વચનામૃત મહિમા

ગઢડા અંત્ય ૭

શાસ્ત્રીજી મહારાજના અંગનું વચનામૃત મધ્ય ૭, યોગીજી મહારાજના અંગનું વચનામૃત અંત્ય ૨ અને પ્રમુખસ્વામી મહારાજના અંગનું વચનામૃત અંત્ય ૭.

[યોગીગીતા મર્મ: ૧૮૮]

 

એક વખત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ રણુ ગામમાં હતા. ત્યાં તુલજા માતાનું મંદિર છે, તે મંદિરમાં નીલકંઠ વર્ણી મહારાજ એક રાત રોકાયા હતા. ત્યાં દર્શન માટે સ્વામીશ્રી ગયા ત્યારે તે મંદિરના મહંત સ્વામીશ્રીને નીલકંઠ વર્ણીની પ્રસાદીની ગોદડી બતાવી. પછી તેમણે તેમની પાસે હિંદી વચનામૃત હતું તે સ્વામીશ્રીને ધર્યું અને કહ્યું, “આમાં આપના આશીર્વાદ લખી આપો કે આપનું પ્રિય વચનામૃત કયું છે?” સ્વામીશ્રીએ લખ્યું: “ગઢડા અંત્ય ૭, ૧૧ અને વડતાલ ૨૦.”

 

આ વચનામૃત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું પ્રિય વચનામૃત છે. તા. ૧/૧/૧૯૮૬ના રોજ સારંગપુરમાં તેઓને પૂછવામાં આવેલું, “આપનું વધુમાં વધુ પ્રિય વચનામૃત કયું અને શા માટે?”

ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું, “આમ તો બધાં પ્રિય વચનામૃત છે. મહારાજનાં છે એટલે એમાં કોઈ પ્રિય-અપ્રિય જેવું નથી. પણ સ્વાભાવિક રીતે આપણને બધાં વચનામૃતમાં છેલ્લાનું સાતમું વચનામૃત છે એમાં જરા વધારે એ (પ્રિય) લાગે. તેમાં મહારાજ કહે છે: ‘જેને કલ્યાણ ઇચ્છવું હોય તેને માટે ભગવાન અને સંત વિના આ જગતમાં કોઈ વસ્તુ સુખદાયક નથી.’ એવું આપણા મનમાં બરોબર દૃઢ થયું હોય તો પછી આપણને પ્રત્યક્ષ ભગવાનમાં અખંડ પ્રીતિ, હેત રહે. એટલે સ્વાભાવિક રીતે એ (વચન) ઉપર આપણને વધારે રુચિ રહે કે આવું આપણા જીવમાં દૃઢ કરવું. પછી એને માટે જે કાંઈ કરવું પડે એ આપણે કરવાનું. એટલે એ ઉપર જરા વધારે રુચિ રહે કે આ એક વચનામૃત આપણે સિદ્ધ થાય ને આ રીતે કરીએ તો મહારાજ રાજી થઈ જાય.”

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ