વચનામૃત નિરૂપણ

પંચાળા ૪

પંચાળાનું ચોથું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “આવી રીતે નિશ્ચયની દૃઢતા કરી હોય અને ભગવાનનું દિવ્યપણું ને મનુષ્યપણું એક જાણી રાખ્યું હોય અને ‘સર્વે ધામ થકી અક્ષરધામનું સુખ શ્રેષ્ઠ છે’ એમ નક્કી કરી રાખ્યું હોય, તેને વર્તમાન પાળવાં શું કઠણ પડે? અને તેણે કેમ ચોરી થાય? ન જ થાય. એવો ખરેખરો નિશ્ચય થયો હોય તો પોતે વર્તમાન લોપવા જાય તો પણ લોપાય નહીં.”

[અક્ષરામૃત: ૪/૯]

 

યોગીજી મહારાજ કહે, “વખાણે એમાં તો નિર્દોષભાવ રહે, પણ પત્તર ખેંચી લે, જમવા ન દે તો નિર્દોષભાવ સાચો. તે એકાંતિક થઈ જાય ને ફસ્ટ નંબરમાં આવી જાય... નિશાન ઉપર લક્ષ્ય રાખીએ તો દિવસે દિવસે ચડતો રંગ રહે. ભોજન ગમે તેવું સારું હોય પણ સાત દિવસ તાવ આવ્યો હોય તો ભાવે નહી. તેમ મનુષ્યભાવ રૂપ માંદગી આવી હોય તો સુખ ન આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૭૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ