વચનામૃત મહિમા

ગઢડા અંત્ય ૩૯

તા. ૧૬/૧/૧૯૭૧. યોગીજી મહારાજના ધામગમનને અઠવાડિયાની વાર. આ દિવસે વહેલી સવારે ઊઠ્યા પછી તેઓએ એકાએક કહ્યું, “વચનામૃત વાંચો.” તેથી સેવકે આ વચનામૃત ગઢડા અંત્ય ૩૯ નિયમ મુજબ વાંચ્યું. ખૂબ પ્રેમથી યોગીજી મહારાજ તે સાંભળતા હતા. જ્યાં મુદ્દાની વાત આવે ત્યાં હાથનું લટકું પણ કરતાં જાય. પછી અડધેથી જ ‘ઇતિ વચનામૃતમ્’ કહીને પોઢી ગયા. ત્યારબાદ ધામગમનના દિવસ સુધી તેઓને વચનામૃત સાંભળવાનો અવકાશ આવ્યો નહીં. એ રીતે યોગીજી મહારાજનો સંસ્પર્શ પામેલું આ છેલ્લું વચનામૃત. પોતાના સમગ્ર જીવન દરમ્યાન વચનામૃતનાં નિરૂપણો કરી અલૌકિક રસલહાણ કરાવતાં રહેલા યોગીજી મહારાજે છેલ્લે જો કોઈ વચનામૃત સાંભળ્યું હોય તો તે આ વચનામૃત ગઢડા અંત્ય ૩૯મું છે.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૫૩૯]

 

યોગીજી મહારાજ કહે, “ચાર પ્રકારની ઔષધિ છે; સંધિની, વર્ણહરણી, વિશલ્યકરણી અને સંજીવની. તેનાં ચાર સ્વરૂપ: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. તેનાં ચાર વચનામૃત (અનુક્રમે): ગઢડા મધ્ય ૨૮, લોયા ૭, અંત્ય ૩૯ અને મધ્ય ૧૦; આ ચાર વચનામૃતો સિદ્ધ કરવા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૬૦૦]

 

છેલ્લા પ્રકરણનું ઓગણચાલીસમું વચનામૃત વંચાવ્યાની આજ્ઞા કરીને બોલ્યા જે, “આ વચનામૃતમાં કહ્યું છે એ વાત પણ એક સમજવાની છે.”

[સ્વામીની વાતો: ૫/૩૦૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ