દેહનો અનાદર કરવો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૭૭]

 

તા. ૨૨/૩/૧૯૬૬, મુંબઈ. મંગળપ્રવચનમાં વચનામૃત લોયા ૧૭ નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “લોયા ૧૭ સિદ્ધ કરવું. જીવનમાં લીટીએ લીટી ઉતારવી. પાયો અચળ થાય, તો મન ઘાટ ન કરે. આજે જ કરી નાખો. આ તો બહુ સુગમ. તમે, કિશોરભાઈ! મોઢે કર્યું? ગૃહસ્થને નો કરાય? હવે કરજો. સ્વામીની પ્રસાદીનું છે. શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજના પ્રતાપે સિદ્ધ થઈ જાશે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૩૬]

 

તા. ૬/૮/૧૯૬૫, મુંબઈમાં મંગળ પ્રવચનમાં યોગીજી મહારાજ કહે, “લોયા ૧૭ કોને મોઢે કરવાનું બાકી છે? સૂતાં પહેલાં, ખાતાં પહેલાં હંમેશાં બોલવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૯૬]

 

યોગીજી મહારાજ કહે, “મુદ્દાનાં વચનામૃત લોયાનું ૧૭, કારિયાણી ૧, ગઢડા મધ્ય ૫૯ તથા ગઢડા મધ્ય ૨૮ આટલાં વચનામૃતો સિદ્ધ કરવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૦૬]

 

સ્તુતિ-નિંદાનું લોયાનું સત્તરમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “આ બધી વાતું જ્યારે હૈયામાં ઊતરે ત્યારે જેમ દર્પણમાં દેખાય છે તેમ પોતાનું વરતાઈ આવે છે.”

[અક્ષરામૃત: ૬/૩૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ