વચનામૃત નિરૂપણ

લોયા ૭

પ્રશ્ન: “અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના એટલે શું? તે કેમ અને કોના થકી શીખવી? તે ઉપાસના જીવનમાં કેવી રીતે દૃઢ થાય?”

યોગીજી મહારાજ કહે, “અક્ષર એટલે સનાતન અક્ષરધામ. મહારાજનું સ્વરૂપ ગુણાતીત. અક્ષરને જાણ્યા વગર પુરુષોત્તમના ધામમાં ન જવાય. બારોબાર પુરુષોત્તમ જણાય નહીં. વચનામૃત લોયાના ૭માં મહારાજે કહ્યું છે, ‘અક્ષરધામરૂપ-બ્રહ્મરૂપ થાય તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે.’ ગુણાતીત સ્થિતિને પામે તો જ પુરુષોત્તમને વરણીય થવાય. સ્વામીની વાતુમાં શિવલાલભાઈનો પ્રશ્ન છે, ‘બ્રહ્મરૂપ કેમ થવાય?’ સ્વામીએ અંતર્યામીપણે જવાબ દીધો છે, ‘આ સાધુને બ્રહ્મરૂપ જાણીને મન-કર્મ-વચને સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.’ તે ઉપર ગુણાતીત સ્વામીએ વરતાલનું ૧૧મું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.’ બીજો કોઈ આવું બોલી ન શકે. તેને તો એમ થાય કે ‘આમ તે કહેવાતું હશે?’ બીજા બધા સાર્વજનિક સાધુ; પણ ગુણાતીત એક જ. ગુણાતીતને જ બ્રહ્મરૂપ જાણીને મન-કર્મ-વચને જો તેનો સંગ કરે તો બ્રહ્મરૂપ થાય.”

[યોગીવાણી: ૨૫/૮૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ