વચનામૃત મહિમા

ગઢડા પ્રથમ ૫૪

ગુણાતીતાનંદ સ્વામીએ યોગેશ્વરદાસ સ્વામીને કહ્યું, “વચનામૃત વાંચો.” તેથી તેમણે વચનામૃત ગઢડા પ્રથમ ૫૪મું વચનામૃત વાંચ્યું. સ્વામી રાજી થઈને બોલ્યા, “ફરી વાંચો.” એમ આ વચનામૃત પાંચ વખત વંચાવ્યું. પછી બોલ્યા, “અહો! આ વચનામૃત તો જાણે દિવસ બધો સાંભળ્યા જ કરીએ. જુઓને, માંહી મહારાજે મોક્ષનું દ્વાર બતાવી દીધું છે. આ વચનામૃત જેને નહીં સમજાય તેનાં કરમ ફૂટ્યાં જાણવાં.”

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૧/૪૬૪]

 

પ્રથમનું ચોપનમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “ઓહો! આ વચનામૃત તો દિવસ બધો જાણે સાંભળ્યા કરીએ તો પણ તૃપ્ત ન થાઈએ. જુઓને! માંહી મોક્ષનું દ્વાર જ બતાવી દીધું ને જ્ઞાન પણ બતાવી દીધું છે. એમ કહીને ત્રણ વાર વંચાવ્યું ને કહ્યું જે, જેનાં કર્મ ફૂટ્યાં હોય તેને આ વાત ન સમજાય, તેને તો મૂળ મોટાપુરુષ એ જ શત્રુ જેવા જણાય છે. એ વિપરીત જ્ઞાન કે’વાય. માટે હવે તો સાધુને જ વળગી જાવું. અને આવો સમો આવ્યો છે તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતું સાંભળે નહીં એવી જીવની અવળાઈ છે.”

[સ્વામીની વાતો: ૬/૨૦૯]

 

ભગતજી મહારાજ કહે, “શ્રીજીમહારાજે બસો બાસઠ વચનામૃતમાં પ્રથમ ૫૪ અને મધ્ય ૫૪ એ બે વચનામૃત મોક્ષનાં કહ્યાં અને દીનાનાથ ભટ્ટને પણ એ બે જ પોતાનાં કરવાની આજ્ઞા કરી.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૦૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ