વચનામૃત મહિમા

ગઢડા પ્રથમ ૧૬

યોગીજી મહારાજ વચનામૃત પ્રથમ ૧૫, ૧૬, ૧૭ બપોરની કથામાં ઘણી વાર કઢાવતા અને કહેતા, “પ્રથમ ૧૭ – મોળી વાત ન કરવી. પ્રથમ ૧૬ – વિવેક રાખવો. આ ત્રણ વચનામૃતો સમજે તેને મોક્ષમાં અધૂરું ન રહે. આપણે અંગનાં કરી રાખવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૬]

 

યોગીજી મહારાજ કહે, “શાસ્ત્રીજી મહારાજ પ્રથમ ૧૫, ૧૬, ૧૭, ૨૧, ૫૮ વગેરે વચનામૃતો બપોરે બહુ વંચાવતા. ૩ કલાક નિરૂપણ કરતા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૨]

 

યોગીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૧૬મું મોઢે બોલવાની શરૂઆત કરીને વાત કરી, “આ એક વચનામૃત સિદ્ધ કરશે તેને સત્સંગમાં કોઈ દિ’ દેશકાળ લાગશે નહીં. થોડું જ્ઞાન કરવું પણ સારધાર નભે એવું કરવું. આ વચનામૃત જ સમજવાનું છે. બીજું ઝાઝું સમજવાનું નથી. દરેકે પોતા પર આ વચનામૃત લગાડવું. બીજા પર ઢોળી ન દેવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૬૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ