વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૭

સં. ૧૯૪૫ના કાર્તિક માસમાં શાસ્ત્રીજી મહારાજ વગેરે બાર સંતો-પાર્ષદોને પ્રાગજી ભક્તનો મહિમા પ્રવર્તાવવાના ગુના બદલ વરતાલમાંથી બહાર કાઢવામાં આવેલા. તે સમયે આ સંતમંડળ ભગતજી મહારાજનો સમાગમ કરવા મહુવા પાસે ભાદરોડ ગામમાં રોકાયેલું. અહીં એક પ્રસંગે ભગતજી મહારાજે કહ્યું, “આજ તો સૌ પોતાના અંગનાં વચનામૃત વાંચો.”

તે સમયે વિજ્ઞાનદાસ સ્વામીએ વચનામૃત ગઢડા મધ્ય ૫૪, બેચર ભક્તે વચનામૃત ગઢડા પ્રથમ ૫૪, પુરાણી કેશવપ્રસાદદાસે વચનામૃત ગઢડા પ્રથમ ૩૬, પુરુષોત્તમદાસ બ્રહ્મર્ષિએ વચનામૃત સારંગપુર ૭, નારાયણચરણદાસે વચનામૃત સારંગપુર ૧૦ અને શંકર ભગતે વચનામૃત અમદાવાદ ૨ વાંચેલા. આ પ્રસંગે શાસ્ત્રીજી મહારાજે આ વચનામૃત ગઢડા મધ્ય ૭ને પોતાના અંગનું વચનામૃત ગણાવેલું.

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૨૮૨]

 

યોગીજી મહારાજ કહે, “ગઢડા પ્રથમનું ૧૪મું વિચારવું. ગઢડા મધ્ય ૭મું શાસ્ત્રીજી મહારાજના અંગનું વચનામૃત. આવાં વચનામૃતો વાંચવાં, વિચારવાં અને સિદ્ધ કરવાનું તાન રાખવું. ત્યારે મોટા રાજી થાય.”

[યોગીવાણી: ૧૮/૩]

 

યોગીજી મહારાજ કહે, “બે વચનામૃત સિદ્ધ કરવાં જેવાં છે. મધ્યનું ૭ અને છેલ્લાનું ૧૧ – સીતાજીના જેવી સમજણ... બધાં વચનામૃતો ખબર ન પડે, પણ પોતાનાં અંગનાં વચનામૃત શોધી રાખવાં ને તે સિદ્ધ કરવાં.”

[યોગીવાણી: ૨૯/૪૫]

 

તા. ૨૮/૧૨/૧૯૬૧, મુંબઈ. મંગળ પ્રવચનમાં સંતોને સંબોધતાં યોગીજી મહારાજ કહે, “વચનામૃત ગઢડા મધ્ય ૭ સિદ્ધ થયું તો બધાં થયાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૬૬]

 

શાસ્ત્રીજી મહારાજના અંગનું વચનામૃત ગઢડા મધ્ય ૭, યોગીજી મહારાજના અંગનું વચનામૃત ગઢડા અંત્ય ૨ અને પ્રમુખસ્વામી મહારાજના અંગનું વચનામૃત ગઢડા અંત્ય ૭.

[યોગીગીતા મર્મ: ૧૮૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ