વચનામૃત મહિમા

ગઢડા પ્રથમ ૭૧

યોગીજી મહારાજ કહે, “વચનામૃત ગઢડા પ્રથમના ૭૧માં મહારાજે લખ્યું કે અક્ષરે સહિત હું આવ્યો છું. તે સમજવું ને બીજા આગળ વાત કરવી. સત્સંગમાં આ વાત નથી કરતા તો પ્રચાર નથી થતો. શાસ્ત્રીજી મહારાજે આ વાત કરી તો લાખો સત્સંગી થયા.”

[યોગીવાણી: ૧૩/૩૦]

 

યોગીજી મહારાજ કહે, “વચનામૃત ગઢડા પ્રથમ ૭૧માં મહારાજ કહે છે, અક્ષર સહિત પુરુષોત્તમ આવ્યા એમ સમજવું અને બીજા આગળ એમ વાત કરવી. આપણે તો દસ લાખ સત્સંગી છે. જો બધા વાત કરે તો ૫૦ લાખ સત્સંગી થાય; પણ એ આજ્ઞા કોઈ પાળતું નથી. ભગતજી મહારાજ કહેતા, ‘આ સૂતું છે એ અક્ષર છે...’ એમ સ્વામીના મહિમાની વાત પ્રવર્તાવી. આ રીતે આખો સત્સંગ વાત કરે, તો કેવો સત્સંગ વધે!”

[યોગીવાણી: ૨૧/૭]

 

પ્રમુખસ્વામી મહારાજ કહે, “શ્રીજીમહારાજ અનંત જીવોને પોતાની નિષ્ઠા થાય – એ સંકલ્પ લઈને પોતાના અક્ષરધામ અને મુક્તોને લઈને આવ્યા. ગઢડા પ્રથમના ૭૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે આ વાત કરી છે. આ આદેશને શાસ્ત્રીજી મહારાજે ઝીલીને દરેકને આ વાત કરી. મહારાજના વચન પ્રમાણે-આજ્ઞા પ્રમાણે જેટલું અક્ષરપુરુષોત્તમની વાત સમજાવવાનું કાર્ય થાય એટલા આત્મસત્તારૂપ થયા કહેવાઈએ. આપણે ય એ આદેશ ઝીલવાનો છે-આત્મસત્તારૂપ થવાનું છે. ભરવાડનો લાકડિયો સંદેશો કહેવાય. એકને મળે, એ બીજાને વાત કરે. એમ કરતાં લાખો ભેગા થઈ જાય. તેમ આપણે અક્ષરધામથી આવેલો તાર છે. બધાને એ પહોંચાડવો છે. એ કરવાનું છે તો આપણો દેહ સાર્થક થશે.” (૪૬)

[સંજીવની: ૧/૪૬]

 

પ્રમુખસ્વામી મહારાજ કહે, “વચનામૃત ગઢડા પ્રથમ ૭૧ પ્રમાણે અક્ષરધામ સહિત ભગવાન આવ્યા છે તે વાત સમજવી ને બીજાને કરવી. શાસ્ત્રીજી મહારાજે આ વાત પ્રગટ કરી. માટે આપણે નિધડકપણે આ વાતો કરવી. વાત સાચી છે તે ગમે ત્યાં નાખો ત્યાં ઊગશે. ખોટો રૂપિયો હોય તે સગા ભાઈને આપીએ તોય બીક લાગે છે કે પાછો આપશે? કોઈને સમજાશે કે નહીં સમજાય? તેવી બીક રાખી વાત કરવામાં કસર ન રાખવી. માટે વાત કરવી. ઊગ્યા વગર રહેવાનું નથી.” (૮૬)

[સંજીવની: ૧/૮૬]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ